Nikunj Patel

Romance

5.0  

Nikunj Patel

Romance

૨ કપ કોફી

૨ કપ કોફી

7 mins
582


કેફેનું નામ સાંભળી તમને પહેલાં શું વિચાર આવે ? ફ્રેન્ડ સાથે વિતાવેલા મસ્તીના પલો, કોઈ ખાસ સાથે કરેલી પ્રેમ ભરેલી વાતો કે જીવન અગત્યના લીધેલા નિર્ણયો ગમે તે હોય બધું યાદગાર થઈ જાય. બધા કેફેની જેમ આ પણ ખુબ ક્લાસિક હતું, કેફેની દિવાલ પર ઘણી બધી શાયરીઓ અને સુવિચારથી ભરેલું હતું. કેફેનો કલર અને ટેબલની ડિઝાઇન એકદમ કોફીને મેચ થાય તેવી હતી, ક્રીમ અને ચોકલેટ કલરનું એકદમ આકર્ષક કોમ્બિનેશન હતું. ઘણી બધી લવ સ્ટોરીની શરૂઆત અહીંથીજ થાય છે અને આ લવ સ્ટોરી પણ અહીંથીજ શરૂ થઈ હતી. લવ સ્ટોરી ન કહેવાય પણ ફ્રેન્ડ બનવાની શરૂઆત અહીંથી થયેલી અને આજે તેજ ફ્રેન્ડશીપ ને આગળ વધારતો દિવસ છે...


“બે કપ કોફી પ્લીઝ”, કોઈએ વેઇટરને ઓર્ડર આપ્યો ત્યાં ઘણા બધા લોકો હતા. એક ટેબલ પર બે કપલસ સાથે બેઠા હતા. તેમના નાના છોકરાઓ આખા કેફેમાં ભાગતા હતા અને એકબીજાને પકડવાનો પ્રયત્ન કરતા હતા. બીજી તરફ બે છોકરાઓ જેવો ક્યુટ એક પ્રેમી જોડું હતું અને ખુશી તેમની આંખોમાં છલકાઈ આવી રહી હતી. તેઓ વૃદ્ધ હતા લગભગ ૮૦-૮૫ વર્ષના હતા પણ તેઓનો પ્રેમ જન્મો જન્મોનો હોય એવું લાગતું હતું. દાદા ગરમ કોફી ફૂંક મારીને દાદીને પીવડાવતા હતા ખૂબ જ ક્યુટ કપલ લાગતું હતું. ઉમર ભલે વધુ હોય પણ તેમનો પ્રેમ અને રોમાન્સ યુવાનો કરતા ઓછો ન હતો. બીજી બાજુ કોલૅજ સ્ટુડેંટ્સનું એક ગ્રુપ હતું, તેઓ કોઈની બર્થ-ડે સેલિબ્રેટ કરવા આવ્યા હતા. ખૂબજ અવાજ કરતા હતા અને ઘણા ફોટાઓ ક્લિક કરતા હતા.

બધા ખુશ હતા પણ ત્યાં કોઇક ખૂણામાં એવો વ્યક્તિ પણ હતો, જે ખૂબ જ ટેન્શનમાં હતો. ટેન્શનના કારણે જમણો પગ હલાવતો હતો અને હાથના નખ કોતરતો હતો. કોઈનું ઘણા સમયથી વેટ કરતો હતો, શરીરથી ખાતાપીતા ઘરનો લાગતો હતો.


“યાર, ક્યા રહી ગઈ ? કેટલા સમયથી આજના દિવસની રાહ જોતો હતો ખબર નહિ કેવું રિએક્ટ કરશે ? કોલ પણ નથી ઉચકતી.“

ત્યાં એક છોકરી કેફેમાં એન્ટર થઈ, પાટળી કર્લી લાંબા વાળ ધરાવતી અને આંખો પર ચશ્મા પહેર્યા હતા,

“સોરી સોરી થોડું લેટ થઈ ગયું”

“શું સોરી, શ્રેયા તારું રોજનું છે, રોજ મોડું કરે અને આજે પણ મોડું કર્યું, કાલે તો મેસેજ કર્યો હતો સવારે ૧૦ વાગે કેફે પર ટાઈમે પોંહચી જજે. છતા પણ તે લેટ કર્યું, ખરી છે તું યાર. “

શ્રેયા : સૉરી કહ્યુંને હવે ! (સ્માઈલ આપી )


(રજત એની ક્યુટ સ્માઈલ જોઈને પોતાનો બધો ગુસ્સો ભૂલી ગયો. )

શ્રેયા :બોલ, શું લેવા બોલાવી ?

