Nikunj Patel

Drama Crime Thriller

3.4  

Nikunj Patel

Drama Crime Thriller

ધ લિફ્ટ

ધ લિફ્ટ

7 mins
334


કેમ છો તમે બધા ? આશા કરું સારાં જ હશો. હું છું તમારો ડિટેકટિવે રૉય, મારી લાઈફમાં મારો એક જ દોસ્ત છે જે ક્યારે મારો સાથ નથી છોડતો, જે છે મુશીબત. હંમેશા પાછળ પાછળ ફરે.

હવે તો ઈન્સ્પેક્ટર અર્જુન પણ કહે હંમેશા તું જ્યાં જાય ત્યાં જ હ્રૈમ થાય, હવે તો મેં પણ એ માની લીધું છે. હમણાં સુધી ઘણાં કૅસ સોલ્વ કર્યા પણ અમુક એવા પણ હોય જે યાદ રહી જાય, મને હજુ પણ એ કૅસ યાદ છે,

એ પણ ટક્કર આપે તેવા કાતિલના લીધે, એ કેસને મેંનામ આપ્યું છે "ધ લિફ્ટ" .

તે દિવસે હું મારી ફ્રેન્ડ સાથે એક બોવ મોટા (પેઇન્ટિંગ પ્રદર્શન)માં ગયો હતો, જેમાં જવાની મારી બિલકુલ ઈચ્છા ન હતી, પણ છેને એક દેવીજી મારી લાઈફમાં જેને પેઇન્ટિંગ નો ગણો શોખ છે, એટલે મારે એની સાથે જવું પડ્યું.

(દર્શન આર્ટ એક્સહિબીશન )

"દેવીજી, તને આમાં શું સમજ પડે, કેટલા સમયથી આ પેઇન્ટિંગ જોયા કરે છે" મેં કંટાળીને શાચીને પૂછ્યું.(અરે કહેવાનું રહી ગયું દેવીજી શાચીનું લાડકુંનામ છે બધામિત્રો તેને એ જનામથી બોલાવે કારણકે બોવ સલાહ આપે મૅડમ...પણ તે સલાહ મદદ રૂપ હોય છે ક્યારેક)

"તું ચૂપ રે ચાંપલા.., શાંતિથી ઉભો રે, તને સમજના પડે..સમજદાર લોકોને જ સમજ પડે આ પેઇન્ટિંગ શું કહેવામાંગે છે, એમ પણ તને કઈ પલ્લેની પડે.." 

"ઓય દેવીજી, તું શું કહેવામાંગે છે, હું મૂર્ખ છું, તને ખબર છેને હું ડિટેકટિવ રોય છું મારાથી કઈ ન છુપાઈ "મેં પણ એટ્ટીટ્યૂડ સાથે જવાબ આપી દીધો અને ત્યાંથીનીકળી હું આજુબાજું ફરવા લાગ્યો.

અને થોડીવાર રહી મંચ પર એક માણસ આવ્યો.

"ઓય દેવીજી, આ કોણ?"

"આ ફેમસ પેઈન્ટર તરંગ...જેણે અહીં મુકેલી બધી પેઇન્ટિંગ બનાવી છે, " 

"અચ્છા, આ નોટ છે જેના લીધે મારી ઉંગ ખરાબ કરી અહીં આવું પડ્યું "

{સ્પીચ :

હેલ્લો, લેડીસ એન્ડ જેન્ટલ મેન, તમે અહીં આવ્યા તેના માટે તમને સૌને દિલથી આભાર, મનેનાનપણથી મારા વિચારોને બીજા લોકો તરફ ચિત્રો સાથે પોંહચાડવાનું ખુબ ગમે છે, આજે તમે જે આ બધાં ચિત્રો જોયાં રહ્યાં છો તેમાં પણ કંઈક મારા વિચારો છે જે હું કહેવા આવ્યો છું, અમુક ચિત્રના જાણકારને ખબર તો પડી ગઈ હશે, છતાં હું કહું છું.

"તને ખબર પડી કઈ ? દેવીજી, કે એમ જ જોઈ જોઈને ડોકું હલાવતી હતી "

(મારા આ વાક્યોથી દેવીજીની ક્રોધથી ભરી આંખો એ મારા પર પ્રહાર કરવાનીકળી હોઈ એવું લાગ્યું.)

મારા આ બધાં ચિત્રો એક જ વસ્તુ કહેવામાંગે છે એ છે સ્ત્રીઓની કાર્ય સંમતા, એમનું ટેલેંટ જે લોકો સમજી નથી શકતા, એમને દબાવી રાખે છે, જે ઘણીવાર લગ્નઃની જંજીરથી બાંધી રાખે છે અને આગળ વધવા નથી દેતું તેજ આ ચિત્રોમાં દર્શાવ્યું છે .

ટાળીઓના અવાજથી આંખો હૉલ ગૂંજવા લાગ્યો }

"ઓય, દેવીજી પેલી અપ્સરા કોણ છે ? જે તરંગની પાછળ ઉભી છે, અને તિરછી નજરે એને જોઈ રહી છે "

"એ એની સેક્રેટેરી રિચા છે, એમ તો એની ઇન્ટર્ન છે જે એનીનીચે કામ કરી બધું શીખી રહી છે, અને તું અહીં ચિત્રો જોવા આવ્યો કે અપ્સરાને નિહારવા "શાચી ટૉન્ટ મારવા લાગી.

તરંગ સ્ટેજ પરથીનીચે ઉતરે છે, રિચા તેને શરબત નો ગ્લાસ આપે છે.

"ચલ, એની પાસે ઓટોગ્રાફ લેવા..." આટલું કહી મને દેવીજી ખેંચીને લઇ ગઈ.

"હેલ્લો સર, હું શાચી, બૉવ મોટી ફેન છું, મને તમારો ઓટોગ્રાફ જોઈએ છે "આટલું કહેતા દેવીજી એ બેગમાંથી એક બુક કાઢી ઑટોગ્રાફ લેવા લાગી.

તરંગ એ મારી તરફ જોયું અને તરત પૂછ્યું.

"મેં તમને ક્યાંય તો જોયા છે પણ યાદ નથી આવતું "

મેં તરત એમનાં બૅગની બહાર રોલ કરેલા ન્યૂઝ પેપર તરફ ઈશારો કરીને કહ્યું 

"તમે મને આમાં જોયો હશે, time of Indiaના page no. 4 જમણી બાજુના ખૂણામાં...મારાનામના આર્ટિકલમાં ફોટો જોયો હશે, હું છું ડિટેકટિવ રૉય "

મારુંનામ સાંભળતા જ રિચાનાં ચહેરાના ભાવ બદલાય ગયાં, એ કંઈક ચિંતામાં મુકાઈ ગઈ હોઈ એવું લાગ્યું,

"ઓ..તમે છો mr.રૉય ઘણું સાંભળું છે તમારા વિશે.."

એટલામાં તરંગને એક કોલ આવે છે "હા, હું થોડી વારમાં આવું છું, ઉપર ઓફિસમાંથી ડોક્યુમેન્ટ લઈને આવું "

"રિચા પેઇન્ટિંગ રૂમમાંથી પેલી બે પેઇન્ટિંગ લઇ લેજે & દવા પણ લઇ લેજે ખબરની અચાનક માથું દુખવા લાગ્યું છે,

ok, mr.રૉય મારે જવું પડશે મિટિંગ છે હમણાં..સારું લાગ્યું તમને મળીને..તમને enjoy કરો "

આટલું કહી તરંગ અને રિયાનીકળવા લાગે છે, પણ મને નવાઈ એવાતની લાગી કે રિચા અલગ લિફ્ટમાં ગઈ.

થોડીવાર અમે ત્યાં જ ફરી રહ્યાં હતાં.ત્યાં જ રિચા લિફ્ટથીનીચે આવે છે અને કોઈને કોલ કરી રહી હોય છે, એટલે મેં ત્યાં જઈને પૂછ્યું.

"શું થયું મિસ.રિચા, કોનો વેઇટ કરો છો ?"

તેના ચહેરા નો ભાવ પાછો બદલાઈ ગયો એટલે મેં કહ્યું 

"તમે મને જોઈને શું થાય છે ?"

મારી નજર એના લટકાવેલા મોટા બૅગ પર પડી,

"બૉવ ભારી લાગે છે "

મારા કહેતા જ તેમણે વધારે જોરથી બૅગ જક્ડયું અને કહ્યું

"હું તરંગ સર નો વેઇટ કરું છું, ઘણાં કોલ પણ કર્યા, પણ રિસ્પોન્સ ન આવ્યો "

ત્યાં એની નજર લિફ્ટના બટન પર પડી "આ લિફ્ટ 7th ફ્લોર પર કેમ અટકી ગઈ છે ?, સેક્યુરીટી..."

