દિવ્યાંગ કાજુડીનો સાચો પ્રેમ
દિવ્યાંગ કાજુડીનો સાચો પ્રેમ
કરોડોપતિ શેઠ વૈભવદાસનો એકનો એક દીકરો નયન અકસ્માતમાં અંધ બનતાં શેઠનાં માથે આભ તૂટી પડ્યું હતું. આ શેઠ પહેલાં ગરીબોની અને દિવ્યાંગોની ખુબ જ મજાક કરતા હતાં. પોતાનાં દીકરાની એ સ્થિતિ નિહાળીને તેમને પસ્તાવો થવા લાગ્યો.
હવે જુવાનજોધ દીકરાને દિવ્યાંગોની સાથે તાલિમ માટે મુકવો પડ્યો. હતાશ બની ગયેલાં નયનને તેનાં જેવાં જ અન્ય લોકોનો સાથ મળતાં તે ધીરે ધીરે ખુશ થવા લાગ્યો. એક દિવ્યાંગ છોકરી કાજુડી જે પહેલેથી તાલિમ લેતી હતી તેને નયનને ખુબ જ હિંમત આપી અને માનસિક રીતે ખુબ જ મજબૂત બનાવ્યો હતો. કાજુડી ખુબ ગરીબ ઘરની હોવા છતાંય દિલથી ખુબ જ ઉદાર હતી અને પોતાનાં કરતાં પણ તે વઘુ નયનને સાચવતી હતી. ધીરે ધીરે નયનને પણ કાજુડી વગર ચાલતું ન હતું. નયને કાજુડીની આંગળી પકડી લીધી હતી. ઘણીવાર બધાં દિવ્યાંગો લાકડીના ટેકે બહાર ફરવા જતાં ત્યારે ઘણાં તેમની મજાક ઉડાવતાં ત્યારે નયનને પોતાનાં પિતા યાદ આવતાં જેમને ઘણીવાર નયને અંધ લોકોની મજાક ઉડાવતાં જોયાં હતાં.
થોડો સમય બાદ શેઠે રૂપિયાનાં જોરથી વિદેશથી તબીબને બોલાવીને નયનનું સફ્ળ ઓપરેશન કરાવતાં નયન ફરી દુનિયા પોતાની આંખોથી નિહાળવા લાગ્યો. સાજો થતાં જ તેને પોતાને સાચવનારી કાજુડીને મળવાની ઈચ્છા થતાં તે સીધો જ કાજુડીને મળવા ગયો.
બહાર રોડ ઉપર જ કાજુડી લાકડીના ટેકે ફરી રહી હતી તેની સુંદરતા જોઈને બે ચાર જુવાનિયાઓ તેને આંધળી કહીને તેની સાથે છેડછાડ કરવાં લાગ્યાં. કાજુડી ખુબ જ ગભરાઈને ભાગવા માટે મથામણ કરતી હતી પણ તે રસ્તો શોધી શકતી ન હતી. અચાનક નયન તે જોઈ દોડતો આવીને આ જુવાનિયાઓને ખુબ જ માર્યા અને પોલીસનાં ડરથી તે નાલાયકો ભાગી ગયાં. હજીય કાજુ તો ચીસો પડતી હતી.
"કોઈ મારાં નયનને બચાવો.. ! નયન તું ભાગી જા મારી ચિંતા ન કર નયન તું ભાગી જા.. તને કાંઈ ઇજા થશે તો મને ખુબ દુખ થાશે. "
નયને મુસીબતમાં પોતાને સાચવનારી આ વહાલી કાજુડીની પાસે જઈ કહ્યું. "કાજુ શાંત થા... બધાં ગુંડાઓ ભાગી ગયાં છે."
કાજુ ખુબ જ ખુશ થઈને ફરી ચિંતિત બની નયનનાં મુખ કપાળ, છાતી અને બરડા પર હાથ ફેરવતાં બોલી."હે ભગવાન તમારો ખુબ આભાર મારો નયન સલામત છે. તારી લાકડી ક્યાં છે "
પછી નયનનાં ગાલ પર બંને હાથ મૂકીને તેને જોવા મથતી હોય તેવાં હાવભાવ કરતાં બોલી, "તને કાંઈ વાગ્યું તો નથીને નયન. ? સાચું કહેજે મારો તો જીવ તાળવે ચોંટી ગયો હતો તારી ફિકરમાં." કહીને તે નયનની છાતીએ વળગીને રડવા લાગી. કાજુડી એ વાતથી અજાણ હતી કે નયન હવે દિવ્યાંગ મટી સાજો થઈ ગયો છે.
થોડીવાર પછી બોલી, "નયન હવે હુ તને જરાય દૂર નહીં થવા દવ. મને કહ્યાં વગર તું તારા પૈસાદાર પિતા પાસે ગયો હતો ને ? પણ મને તો તારી જ ચિંતા હતી કે તારી કાળજી ત્યાં કોણ રાખતું હશે. ?
નયનનું હદય કાજુડીનો નિસ્વાર્થ સેવાભાવ અને પ્રેમ જોઈ છલકાઈ ગયું. તે કાજુને ફરી છાતીએ વળગાડીને સ્નેહથી બોલ્યો,
"કાજુ હવે હુ પણ તને અલગ નહીં થવાં દવ. તને હુ મારાં ઘેર સાથે જ લઈ જઈશ અને અપડે બંને ત્યાં સાથે જ રહીશું. "
સ્વમાની કાજુડી બોલી, "ના ના નયન મારાથી તારાં ઘેર કેમ કરી રહેવાય ?
કાજુને બોલતી રોકીને તેની આંગળી પકડીને નયન બોલ્યો, "અરે વાહ તું મને હદયમાં રાખે છે. મારી આટલી ફિકર કરે છે તો હુ તને મારાં ઘરમાં ન રાખી શકુ ? હવે એક્શ્બ્દ પણ બોલી તો તને મારાં સમ છે ?"
કહીને કાજુડીને ગાડીમાં બેસાડીને પોતાનાં બંગલે લાવ્યો. શેઠ નયનને જોઈ ખુશ થયાં પણ પાછળ કાજુડીને ઉતરતી જોઈ બોલી ઉઠ્યાં, "અરે આ આંધળીને કોણ લાવ્યુ ?''
પણ આગળ બોલે તે પહેલાં જ નયને કાજુની આંગળી પકડતાં શેઠની નજર નયન તરફ જતાં પોતાની ભૂલ તેમને સમજાઈ અને તેમને ખુબ જ પસ્તાવો થયો અને તે ભૂલ સુધારવા માટે દોડીને કાજુડી પાસે જઈને હાથ જોડીને બોલ્યાં, "બેટા મને માફ કરજે. આ તારુ જ ઘર છે અને તું ઈચ્છે ત્યાં સુધી રહેજે."
નયને કહ્યું,.. "પિતાજી કાજુડી હવે તેનાં બંગલામાં જ રહેશે મારી પત્ની બનીને."
શેઠ ચમક્યાં પણ પછી દિલથી ખુશ થઈને બોલ્યાં, "હા બેટા જરૂર.. તારી સાચી સેવા કાજુડીએ કરી છે. અને આપણે કાજુડીને પણ તારી જેમ ઈલાજ કરાવી સાજી કરીશુ."
પછી કાજુડીનાં માથે હાથ મૂકીને શેઠ બોલ્યાં, "બેટા મારાં પુત્રએ એક દિવ્યાંગની આંગળી પકડી તે મને ખુબ જ ગમ્યું. હવે તારા જેવાં દિવ્યાંગો માટે એક નવી તાલિમ ભવન અને સારવાર હોસ્પિટલ પણ હુ બનાવીશ."
પછી નયને કાજુડીને કોઈ દાતાની આંખો મળતાં ઓપરેશન સફ્ળ થતાં કાજુડી દુનિયા નિહાળતાં પહેલાં સહુ પ્રથમ પોતાનાં વ્હાલા નયનને નવી આંખોથી મનભરીને નીરખતી જ રહી. અને નયનની આંગળી પકડીને સુમધુર સ્મિત આપ્યું. અને નયને તેણે ખુબ જ ખુશીથી તેની આંગળી ખીચીને પોતાની બાહોમાં સમાવી લીધી.કાજુડીનો સાચો પ્રેમ પાંગરી ગયો

