ધારા ક્રિએશન
ધારા ક્રિએશન


હાશ આજે કામ જલ્દી પતી ગયું" સપના બોલી. " હા મમ્મી,જુઓ ને પ્રતિક અને પપ્પા નું ટિફિન થઈ ગયું અને તેઓ પોતાની જોબ પર ટિફિન લઈને પણ ગયા. " ધારા બોલી. " ધારા, તું ફ્રેશ થઈ ગઈ?"
"હા, મમ્મી , હવે હું આપણા માટે ચા અને સેન્ડવીચ બનાવી લાવું. ત્યા સુધી તમે આરામ કરો. " ધારા બોલી.
" હા,પણ હું મારા વોટ્સએપ સ્ટેટસમાં આપણે જે નવી કુર્તી ઓ અને ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ લાવ્યા છીએ તે સ્ટેટ્સમાં મુકીશ અને મારા વોટ્સએપ ગ્રુપમાં સારા સારા ડ્રેસ ના પિક્ચર્સ પણ મુકીશ. "
"ઓકે મમ્મી, હું પણ ચા નાસ્તો કરી ને મારા સ્ટેટ્સમાં અને કીટી પાર્ટી ગ્રુપ, અને એક્ઝિબિશનમાં નવા પિક્ચર્સ મુકીશ. "
ધારા અને પ્રતિકે લવ મેરેજ કરેલા છે. લગ્ન ને એક વર્ષ થવા આવ્યું. ધારા નવી ફેમેલીમાં દૂધમાં સાકર ભળે તેવી રીતે મળી ગઈ હતી. ધારા એ ફેશન ડિઝાઈનનો કોર્ષ કર્યો હતો. અને પોતાના પતિ,સાસુ સપના અને સસરા શશાંક ભાઇ ને પુછીને ઘેર બેઠા તૈયાર કુર્તી ઓ અને ડ્રેસ વેચાણ માટે નાના પાયે બિઝનેસ ચાલુ કર્યો હતો. તેમજ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ જાતે બનાવી ને સેલ કરતી હોય છે. તેણે "ધારા ક્રિએશન " નામનું પોતાનું બેનર પણ બનાવ્યું હતું.
સાસુ સપના પોતાની વહુ ધારા ને મદદ કરતા હતા. આમ તો કહેવાના સાસુ વહુ પણ પોતાની દિકરી ની જેમ રાખતા હતા. સપના અને શશાંક છેલ્લા ૨૦ વર્ષ થી સેટેલાઇટ અમદાવાદ ના પ્રેરણાતિર્થ એરીયામાં ૩ બીએચકે વાળા ફ્લેટમાં રહે છે. શશાંક મિકેનિકલ એન્જીનીયર છે અને ચાંગોદર એક મોટી કંપનીમાં જોબ કરે છે. પ્રતિક તેમનો એક નો એક દિકરો પણ મિકેનિકલ એન્જીનીયર છે જે સાણંદ પાસે એક કંપનીમાં જોબ કરતો હોય છે. બંને ધારા ના નવા બિઝનેસમાં પ્રોત્સાહન આપતા હોય છે.
" ધારા,આપણે કેકે ઇવેન્ટ ના રાજપથ ક્લબ ના એક્ઝિબિશનમાં સ્ટોલ બુક કરાવ્યો છે. તેની તારી તૈયારી કરી લીધી?" " હા મમ્મી,બે દિવસ પછી એક્ઝિબિશન છે. આજે તૈયાર કુર્તી ઓ,ગાઉન વેપારી પાસેથી આવી જશે. મારે વાત થઈ ગઈ છે. અને હા, મેં 50 નંગ ચણિયા ચોળી અને ગાઉન અને ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસ નવી ડિઝાઈન ના બનાવી દીધા છે. "ધારા બોલી. " ધારા, આપણે ઓમ સિલેક્શનમાંથી બનારસી ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસ મટિરિયલ લાવ્યા હતા તેનું શું કર્યું?. " મમ્મી, આપણે જે ૧૦ બનારસી ડ્રેસ મટીરીયલ ઓમ્ સિલેક્શનમાં થી લાવ્યા હતા તેની ચણિયાચોળી અને ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ બનાવી દીધા છે. બહુજ સરસ અને સુંદર દેખાય છે."
" સરસ બેટા, તું બહુ જ મહેનત કરે છે. તારુ કામ બહુ ચિવટ વાળું છે. " સપના બોલી.
આજ થી રાજપથ ક્લબમાં એક્ઝિબિશન છે. સપના અને ધારા એ પોતાનો સ્ટોલ સરસ રીતે ગોઠવી દીધો. બપોરે સારા એવા વિઝીટર્સ આવ્યા. ધારા ક્રિએશન ના ડીઝાઈનર ડ્રેસ ના લોકો વખાણ કર્યા. પહેલા દિવસે એવરેજ selling થયું. ઘરે આવી ને સપના ધારા ના વખાણ કરે છે અને કહે છે," ધારા તારા ડીઝાઈન ને લોકો પસંદ કરે છે. અને હા વકરો કેટલો થયો? ભાડું નિકળે એમ લાગે છે?". " મમ્મી,વકરો સારો છે. પહેલા દિવસ ના વકરા થી આપણું ભાડું નિકળી ગયું. અને હા આપણે જે ઓમ સિલેક્શનમાં થી બનારસી ડ્રેસ મટીરીયલ લાવ્યા હતા તેની ચણિયાચોળી બનાવી હતી એમાં થી આજે બે નું વેચાણ થયું. દસ બનારસી મટીરીયલ ના રુપિયા નિકળી ગયા. હવે કાલે જોવાનું રહ્યું. ". " સારું સારું,હવે તું આરામ કર. "
બીજા દિવસે એક્ઝિબિશનમાં સારી એવી ભીડ થઈ. ધારા ને લગ્ન માટેની ચણિયાચોળી ના દસ ઓર્ડર મલ્યા. જે દસ દિવસમાં બનાવી ને ડિલીવરી કરવાની છે. બપોરે એક આધેડ વય નું કપલ આવ્યું. ભાઈ તો સપના ને ટગર ટગર જોવા લાગ્યા. અને બોલ્યા," માફ કરજો ,પણ શું તમારું નામ સપના છે?" સપના ને નવાઈ લાગી અને કહ્યું," હા બોલો શું લેવાનું છે તે ડ્રેસ બતાવું."
હવે પેલા ભાઈ બોલ્યા," સપના મને ના ઓળખ્યો? હું અશોક, કોલેજમાં આપણે સાથે હતા. ". હવે સપનાં ને યાદ આવ્યું " હા, હા,યાદ આવ્યું. પણ કોલેજ કરી ને તો તું અમેરિકા ગયો હતો. ને આ તારા wife છે?". " હા, હું અમેરિકા ગયો હતો પણ દસ વર્ષમાં પાછો આવ્યો. ને હમણાં બે વર્ષ થી અમદાવાદમાં રહું છું. ને આ મારી પત્ની રીના છે. એને ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ લેવા છે. સારા હોય તે બતાવ. " સપના અને ધારા એ એક એક થી ચડિયાતા ડ્રેસ બતાવ્યા. અશોક અને રીના એ પાંચ ડ્રેસ પસંદ કરી ને લીધા. અને પેમેન્ટ કરી દીધું. અશોક બોલ્યો,"આ તારી વહુ છે? બહુ જ સરસ ડ્રેસ બનાવ્યા છે. આવતા મહિને મારે ચાર ડ્રેસ લેવા ના છે. તારુ વિઝીટિંગ કાર્ડ આપ એટલે તારો કોન્ટેક્ટ કરી શકું. અને હા સાંભળ્યું છેકે અહીં બનારસી સાડી ઓનો પણ સ્ટોલ છે. ક્યો છે? મારી રીના ને બનારસી સાડીઓ બહુ ગમે છે . ચાર પાંચ લેવાની છે. " સપના એ જવાબ આપ્યો," હા બનારસી સાડીઓ અને બનારસી ડ્રેસ મટીરીયલ નો સ્ટોલ છે. બહુ જ સરસ સાડીઓ અને મટીરીયલ છે. ઓમ સિલેક્શન નામ છે. અને ઓનર સિનિયર સિટીઝન કપલ છે. એમને મારું નામ આપજો તો સારું ડિસ્કાઉન્ટ કરી આપશે. " " થેન્ક યું સપના. " આમ કહી ને અશોક અને રીના બીજા સ્ટોલ બાજુ ગયા.
" મમ્મી તમે તો આજે પચાસ હજાર નો માલ નું વેચાણ કરી આપ્યું. માની ગયા મમ્મી તમને. " " બસ બસ હવે ,વધુ ના બોલ," " શું મમ્મી તમે પણ. . . . . . . મમ્મી એક વાત પુછુ . " " હા ,હા બોલ". " આ અશોકભાઈ અને તમે કોલેજમાં સાથે હતાં તો કંઈ. . .. પ્રેમ જેવું. . . . . . ". " ના રે ના પ્રથમ નજર નો પ્રેમ તો પ્રતિક ના પપ્પા સાથે થયો હતો. જ્યારે હું SSCમાં હતી ત્યારે જ્ઞાતિ ના મેળાવડામાં તેમને જોયા હતા ત્યારે જ મનોમન પ્રેમ કરતી થઈ. કોલેજ કર્યા પછી વડિલો ની આજ્ઞાથી લગ્ન થયું હતું. અને આ અશોક તો કોલેજમાં વેદિયો હતો. ફક્ત મિત્રતા હતી.
" એક્ઝિબિશન પછી ઘરે બંને જણે વેચાણ અને વકરો નો હિસાબ કર્યો. સારો એવો નફો થયો. સાથે સાથે ૨૫ નવા ડ્રેસ નો ઓર્ડર પણ મલ્યો. " મમ્મી બનારસીમાં થી ૧૦ ડ્રેસ બનાવ્યા હતા તેમાં થી ૯ નું વેચાણ થયું. લોકો ને બહુ ગમ્યું. " ધારા બોલી. " તો પછી આ દસમો ડ્રેસ ધારા તું લઈ લે. " " ના ના , મમ્મી,આ મારા ફીટીગ નો નથી પણ તમને સરસ આવી જશે. " અને સપના એ ડ્રેસ રાખી લીધો. હવે મે મહીના નું વેકેશન એટલે ધારા અને પ્રતિકે ગોવા ફરવા માટે નક્કી કર્યું. " મમ્મી તમે પણ અમારી સાથે ચાલો . " ધારા બોલી. " ના, તમે એન્જોય કરો. હવે અમારી ઉંમર થઈ. અમે ઉજ્જૈન મહાકાલ અને ઓમકારેશ્વર દર્શન કરવા જઈશું. ". "શું મમ્મી તમે પણ,હજુ પણ તમે નમણા અને સુંદર દેખાવ છો. " અને ધારા અને પ્રતિક ગોવા એક વીક માટે ગયા. બીજા દિવસે શશાંક અને સપના ઉજ્જૈન, ઓમકારેશ્વર દર્શન કરવા ગયા.
સપના અને શશાંક દર્શન કરી ને એક દિવસ પહેલા આવી ગયા. અને બીજા દિવસે મેન્ટલ હેલ્થ સ્કૂલમાં ગયા. અને તેમણે ડોનેશનમાં ₹૧૫૦૦૦ આપ્યા. જેવા સ્કૂલમાં થી બહાર જવા જાય છે ત્યાં તેમણે ધારા અને પ્રતિક ને જોયા. બોલ્યા " તમે અહીં? કેમ જલ્દી પાછા આવી ગયા?. " ધારા બોલી," અમે એક દિવસ વહેલા આવી ને તમને સરપ્રાઈઝ આપવાના હતા. પણ ઘરે તાળું જોયું બીજી ચાવી થી ઘર ખોલી ને ફ્રેશ થયા. પ્રતિકે કહ્યું મમ્મી દર વર્ષે સ્કુલમાં ડોનેશન આપે છે આપણે પણ જે એક દિવસ ની બચત થઈ તે રકમમાં બીજા ઉમેરી ને ₹ ૫૦૦૦/- ડોનેશન આપીને આવીશું. ". " વાહ મારો પ્રતિક અને ધારા તમે બંને શાણા અને સંવેદનશીલ છો. ".
" પણ મમ્મી તમે બનારસી ડ્રેસ લઈ નહોતા ગયા. " ધારા બોલી. હવે સપના એ કહ્યું" તમે ગયા પછી એક કસ્ટમર આવ્યો હતો. તેને બનારસી ડ્રેસ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ ગમી ગયો તેના ₹૧૦૦૦૦ આવ્યા. બીજા બે ડ્રેસ નો ઓર્ડર આપ્યો છે. અમે તે રકમમાં બીજા ₹૫૦૦૦ ઉમેરી ને ₹૧૫૦૦૦ નું ડોનેશન આપી આવ્યા. "અને હા ઓમ સિલેક્શનમાં થી ૧૨ બનારસી ડ્રેસ મટીરીયલ નો ઓર્ડર આપી દેજે. તેમા થી એક મારા માટે અને બીજો તારા માટે નવી ડિઝાઇન નો ડ્રેસ તૈયાર કરજે. " " વાહ મમ્મી વાહ, મમ્મી હોય તો તમારા જેવી" એક સાથે ધારા અને પ્રતિક બોલ્યા.