અમે બધાં 7th ફ્લોર પર જવા માટેનીકળ્યા, રિચા જોરમાં ચીખવા લાગી.

ત્યાં તરંગની લાશ પડી હતી, છાતીમાં ખંજર ગોપ્યું હતું લાશ વચ્ચે હોવાથી લિફ્ટ બંધ થતી ન હતી, મેં તરંગની બોડી તરફ જવા લાગ્યો ત્યાં રિચા પાછળથી બોલી ઉઠી "નીચે કોઈના ફૂટ પ્રિન્ટ્સ છે "

મારી નજર ફ્લોર પર પડી ત્યાં કોઈના બુટના નિશાન હતાં, કોઈ પણ આટલું જલ્દી નોટિસ ન કરી શકે જયારે એને આટલો મોટો શોક લાગ્યો હોઈ એટલે મને રિચા ઉપર શક થવા લાગ્યો, મેં શાચીને ઈન્પેક્ટર અર્જુનને જાણ કરવા કહ્યું.

અર્જુન ત્યાં આવ્યો અને મને જોતા જ બોલ્યો "mr.રૉય તમે અહીં પણ, તમને જોઈને સવાલ થાય, તમે જ્યાં હોવ ત્યાં ક્રાઇમ થાય જ એવું કેમ ?"

મેં અર્જુનને કહ્યું "આનો જવાબ તો મેં પણ શોધું છું, તમને મળે તો જાણ કરજો, હમણાં તો સવાલના જવાબ શોધવા કરતા આ કૅસ વધારે જરૂરી છે, તો એના પર ધ્યાન આપ્યે "

અર્જુન બધું જોવા લાગ્યો "આ ફુટ પ્રિન્ટ્સ કોઈ મોટા વ્યક્તિના લાગે છે અને આ દરવાજા તરફ જાય છે, તરંગ જયારે આવ્યો ત્યારે જ તરત કાતિલ એના ઉપર હુમલો કર્યો અને કાતિલ મર્ડર કરી અહીંથી જ ભાગ્યો હશે, સેક્યુરીટી આ રસ્તો ક્યાં જાય છે ?"

"સર, આ fire exit છે જેનીચે ગ્રાઉન્ડ ફ્લોર પર જાય છે"

અર્જુનની વાતથી મારુ મન સહમત ન હતું, મને કંઈક અલગ જ લાગતું હતું આ ફક્ત દેખાવ માટે હતું એવું લાગતું હતું.

કારણકે લાશનીચે સીધી પડી હતી, પીઠના ભાગે સૂતી હતી, જે પોસિબલ નથી જો વાર કર્યો હોઈ તો બોડી લિફ્ટની અંદર હોવી જોઇએ નઇ કે બહાર એ પણ વિપરીત દિશામાં પડેલી કાતિલે લાશને ફેરવી છે અને બીજી વાત નવાઈની એ લાગી કે ફુટ પ્રિન્ટ્સ ઘણા નજીક નજીક હતાં, જો કાતિલ ભાગ્યો હોઈ તો તેમનાં વચ્ચેનું અંતર વધારે હોવું જોયે, આવા ઘણાં સવાલો ફરતા હતા જેનાં જવાબ માટે હું 10th ફ્લોર પર જવાનીકળ્યો જ્યાં પેઇન્ટિંગ રૂમ છે.

ત્યાં મેં જોયું લિફ્ટના ડોર પાસે ફૂલની પાંખડી પડી હતી જે તરંગના હાથમાં પકડેલા બૂકેનું લાગતું હતું.

