PRAVIN MAKWANA

Tragedy

3  

PRAVIN MAKWANA

Tragedy

દીકરાને કાગળ

દીકરાને કાગળ

2 mins
155


ચીમનકાકા પોતાના દીકરાને વૃદ્ધાશ્રમમાં એક પત્ર લખે છે.

વ્હાલા દીકરા,

જે દિવસે તમને લાગે કે હું ઘરડો થઈ ગયો છું ત્યારે મારી સાથે થોડી ધીરજથી કામ લેજો અને મને સમજાવવા કોશિશ કરજો.

જમતી વખતે કપડા ખરાબ થાય કે હું અસ્તવ્યસ્ત કપડા પહેરુ તો બૂમાબૂમ કરવાને બદલે યાદ રાખજો કે મેં તમને આ બધું શીખવવામાં દિવસો પસાર કર્યા હતા. સ્મૃતિભંશ ને લીધે જો એકની એક વાત બોલ્યા કરું તો સાંભળી લેજો. તમે નાના હતા ત્યારે એકની એક વાર્તા સાંભળવાની જિદ કરતા અને મોડી રાત સુધી જાગીને હું પ્રેમથી વાર્તા કહેતો હતો.

હું નિયમિત નહાવાનું ભૂલી જાઉં ત્યારે યાદ રાખજો કે તમે નાના હતા ત્યારે તમને નવડાવવા માટે મારે બહાના શોધવા પડતા હતા.

નવા જમાનાની શોધ વિશે ના મારા અજ્ઞાન પર હસશો નહીં પરંતુ મને તે સમજાવવામાં મદદ કરજો. ક્યારેક હું યાદદાસ્ત ગુમાવી બેસું અને વાતચીતમાં પૂરતું ધ્યાન ન આપી શકું તો દુ:ખી ના થશો કેમકે મારા માટે તો તમારી પાસે બેસવું એ જ મુખ્ય આનંદ હશે. ક્યારેક હું ભોજન લેવાની ના પાડું તો આગ્રહ ના કરતા કેમ કે મોટી ઉંમરે ભૂખ ઓછી થાય છે. હું અશક્ત બની જાઉં અને સરખી રીતે ચાલી ન શકું તો મેં તમને પા પા પગલી ભરતાં શીખવ્યું હતું તેરી યાદ કરીને મને હાથ પકડીને ચલાવજો. ક્યારેક શારીરિક કે માનસિક આ વ્યાધિને લીધે હું કહું કે મારે મરી જવું છે તો ગુસ્સો ન થતા. મારી મર્યાદાઓ અને લાચારી ને તમને કદાચ ભવિષ્યમાં સમજાશે. હું શેના માટે જીવી રહ્યો છું તે જાણીને મારી સાથે સમજીને વર્તન કરશો તો મારું દુઃખ ઓછું થશે. મને સહાય કરીને મારું જીવન પ્રેમથી પૂરું કરવામાં સહાય કરશો.

લિખિતંગ 

આપનો પિતાજી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy