બધાની પોત પોતાની મુશ્કેલી
બધાની પોત પોતાની મુશ્કેલી
મિત્રો તમનેHello, મિત્રો તમને અને તમારા પરિવારને મારા તરફ થી happy મકરસંક્રાંતિ અને safe મકરસંક્રાંતિ.
આ કહાની નથી એક સાચી ઘટના છે જે મારા સાથે થઇ છે.
14/1/2009
ચારે બાજું ઉતરાયણ નો રંગ જામેલો હતો, બધા ટૅરેસ પર પતંગ ચગાવતા હતા, આખુ આકાશ રંગબેરંગી પતંગો થી ભરેલું હતું , મમ્મી સાથે મળી લાડુ બનાવી રહ્યા હતા, મમ્મી ગરમ ગરમ મિશ્રણ લઈને ને તેને ગોળ ગોળ લાડું બનાવતી હતી, તે જોઈ મને મોં માં પાણી આવી ગયું, મેં હાથ લગાવ્યો ત્યાં જ જોર માં હાથ માં પડી.😐
મમ્મી :હજું મંદિર માં મુકવાના બાકી છે 😒
હું ગુસ્સા માં ત્યાં થી નીકળી ગયો, (મન માં બોલવા લાગ્યો :તહેવાર માં પણ બોલ્યા કરે છે,એક દિવસ સારો ની જાય, ખબર ની કદાચ એમને એવું લાગતું હશે જ્યાં સુધી નિકુંજ જે ગાળ ન આપું ત્યાં સુધી મારો દિવસ ચાલુ ન થાય )
ત્યાં થી નીકળી હું દુકાન માં ગયો પપ્પા પાસે, તેજ મારી મોટી ભૂલ હતી, કારણકે જેવો ત્યાં ગયો ત્યાં જ તહેવાર માં 1-2કલાક દુકાન માં ડ્યુટી લાગી ગઈ 🙄
હવે વધારે સહેવાયું નહિ એટલે ટૅરેસ ભાઈ લોકો સાથે જઈ ફોટો પડાવવા લાગ્યો અને લાડું ખાવા લાગ્યો.
ખૂબ મજા કરી, પછી બપોર પડતા પવન ધીમો થયો અને તડકાં ના લીધે છેવટે કંટાળી નીચે આવી ગયો,
નીચે આવતા જ પપ્પા કશે જતા હતા, એટલે મેં પણ જવા ની જિદ્દ કરી જવા માટે, પણ મમ્મી પપ્પા એ ના પડી બહાર દોરા એવું હશે છતાં મેં સ્કૂટર ની આગળ ઉભો રહી ગયો, પપ્પા પણ મને લઈને નીકળી ગયા,
રસ્તા કાપતા-કાપતા પપ્પા સાથે વાતો કરતા-કરતા અમે જવા લાગ્યા ઠંડો પવન મારા ગાલ ને સ્પર્શી ને જતો હતો, રસ્તા માં ગણા બધા મંજા ઘસવાવાળા અને પતંગો ની લારી વારા આવતા હતા, પણ થોડાક જ સમય માં ત્યાં થી એક પતંગ કપાઈ ને પડ્યો, પતંગ નો દોરો મારા ગર્દન પર હતો અને ગાડી પણ ચાલી રહી હતી, મારી ગર્દન પર ચીરો પાડવા લાગ્યો તે હજું લાંબો થઇ અંદર તરફ જવા લાગ્યો પપ્પા એ મારી ચીખ સાંભળી તરત ગાડી ધીમી કરી અને ઉભી રાખી, પપ્પા એ દોરો જેમ તેમ કરી તોડ્યો, એ દોરો કરતા પ્લાસ્ટિક વધારે લાગતું હતું, તે ને લોકો ચાઇનીસ દોરી કહેતા હતા.
પપ્પા મને લઈને ઘરે આવ્યા, મને કપાયો એના કરતા વધારે મમ્મી એ મને જોયો એટલે તરત એક વાટકી માં તેલ અને હરદર મિક્સ કરી અને ડાબી ને મારી ગર્દન પર લગાવી, ખબર ની કયા જન્મ નો બદલો લેતા હતા બોવ ખરાબ ચચરતું હતું આજ સુધી યાદ આવે છે, એક બાજું તેમના હાથ મારી ગર્દન પર લેપ લગાવી રહ્યા હતા બીજી બાજું તેમનું મોં ચાલુ non stop.. ભાઈ બહેન સાઈડ પર ઉભા રહી મારી આ હાલતની મજા લઈ રહ્યા હતા, ત્યારે મને લાગ્યું કેવી મમ્મી છે, આવી હાલતે પણ ગાળ આપે છે
મમ્મી :હજું જા ફરવા, કીધેલું ન જા.. પણ મહારાજને તો નીકળી જ પડવું છે, અધૂરિયા જીવ જેવો, કશે પાછળ નહી પડવું.
ભાઈ બહેન જોઈ ને હસી રહ્યા હતા, મારવા નું મન થયું બંને ને પણ બંને મારા કરતા મોટા એક મૂકે એટલે મારે સાઈડ પર બેસી જવું પડે 🙄😐
પછી શું થોડી ગાળ પપ્પા એ પણ ખાધી મારા લીધે, પપ્પા નો હાલ એક દમ ખરાબ થઇ ગયો, થોડી વાર હજું ચાલતે તો મને અમના મમ્મી નો દશમો અવતાર દેખાતે સિરિયલ ની જેમ, છ હાથ, બધા માં શસ્ત્રો, બેલન, જાળું, થાળી,.. માથે એક ચક્ર..
આ ઘટના પછી હું બાલ્કની માં બેસી ગયો, ત્યાં એક કબૂતર આવ્યું તેના પાંખ માં વાગ્યું હતું મેં પપ્પાને બૂમ પડી પપ્પા એ તેના પાંખ માંથી દોરો કાઢ્યો અને કોઈ ને call લગાવ્યો, હું કબૂતર ને જોતો જ રહી ગયું એની ભીની આખો મને મારી સવાર ની ઘટના યાદ અપાવવા લાગી,
ત્યાં એક બીજું કબૂતર આવ્યું તે આજુ બાજું ફરવા લાગ્યું, જોઈને લાગ્યું તે તેની મમ્મી છે, અને તેને પણ મારી જેમ ગાળ આપે છે, તેમના બંને હું ખોવાઈ ગયો જાણે હું તેમની વાત હું સમજવા લાગ્યો એવો આભાસ થવા લાગ્યો
(મમ્મી :તને કેટલી વાર કીધું જોઈ ને ઉડ, પણ ના મહારાજા ને આગળ જ ઉડવું છે, લાઈન માં તો ઉંડાઇ નહી 😤 હવે શુ ભૂગત,
કબૂતર :sorry, હું હવે લાઈન માં પપ્પાની પાછળ જ ઉડીશ
મમ્મી :આજે ઉતરાયણ છે, આજે બધા માણસો પતંગ ચગાવે એટલે એમની દોરી થી બચી ને રહેવું, એમની દોરી સાડી નહી પરંતુ કાચ વાળી હોય છે તેવો બીજા ની પતંગ કાપવા માટે પાક્કી દોરી નો માંજો ઘસાવે, એ વાત અલગ કે પતંગ કરતા આપણા પરિવાર જનો ઘણા કપાઈ છે, આજ ના દિવસે જ તારા દાદા નું આવસાન થયેલું એમની પણ પાંખ કપાઈ ગઈ અને નીચે પડ્યા અને આવસાન થઇ ગયું
કબૂતર :તો મમ્મી આપણે શું કરી શકીએ
મમ્મી :આપણે કઈ જ ના કરી શકીએ, આપણે તો બસ દયાન થી ઉડવાનું, જે કરવાનું તે આ માણસો એ કરવાનું.. દર વર્ષ આપણા પરિવાર ના કરોડો અવસાન પામે છે, એ પણ એક જ દિવસે..
કબૂતર :આ બધા લોકો ખરાબ છે
મમ્મી :ના, એવું નથી બધા એવા નથી અમૂક સારા લોકો પણ હોય છે, જો હવે થોડી વાર માં તારા ઈલાજ માટે આવશે, આ તો અમૂક જ નાસમજ છે જે તહેવાર ના મજ્જા લેવામાં એટલા ખોવાયેલ હોય છે કે તેમને કંઈક ભાન જ નથી હોતું, જેવું તને દયાન ન હતું ઉડવા માં 😒)
નિકુંજ ઓ નિકુંજ જા એક રૂમાલ લઈને આવ મમ્મી એ કહ્યું ત્યાં કોઈ માણસ આવ્યો હતો તેના હાથ માં દવાઓ અને કાપડ ની પટ્ટી હતી, તેને કબૂતર ને પકડ્યો તેનું લોહી સાફ કરી દવા લગાવી અને પટ્ટી કરી પછી તે તેને પીંજારા માં મુક્યો, મેં પપ્પાને કીધું તો પપ્પાએ કહ્યું તે કબૂતર સારો થશે ત્યારે ઉડાવી દેશે, થોડીવાર માં બીજું કબૂતર પણ ઉડી ગયું, તે દિવસ થી મેં પતંગ ચગાવવા નું ઓછું કરી દીધું, તે દિવસે મને બે વસ્તુ ખબર પડી કે બધી મમ્મી ને તેમના છોકરાઓ માટે લાગી આવે, બસ પ્રેમ બતાવવા નો રસ્તો અલગ અલગ હોઈ, જેમાં મારી મમ્મી નો રસ્તો ખીજવવાનો અને મારવા નો હતો અને બીજી વસ્તુ કે પક્ષી લોકો આપણા વિશે શું વિચારે 🙄
અને ત્રીજી જે લિસ્ટ માં નથી એ કે મમ્મી ની સામે પપ્પાનું પણ કઈ ન ચાલે 😛😁
આ હતી મારી કહાની જે સાચી છે માનવું હોઈ તો માનો 😁સાચે કબૂતર વાત કરતા હોઈ એવું લાગ્યું
Be safe
& happy ઉતરાયણ