બસ નંબર ૧૪૩
બસ નંબર ૧૪૩
તમને પહેલીવાર પ્રેમ ક્યારે થયેલો ?
કદાચ બધાની જેમ પહેલી વાર સ્કૂલમાંજ થયો હશે અને ત્યાં જ કોઈને ૧૪૩ કહ્યું હશે, ૧૪૩નો અર્થ તો ખબરજ હશે, આ તો સ્કૂલમાંજ ખબર પડી ગઈ હશે કોડ લેન્ગવેજમાં પ્રપોઝ કરવાની જાણીતી રીત છે, છતાં કહી દવ જેને ન ખબર હોઈ તેને, ૧૪૩ એટલે આઈ લવ યુ તેના અક્ષર ની સંખ્યા પરથી રાખવામાં આવ્યું છે, પણ શું તે સાચો પ્રેમ હતો ?
મારી વાત કરું તો હજું સુધી મને એટ્રેકશન અને પ્રેમ વચ્ચેનો ફરક સમજી નથી શક્યો, પહેલા પ્રેમ લાગે પછી ૧-૨ અઠવાડિયા જાય એટલે અહેસાસ થાય કે મેય બી તે ખાલી એટ્રેકશનજ હતું, પહેલી વાર મને પ્રેમ તે દિવસે થયો હતો.
૦૬/૦૮/૧૮
બસ નં :૧૪૩માં હું બેઠો હતો અને કોલેજ તરફ હું રવાના થતો હતો, બસ પેસેંજરોથી ખૂબ દબાઈને ભરાયેલી હતી, ઉભા રહેવાની જગ્યા પણ ન હતી, પરંતુ હું બસની શરૂઆતના સ્ટેશનથી બેઠો હતો એટલે મને જગ્યા મળી ગયી હતી. તે પણ બારીવાળી સીટ. હું કાન માં ઈયરફોન નાખી મસ્ત સોન્ગ સાંભળી રહ્યો હતો અને પાછળ જતી દુનિયાને નિહાળી રહ્યો હતો. એટલું રિલેકશન ફિલ થતું હતું, પણ એટલુંજ બીજાને ઉભા જોઈ ખરાબ પણ લાગતું હતું.
ત્યાં અચાનક એક છોકરી એ બસમાં એન્ટ્રી મારી તેને જાણે બસ નહિ પરંતુ મારા દિલમાં એન્ટ્રી મારી એવું લાગવા લાગ્યું. તે જ પોઇન્ટ હતો મારી લાઇફનો જેમાં લોકો પાગલ બનવાનું સ્ટાર્ટ કરે છે, તેનું નિર્દેશન પણ કરી નથી શકાતું એટલી ક્યુટ હતી. કર્લી શોર્ટ હૈર, આંખે ચશ્માં અને ચશ્માં પાછળ સંતાયેલી તે આંખો, હું ત્યાંજ ફ્લૅટ થઇ ગયો.
તે હાથ લંબાવીને સહારો લઇને મારી તરફ વધવા લાગી ઉભા રહેવા માટે. બસ હવે તો તમને ખબર પડીજ ગઈ હશે મારી શું હાલત થઇ હશે, એક દમ "ટોમ એન્ડ જેરી "ના શૉ માં જેરીનું દિલ કેવું ધડકે બસ એવું જ થવા લાગ્યું જાણે હમણાં બહાર આવી જશે. પછી શું, હું મારું ધ્યાન બારી તરફ કર્યું. તેની આંખો જગ્યાની શોધ કરવા લાગી, ત્યાં અમારી આંખો એક બીજા સાથે ટકરાઈ, કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે eઆઈ કોન્ટેક્ટ થાય ત્યારે કેટલું ઓકવર્ડ લાગે તમને તો ખબરજ હશે. અમેં આંખો ફેરવી લીધી, થોડીવાર રહી ફરી એવુંજ થયું, આ સમયે તેની આંખો એ ઉપર જોયું અને પછી થોડાકજ સમયમાં સામાન્ય નજર તિખી નજરમાં ફેરવાઈ ગઈ.
