STORYMIRROR

THAKOR KALAJI

Inspirational

3  

THAKOR KALAJI

Inspirational

મોચમ લેવરાવું

મોચમ લેવરાવું

1 min
199

વાત જાણે એમ બનેલી કે આ વાત સિત્તેર એશી વર્ષ પહેલાંની છે. રવદ હાલ નો સમી વિસ્તારનુંં ગામ. જે પટેલ ઠાકોર હરિજન ભરવાડ અને સઈ સુથાર નાં પણ ખોરડા ખરા. રવદ અને આજુબાજુમાં વરસાદ સારો થયેલાં.. બધાંજ ખેડૂતો ને દેશી ચાહવા ઘઉં વાવવાની તાલાવેલી. ગામમાં શામજી કાળા મેણાત ( પટેલ)નુંં ઘર સુખી. ચાર બળદથી ખેતી કરે. સાથી મજૂરોની કાયમ લેવડદેવડ આ ઘેર ખરી. તેનાથી વિપરીત ઝવેરભાઈ ભગવાનભાઈ ઉજળીયા( પટેલ) ભગવાન ના માણસ. નીતિ ધર્મના ઉપાસક. કાયમ સાંજે સવારે અડધા કલાકનુંં  રામદેવપીર બાપાનું સ્મરણ કરે.

સાથી હોય કે મજૂર કે પોતાના દીકરા ખાવા પીવા કે બીજી બાબતમાં કયારેય અંતરાય નહિ.. બધુ જ ભગવાન ભરોસે. પોતાને ત્રણ બળદથી ખેતી કરે.

વાતે વાતે સતે સતે.. (સત્ય સત્ય ) બોલવાની આદત ખરી. સાથી તરીકે મોહનભા પાલ્લિયા કામ કરે. પદછંડ દેહ કામ કરીને કાયાને ઓર મજબૂત કરી નાખેલી કયારેય કામચોરી નહિ કરવાની, પોતાના ઘરનું કામ હોય રીતે કામ કરે.. કયારેય પ્રપંચ કે પાખંડ નહિ !

આવુ વ્યક્તિત્વ અને ઝવેરભાઈ જેવા ભગવાનના માણસ જેવા માલિક. મોહનભા સાથી હોવાં છતાં મોહનભા કહે એટલાં ડગલાં ભરે. સંપૂર્ણ વિશ્વાસ.

દિવાળી પર પાહન વરસાદ થવાથી આ વખતે રવદ ની આથમણી જમીન માં ચાહવા ઘઉં નું વાવેતરની સાૈને ઉતાવળ છે. શામજી કાળા મેણાત અને ઝવેર ભગવાન બંન્ને શેઢા પાડોશી. ખેતરનાં નામ સોરાત. શામજીકાળા ને ચાર બળદથી ખેતી કરતાં હતાં એટલે બે સાથી કાયમ હારે જ હોય. શામજી કાળા ઘેરથી સાથી ને ભાત આપવા આવ્યા છે. જોયુ તો પાડોશી ના ખેતરમાં પણ ત્રણ બળદથી મોહનભા પાલ્લિયા પણ ઘઉં વાવવા માટે આવેલાં જોઈને શામજીભાએ પોતાના સાથીઓ ને હળવેક દઈને કીધુ કે ધીમે ધીમે વાવજો નહિતર ઝવેર ભગવાન ના સાથી ને ઘઉ વવરાવવા જવુ પડસે. પાડોશી ના નાતે.. આ વાત મોહનભા પાલ્લીયા સાંભળી ગયા. પણ મનની વાત મનમાં રાખી. થોડી વારમાં ઝવેરભા સતે સતે કરતાં ભાત લઈને આવ્યા. મોહનભા ઝવેરભા કરતાં ઉંમર મોટા હોવાથી ભાત ને ખાધુ ના ખાધુ કરીને ઝડપથી ઊભા થઈ ગયા. અને ઝવેરભા ને કીધુ કે ઘઉના ઓળિયા અને સાફી ( ચલમ) તૈયાર રાખવાની. હું આંટો વળી ને આવુ ત્યારે હોવુ જોઈએ ઝવેરભા ને મોહન ભા ની વાત માને છુટકો નહિતર ઝવેરભા ને પરોણો ઝાપટે ( મારે) મોહનભા ના સ્વભાવથી તો પહેલેથી પરિચિત. માત્ર માં હા

હા ભણી ને ઘઉં ના ઓળિયા દેવા માંડયા.. આ બાજુ સાફી પીતા જાય વારાફરતી બળદ ને આરામ આપતા જાય. અને શામજી કાળા ના ચાર બળદથી ઘઉં વાવતા સાથીઓને ટોકો પાડી ને કિધુ કે અલ્યા આવુ મોચમ લેવરાવવા ? સાથી બિચારા શું બોલે પણ આ વાતની શામજી ભા ને ખબર પડતાં દિવેલ પીધાં જેવુ ડાચુ થઈ ગયુ ને મોહનભાની માફી માંગી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational