દીકરાનું વળતર
દીકરાનું વળતર
મેઘાણી એક વાર મહુવા, ભાવનગરની બજારમાંથી નિકળતા હતા અને એક ૮૦ વર્ષના માજીને મજૂરી કરતા જોયા એટલે મેઘાણી એ પૂછ્યું કે ," મા, તારે કોઈ દીકરો નથી ?
મા ની આંખમાં ઝળઝળીયા આવી ગયાં.. એણે કહ્યું કે," દીકરો તો હતો ભાઈ, અમે ખારવા(માછીમાર) છીએ.. મારો દીકરો ભાવનગરના એક શેઠનું વહાણ ચલાવતો હતો. આજથી પંદર વર્ષ પહેલા મધદરીયે વહાણ તૂટી ગયું અને મારો દીકરો દરિયામાં ક્યાંક ખોવાઈ ગયો. એનો બાપ તો નાનપણમાં જ પરલોક ચાલ્યો ગયો હતો.. એટલે મારું મોત આવે ત્યાં સુધી મજૂરી કરું છું. "
મેઘાણી એ કીધું કે, "તો પછી તમે શેઠ પાસેથી વળતર ન માંગ્યું ? "
"અરે ભાઈ, કેવી રીતે માંગું ? એ શેઠે એનું લાખો રૂપિયાનું વહાણ મારા દીકરાને ભરોસે મૂક્યું હતું અને મારો દીકરો એને કાંઠે ન લાવી શક્યો.. કયા મોઢે હું વળતર લેવા જાઉં..?"