રજત : કહું છું શાંતિ રાખ થોડી, શું પીશે એ બોલ ?

શ્રેયા :તને ખબરજ નથી, શું ઓડર આપવો ? આટલા ટાઈમથી આવીએ છીએ છતાં પૂછે છે.

રજત : હાં હવે, (વેઈટરને બોલાવી ) 2 કપ્સ કોફી.

(વેઈટર તેણે જોઈને આશ્ચર્યથી જોવા લાગ્યો. )


રજત : શું થયું, ભાઈ ? જાને કોફી લઇ આવ.

વેઈટર ત્યાંથી જતો રહ્યો.

રજત : સાંભળ, મારે તને કેટલા ટાઈમથી એક વાત કહેવી છે

(હેપી બર્થડે ટૂ યુ... ના મોટા અવાજથી રજતની વાત શ્રેયાને ન સંભળાઈ )

શ્રેયા : શું ?

(રજત પાછી હિંમત ખોવી બેઠો )રજત : કાંઈનહિ.


ત્યાં પેલાં નાના છોકરાઓ આવ્યા અને બંને તેમની સાથે મસ્તી કરવા લાગ્યા, થોડી વારમાં ત્યાં વેઈટર હાથમાં ટ્રેમાં કોફી લઈને આવ્યો, તેણે કાંપતા હાથોથી કોફી ટેબલ પર મૂકી અને રજતને જોઈને જતો રહ્યો.શ્રેયા અને રજત કોફી પીવા લાગ્યા.

રજત : તું કેમ આટલા દિવસોથી મૅસેજ કે કોલ કરતી ન હતી ? બેસ્ટ ફ્રેન્ડ ને ભૂલી ગઈ ?

(રજત હિંમત મેળવવા બીજી બધી વાતો કરી થોડો કોમ્ફર્ટેબલ થવા માંગતો હતો )

શ્રેયા :હોસ્પિટલ ગયેલી ચૅકઅપ માટે

રજત : શેનું ચૅકઅપ ? શું થયું ? બીમાર થઇ તો કહેવાયું નઈ !

શ્રેયા :હાં, તબિયત બહુજ ખરાબ હતી, બે દિવસથી ઘરેજ હતી, હજુ કાલેજ ચૅકઅપ કરાવ્યું.

રજત : શું કહ્યું ડોક્ટરે ?

શ્રેયા : હજું રિપોર્ટ આવ્યા નથી, એ બધું છોડ, તું એ બોલ શું કામ હતું ?

રજત : મારે તને એક વાત કહેવી છે, કેટલા દિવસથી કહેવાની ટ્રાઈ કરી રહ્યો છું આજના દિવસ માટે અરીસાની સામે, કેટલા દિવસથી પ્રેકટીસ કરી રહ્યો છું.

(શ્રેયાને થોડી થોડી ખબર પડી ગઈ હતી કે આ શું કહેવા માંગે છે.)


શ્રેયા : હાં, બોલ (ખુશી અને આતુરતાથી )

રજત : તું મને ખૂબજ ક્યુટ લાગે છે, તારા ચશ્માં જેનાથી તારા ફેસની ક્યુટનેસ ઓવરલોડ થઇ જાય છે, તું મને ખૂબજ ગમે છે, તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને મારે પૂછવું છે કે તું મારી લાઈફ ટાઈમ માટે બેસ્ટ ફ્રેન્ડ સાથે-સાથે લાઇફ પાર્ટનર બનશે ? હું તારા જેવી ક્યુટને કોઈ બીજા પાસે નથી જોવા માંગતો.

(રજતે રીંગનું બોક્સ શ્રેયા તરફ વધાવ્યું )

રજત :”વિલ યુ મરી મી ?“


(શ્રેયા ખૂબજ ખૂશ થઇ કારણકે તે પણ રજતને લાઈક કરતી હતી, પણ ખુશી થોડા પળ માટેજ હતી, શ્રેયાના મોબાઈલમાં મેઈલ આવ્યો એ જોઈ શ્રેયા શોકમાં આવી ગઈ અને રડવા લાગી. તે જોઈ રજત નિરાશ થયો તેને લાગ્યું શ્રેયા તેણે લવ નથી કરતી.)

શ્રેયા (આંખોમાં આંસુ લઇ ):સૉરી, હું તારી સાથે લાઇફ ન કાઢી શકું.

રજત : શું થયું ? કેમ ? તું મને પસંદ નથી કરતી ?

શ્રેયા : ના, નથી કરતી

રજત : સાચું બોલ હું તને સારી રીતે ઓળખું છું, તારા આંખના આંસુનું કારણ કંઈક બીજુંજ છે. તું બોલે છે કંઈક અલગ અને છે કંઈક અલગ સાચું બોલ હવે. મારી કસમ તને.


(શ્રેયા એ રજતનો હાથ પકડ્યો અને ખૂબ રડવા લાગી, રજત એને ચૂપ કરાવવાનો પ્રયત્નો કરવા લાગ્યો, થોડીવાર રહી શ્રેયા એ રજતને મેઇલ બતાવ્યો, જેમાં લખ્યું હતું કે શ્રેયાને બ્લૂડ કેન્સર છે એ પણ લાસ્ટ સ્ટેજ, તે વાંચી રજત શોકમાં આવી ગયો )


શ્રેયા :બોલ હજું પણ તું લગ્ન કરવા માંગે છે ?મનેજ નથી ખબર કે મારી પાસે કેટલા મહિના કે કેટલા દિવસો બાકી રહ્યા છે ? બોલ, હજું પણ તારે મારી સાથે મેરેજ કરવા છે ?

(રજત હજું પણ શોકમાં હતો, જાણે એનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હોઈ, તેને સાથે વિતાવેલી બધી પળો યાદ આવા લાગ્યા, એકદમ શાંત મોહોલ થઇ ગયો પેલી બે કપ કોફી પણ સમય પસાર થતા ઠંડી પાડવા લાગી હતી શ્રેયા ઉભી થઇ અને જવા લાગી, ત્યાં રજત એ તેનો હાથ પકડી તેણે રોકી.)

રજત : તે હજું મારા સવાલનો જવાબ નથી આપ્યો, “વિલ યુ મેરી મી ?“ શું મારી બેસ્ટફ્રેન્ડ મારી લાઇફ પાર્ટનર બનશે ?

(શ્રેયા એ વાત સાંભળી ખૂબ ખુશ થઇ પણ એ થોડી દુખી પણ હતી, તે રજત સાથે મૅરેજ કરી તેની લાઇફ ખરાબ કરવા ન માંગતી હતી )

શ્રેયા : તું હજું પણ મારી સાથે લગ્ન કરવા માંગે છે ?

રજત : સવાલનો જવાબ સવાલ ન હોઈ, આ મારો જવાબ નથી. (આંખોનીચે રોકાયેલા આંસુ બંનેના ચહેરા પર દેખાતા હતાં )

શ્રેયા :યસ આઈ લવ યુ.

આટલું જ કહેતા બન્ને એકબીજાને એકદમ ટાઈટ હગ કર્યા જાણે કોફી અને દૂધ એક બીજામાં ભળી ગયા હોય.

રજત : હું તને કઇ ન થવા દઈશ.

(એકબીજાના આંસુ લૂંછી કાઢ્યા, રજત વાતો કરી શ્રેયા ના મનમાંથી કેન્સરનો ટોપિક કાઢવાનો પ્રયત્નો કરવા લાગ્યો, પણ શ્રેયા તેની આંખોમાં જોતી રહી ગઈ બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા. અને આજુબાજુના મોહોલથી અલગ પડી ગયા. જાણે અહીં પ્રેમ અને કોફીની સુગંધ આખા કેફેમાં ફેલાઈ ગઈ હતી. ત્યાં ઉભો વેઈટર તે જોઈ રહ્યો હતો, તે કેફેમાં નવો હતો, તેણે એમ આશ્ચર્ય અનેભયમાં જોઈ કેફે ના મેનેજર તેની પાસે આવ્યો અને પૂછુવા લાગ્યો.)