એકદમ દૂધ ગરમ થઇ જેટલું ફાસ્ટ ઉભરાઈ તેટલીજ જલ્દી તેની આંખો ચેન્જ થઇ ગઈ. જેવી તેની નજર બીજી તરફ ગઈ એટલે મેં ઉપર જોયું ત્યારે ખબર પડી તે સીટ વૃદ્ધઓ અને સ્ત્રીઓ માટે હતી, મારી આજુબાજુ પણ બધા જુવાનજ હતાં એટલે મને તેનો કોઈ આઈડિયા ન હતો, હવે શું કરવું ? જો હું તેને સીટ આપું તો તે સમજે ઈમ્પ્રેસ કરવા માટે બધું કરે છે અને ન આપું તો મને ખરાબ સમજશે. એટલામાં એક દાદી આવ્યા અને મેં તેમને સીટ આપી દુવિધામાંથી બહાર નીકળ્યો. તેનો ગુસ્સો હવે શાંત થવા લાગ્યો, અમે એકબીજાને સ્માઈલ આપી અને દાદીએ પણ આશીર્વાદ આપ્યા. હવે શું હું પણ મૂવીની જેમ સ્લો મોશન માં આવતી ઠંડી હવા અને સોન્ગની રાહ જોઈ રહ્યો હતો. એટલામાં બસની બ્રેક વાગી એનાં હાથથી મારો ફોન પડ્યો અને તૂટી ગયો, પણ ત્યારે ખબર પડી કે કાચ તૂટે એટલે કંઈક સારું થવાનું કારણ,
રિચા :સોર્રી
નિરજ :ઇટ્સ ઓકે, ડૉન્ટ વરી
(એક બીજાને સ્માઈલ આપી )
પછી શું આજ પલથી વાત થવાની શરૂઆત થઇ.રોજ અમે એક જ બસમાં મળતા એક બીજાને સ્માઈલ આપતાં, દિવસો વીતતા ગયા અને અમારા વચ્ચેની કોઈ દોર અમને નજીક લાવવાનો પ્રયત્ન કરતી હોઈ એવું લાગવા લાગ્યું. અમે એકબીજાને જાણવા લાગ્યા, પસંદ-નાપસંદ ખબર પડવા લાગી, પોતાની લાઇફની બધી વાતો એકબીજા સાથે શેર કરવા લાગ્યા. હવે તો એક રૂટિન જેવું લાગવા લાગ્યું, રોજ સાવરે ઉઠો, ઘરેથી નીકળી બસ સ્ટોપ પર બેસી બસનો વેઇટ કરવો. તેના લીધે તો હું રોજ કોલેજ જવા લાગ્યો, ભલે પછી ક્લાસમાં ન બેસી કેન્ટીનમાં ગીત સાંભળી તેના વિશે વિચારી સ્ટોરી લખતો તે બીજી વાત છે.
બસ માં તેના માટે બાજુની સીટમાં જગ્યા રોકવી, તેના સ્ટેશનની રાહ જોવી જાણે મારા રોજના રૂટિનમાં આવી ગયું હતું. પછી અમે બહાર ફરવા જવા લાગ્યા, બહાર ખાવા જવા લાગ્યા, તેની ડિમાન્ડ પણ કઈ કેફે કે ફાઈવસ્ટાર રેસ્ટોરન્ટની ન હતી તેને પણ મારી જેમ લારીવાળાની પાણીપુરી અને તપરી પરની ચાઇ ભાવતી હતી. તેને પાણીપુરીવાળા સાથે તિખી બનાવવા ની લડાઈ અને ખાધા પછી સૂક્કી પુરી મેળવવાની લડાઈ કરતા જોઈને મને ખૂબ મજ્જા આવતી. અમે ફ્રેન્ડમાંથી બેસ્ટ ફ્રેન્ડ ક્યારે થઇ ગયા તેની ખબર અમને જ ન પડી.
થોડા દિવસો પછી, હું રોજની જેમ બસ નં ૧૪૩ ની રાહ જોઈ રહ્યો હતો, બસ તો આવી ગઈ મેં તેના માટે જગ્યા પણ રોકી, સ્ટેશનો જતાં રહ્યા, હું એક તકે દરવાજા ને જોઈ રહ્યો હતો પણ તે ન દેખાઈ. બીજે દિવસે પણ મેં તેની રાહ જોઈ રહ્યો હતો, તેનું સ્ટેશન આવતા મેં બારીની બહાર નજર નાખી, તે ઉભી હતી તેણે જોઈને મને નાના છોકરાને ચોકલેટ આપે ત્યારે કેવી ખુશ થાય તેવી ખુશી થવા લાગી
નિરજ : હાસ, આજે આવી
બીજા દિવસે
તે બસ નં ૧૪૩માં આવી
રિચા : હૈં નિરજ, આજે મારા માટે જગ્યા કેમ ન રોકી ?
(હું ઇગ્નોર કરવા લાગ્યો )
થોડા સમય પછી સીટ ખાલી થઇ અને રિચા ત્યાં બેસી ગઈ અને પાછી વાતો કરવાનો પ્રયત્ન કરવા લાગી અને નિરજ પાછો ઇગ્નોર કરવા લાગ્યો.