મેં બધું ફરી એકવાર બધું ચેક કર્યું અને મને હવે બધું ખબર પડવા લાગી, એટલે મેં ફરી એક વાર બધા ને 7th ફલોર પર બોલાવ્યા,

"અર્જુન કાતિલ આપણી વચ્ચે જ છે, આ બધું દેખાવા માટે છે આ ફૂટ પ્રિન્ટ્સ, fire exitના ડોરનું તૂટેલું તાળું..બધું જ દેખાવા માટેનું હતું, બરાબર કહ્યુંને મિસ રિચા "

રિચા તરત જ બોલી ઉઠી "તમે શું કહેવામાંગો છો કે મેં મર્ડર કર્યું છે તરંગ સરનું "

"હા, જે હું સાબિત પણ કરીશ, પહેલા મર્ડર કેવીરીતે થયું તે જોઈએ, રીયલમાં મર્ડર 7th ફ્લોર પર નહીં 10th ફ્લોર પર થયું છે "

"આ કેવીરીતે થઇ શકે ?" અર્જુન તરત બોલ્યો 

"10th ફ્લોર પર બુકેના ફૂલની પાંખડી મળી છે જે તરંગના હાથમાં હતું, એના સબૂત તમને 10th ફ્લોર પર મળી જશે, રિચા એ તરંગ તો નંબર ડાયલ કરી રાખ્યો હતો તરંગ અને રિચા એ સરખાં સમયે લિફ્ટમાં ગયાં હતા, તરંગ 7th ફ્લોર પર બહારનીકળ્યો ત્યારે જ રિચા એ કોલ કરી તેને કામના બહાને 10th ફ્લોર પર બોલાવ્યો હશે અને ત્યાં એનું મર્ડર કર્યું, બોડીને ફેરવી દરવાજાના સહારે મૂકી દીધી, તરંગ પોતા નો બચાવ ન કરી શકે એના માટે રિચા એ તેને ઉંગની દવા શરબતમાં આપી જે તરંગે પોતાની સ્પીચ પછી પીધું હતું, બોડીને ગોઠવવા તેણે લિફ્ટના બટન પર કંઈક ટેપ વડે ચોંટાડ્યું જેથી લિફ્ટ નો દરવાજો બંધ ન થાય, પછી બીજી લિફ્ટ વડે 7th ફ્લોર પર ખોટા નિશાન બનાવ્યાં, અને પછીનીચે આવી તરંગના વેઇટ કરવા લાગી "

"સ્ટોરી, તમારી સારી છે તમારે તો writer બનવું જોઈએ, ખોટી ફિલ્ડમાં આવી ગયા, સબૂત શું છે તમારી પાસે "રિચા એ પોતાના બચાવમાં કહ્યું 

"thanks, પણ આ સ્ટોરીને હકીકત કરું તમને આ બધા સબૂત છુપાવવા નો ટાઇમ તોમાંડ્યો ન હશે અને અહીં સંતાડવા જેવી જગ્યા નથી સિવાય તમે લટકાવેલાં મોટા બૅગને છોડીને "

રિચાનું બૅગ ચેક કરવામાં આવ્યું તેમાંથી ખંજર, હાથના મોજા અને મોટા બુટ મડ્યા. 

"હવે બોલી દો મિસ રિચા, તમે આ કેમ કર્યું ?"

"હાઁ, તમે જેમ કહ્યું બધું સાચું છે, મેં ખૂન કર્યું છે તરંગ નું...કેમ ન કરું, મારી idea લઇનેનામ કમાવી રહ્યો હતો મને એનું જરાં પણ ક્રેડિટ ન આપ્યું તમે આ જે પેઇન્ટિંગ જોઈ રહ્યા છો તે બધી મારી છે, આના વિચારો પણ મારા છે...મેં તેનો વિરોધ પણ કર્યો પણ તેણે મને અને મારા પરિવારને મારવાની ધમકી આપી, ત્યારથી મેં વિચારી લીધું હતું એને આજના દિવસે જ મારીશ "

રિચાના બયાનના આધારે અને સબૂત જોઈ અર્જુન રિચાને હથકડી પહેરાવી લઇ ગયો.

"દેવીજી, કોઈ મને કહેતું હતું સમજ જોઈએ એવું કંઈક "

"હા અવે, ચાંપલા...બોવ મોટી ટોપ ફોડી એમાં..મને તો પહેલાથી ખબર હતી રિચા એ કર્યું છે આ બધું "

"અચ્છા, એ કેવીરીતે જણાવશો મને "

"છોકરી છુંને એટલે બીજી છોકરીઓ જોઈને જ કહી દવ કે આ કેવી છોકરી છે "

"ચલ, ચલ હવે કઈ પણ બોલશેને હું માની લવ"

"સાચે...જા નઈ માન...ચલ ભૂખ લાગી છે શરબત સિવાય કઈ નથી ગયું પેટમાં "  


Rate this content
Log in

Similar gujarati story from Drama