મેનેજર :શું થયું? કેમ આટલો ગભરાય છે ?


વેઈટર : (વેઈટરે રજત તરફ આંગળી કરી ) જો પેલો પાગલ, ક્યારનો એમને એમ બોલ્યા કરે છે અને તેની સાથે કોઈ નથી, ફોન પર પણ કોઈ નથી, તો પણ ન જાણે કોની સાથે વાત કરે છે, એકલો હોવા છતાં બે કપ્સ કોફી ઓર્ડર કરી.


મેનેજર : એ પાગલ નથી, તે સાચો આશિક છે, તેણે સાચો પ્રેમ કર્યો છે, તે તેણી વાઈફ સાથે વાત કરે છે અને તેણે તેની વાઈફને અહીંજ પ્રપોઝ કરી હતી. કંઈક આઠ મહિના પહેલા, તેના થોડા દિવસો પછી તેની વાઈફનું મૃત્યું થયું. ત્યારથી તે દર રવિવારે અહીંયા આવે છે તેને અહીં તેની વાઈફ દેખાઈ છે અને તેણી સાથે વાતો કરે છે. તેને દર રવિવારે એજ દિવસ લાગે છે જે રવિવારે તેણે પ્રપોઝ કર્યું હતું. આજે પણ તે બે કોફી મંગાવે છે, એક તેના માટે બીજી એની વાઈફ માટે, તે આજે પણ તેની વાઈફને મહેસૂસ કરે છે કારણકે તેઓ જ્યારથી ફ્રેન્ડ્સ હતાં ત્યારથી દર રવિવારે કોફી પીવા આવતા હતાં. તેના જેવા આશિક આજના સમયમાં ખૂબ ઓછા મળે. આજે તો નાની નાની બાબતોમાં બ્રેકઅપ થઇ જાય છે, લોકો એ પ્રેમને રમત બનાવી દીધી, બસ ખાલી આ લોકો જેવા થોડાકજ આશિક છે કે જે પ્રેમનો અસલી અર્થ દાર્શવે છે.


બહારનો રૂપ જોઈ કોઈને પ્રેમ કરવું એ ખાલી અટ્રૅકશન કહેવાય, પણ કોઈ વ્યક્તિથી અટ્રૅકટ થવું, એનાં માટે ફિલિંગ આવે, તેમના દુઃખ અને દર્દ આપણે મહેસૂસ કરવા લાગ્યે, તેમનો ખ્યાલ અને તેમનું મૂલ્ય આપણી લાઇફમાં આપણી કરતા પણ વધારે લાગવા લાગે તેને પ્રેમ કહેવાય.

હવે જા અને બિલ આપી આવ. વેઈટર બિલ આપવા ગયો ત્યાં તેની નજર દિવાલ પર પડી ત્યાં લખ્યું હતું


“તેરી બાતો ઓર યાદો કો રેકોર્ડ કર લેંગે હમ,

ઓર ઉન્હી કો રીવાઇન્ડ કર કર કે જી લેંગે હમ.”


(વેઈટર તે વાંચી પાછો રજત તરફ જોવા લાગ્યો, ત્યાં એક અવાજ આવ્યો)

‘વેઈટર, બે કપ્સ કોફી… ‘

કેવી લાગી કહાની? આ કહાની પર થી રિશી કપૂર સર ના ફિલ્મ નું એક ગીત યાદ આવ્યું બોવ જ સરસ છે, કદાચ તમે સાંભળ્યું હશે.

"मेरी किस्मत मे तु नहीं शायद,

क्यों तेरा इंतज़ार करता हूँ?

में तुझे कल भी प्यार करता था,

में तुझे अब भी प्यार करता हूँ

मेरी किस्मत मे तु नहीं शायद... "

કહાની ગમે તો share કરજો & થોડી ટિપ્પણી પણ કરજો થોડું સારુ લાગશે આ પાગલ ને 😅, પછી તમારી મરજી.

The End

Written by

Nikunj patel


Rate this content
Log in

Similar gujarati story from Romance