રિચા :ઓય વાયડા, શું થયું ? કેમ આટલો ચૂપ છે ? ત્યારે બોવ બોલશે, કઈ બોલીશ ? હવે યાર...
નિરજે જવાબ ન આપ્યો
રિચા એ નિરજનો હાથ પકડ્યો
રિચા :ચલ, મારી સાથે, મારે વાત કરવી છે
બીજા સ્ટેશન એ બંને ઉતરી ગયા.
રિચા :બોલ હવે, શું થયું ? અને હાં, ઉપર- નીચે, આજુબાજુ જોયા વગર મારી આંખમાં જોઈ ને વાત કરજે (ગુસ્સામાં )
નિરજ :કેમ, હવે આચાનક મારી યાદ આવી ગઈ ? જા તા
રા બોય ફ્રેન્ડ પાસે (કટાક્ષમાં )
રિચા :વેઇટ અ મિનીટ, બોય ફ્રેન્ડ?
નિરજ :મને બધી ખબર છે, મેં તમને બંનેને જોયેલાં.
રિચા :ઓકે, ચલ સારું થયું તને ખબર પડી ગઈ, હવે બોલ બીજું શું ખબર છે તને અમારા વિશે ?
નિરજ :એટલે એ તારો બોય ફ્રેન્ડજ હતો, તું એ તેના વિશે મને કઈ ન કીધું, એની વાત પણ ન કરી, મને લાગ્યું તને મારા પર ટ્રસ્ટ છે પણ હું ખોટો પડ્યો અને હાં, તો તો કદાચ આપણે બેસ્ટ ફ્રેન્ડ શું ફ્રેન્ડ પણ નથી કારણકે ફ્રેન્ડશીપની શરૂઆત જ ટ્રસ્ટથી થાય છે(કટાક્ષમાં )
રિચા :યુ આર રાઈટ, ફ્રેંડશીપની શરૂઆત જ ટ્રસ્ટ થી થાય છે, અને મને તારા પર ટ્રસ્ટ ન હોત, તો હું તને ક્યારે મારી લાઇફની વાતો શેર ન કરતે, ટ્રસ્ટ ન હોત તો તારી સાથે બહાર ફરવા પણ ન આવત.
(બંને આટલું બોલી શાંત પડી ગયા)
(ગુસ્સો ભુલાવી )નિરજ :સોરી, તમને બંન્ને ને સાથે જોઈ મારાથી રહેવાયું નહી, તે દિવસે તમને સાથે જોયા તો મેં બસમાંથી ઉતરી રીક્ષામાં તમારો પીછો કરવા લાગ્યો, ત્યાં વોક-વે પર તમને વાતો કરતા જોઈને મને વધુ ગુસ્સો આવ્યો અને હું ત્યાંથી નીકળી ગયો, મેં વિચાર્યું પણ ન હતું કે તારી પણ એક લાઈફ છે અને એ તારી ચોઈસ છે કે તારે કોની સાથે રહેવું છે.
(એટલું કહી નિરજ જવા લાગ્યો, રિચા એ તેને બૂમ પાડી પણ તે ઉભો ન રહ્યો)
રિચા :ક્યાં જાય છે ? ઉભો રેહ હવે, મને મારી વાત પૂરી કરવા દે.
(નિરજ ઉભો રહી ગયો )
રિચા :તારી વાત સાચી છે, મારી લાઈફ છે, મારે કોની સાથે રહેવું મારો ફેસલો છે તો પછી તું મારી લાઈફ નું ડિસિઝન કેમ લે છે ? અને તને ગુસ્સો કઈ વાતનો છે ? તે મારો બોય ફ્રેન્ડ છે એટલે કે મેં તેના વિશે કહ્યું ન એટલે ?
નિરજ :તારો બોય ફ્રેન્ડ છે એટલે, ખબર નહિ મેં તારી સાથે કેમ એટેચ થઇ ગયો, તારી સાથે કોઈ બીજાને જોઈ ગુસ્સો આવવા લાગે. તું મારા માટેજ બની છે, બીજા કોઈ માટે નથી. આઈ લવ યુ, હું તને લવ કરું છું, તને એટલું પણ નથી સમજાતું, કેટલા દિવસથી બેસ્ટ ફ્રેન્ડમાંથી બોય ફ્રેન્ડ બનવાની ટ્રાય કરું છું, તને દેખાતુંજ નથી (મનમાં )
રિચા :ક્યાં ખોવાઈ ગયો ? બોલ ને શું છે ?, તારા ગુસ્સાનું કારણ..
નિરજ :છોડ ને, જવા દે હવે, મારે આ વાત આગળ નથી લઇ જવી.
રિચા :તારું આ સારું, જવાબ ન અપાય એટલે વાતમાંથી બહાર નીકળી જવાનું, તું તે દિવસે આવ્યો અમને જોયા પણ ત્યાં શું થયું એ જોવા પહેલા જ નીકળી ગયો. ફર્સ્ટ ઓફ ઓલ, તે મારો બોય ફ્રેન્ડ હતો, તે પાછો આવવા માંગતો હતો મારી લાઈફ માં, તેણે મને ધોકો આપી બીજી કોઈ સાથે રિલેશન રાખ્યું હતું. એટલે અમારું બ્રેક-અપ થયું હતું, જો તે દિવસે હું તેની સાથે ન જતે તો તેણે રસ્તા પર તમાશો કરી દીધો હોત. એટલે હું તેની સાથે ગઈ અને વોક-વે પર અમારો ઝગડો થયો, તેની વાતો સાંભળી મને ગુસ્સો આવવા લાગ્યો. એટલે હું ત્યાંથી નીકળી ગઈ. હવે બોલ ભૂલ કોની છે ? તું પણ કઈ પણ જોઈને મને જજ કરી ત્યાંથી નીકળી ગયો. એક વાર પણ ન વિચાર્યું મારા વિશે ? અને તે મારી સાથે વાત કરવાની પણ બંધ કરી દીધી, એક કોલ કે મેસેજ પણ ન કર્યો, કે ન મને કોઈ રીપ્લાય આપ્યો.
નિરજ :સોરી, હું પણ ગુસ્સામાં હતો એટલે તારો નંબર ડિલીટ કરી તને બ્લોક કરી નાખી હતી, છતાં તો પણ તને ચિઠ્ઠી લખી હતી, પણ તે પણ ક્યાં રીપ્લાય આપ્યો.
રિચા :ઓય દફર, પાગલ, કેવીરીતે આપું રીપ્લાય ? તે મને આટલી બધી ચિઠ્ઠી મોકલી પણ એકમાં પણ તારું એડ્રેસ ન લખ્યું તો કોને રીપ્લાય આપું ? પોસ્ટમેન ને.
(તેની તરફ તીખી આંખો કરી જોવા લાગી, નિરજ નીચે જોવા લાગ્યો પછી થોડીવાર થઇ બંને ખૂબ હસવા લાગ્યા.)
નિરજ :હાં, હવે લાઈફમાં પહેલી વાર ચિઠ્ઠી લખી, ભૂલ થઇ જાય
રિચા :આવી ભૂલ,સિરિયસલી.
નિરજ :એ બધું છોડ તમારો ઝગડો ક્યાં કારણે થયો ? કઈ બોલ્યો એ તને ?
રિચા :કેમ મારવા જવાનો તું ? કૂતરું જોઈને તો તારી હવા નીકળી જાય, જવાદે હવે, એ વાતનું ચેપ્ટર પૂરું.
નિરજ :હાં, આવે ચીડવીશ નહિ, એતો તારો એક્સ બોય ફ્રેન્ડ છે એટલે છોડીદવ છું, નહિ તો તેની વાત લગાવી દવ.
રિચા :અચ્છા.
પણ હકીકત માં ત્યારે થયું હતું કંઈક આવું
રાજ (રિચાનો જૂનો બોય ફ્રેન્ડ ):માની જા ને હવે, માફ કરી દે મને.
રિચા :ના, તને અને માફી ભૂલમાં પણ ન મળે.
રાજ :હાં, ક્યાંથી આપે, તને તો મળી ગયોને બીજો, પેલો ઉલ્લુ, શું નામ એનું ? હાં, નિરજ, હું જોવ છું તમને બંનેને કેવો છે તે યાર, એનાં કરતા તો હું સારો દેખાવ છ. તું ક્યાં એનાં ચક્કરમાં પડી ગઈ
રિચા :ઓય, નિરજ વિશે કઈ ન બોલવાનું, તારા કરતા તો ઘણો સારો છે.
રાજ :આચ્છા, મૅડમને લાગી આવ્યું, એને ખબર છે આપણા વિશે ? ખબર પડશે તો શું થશે ?
રિચા :એને હું કાલેજ કહી દઈશ, અને તેને મારા પર ટ્રસ્ટ છે, તું એની ચિંતા ન કર અને યાદ રાખજે હું તેને લવ કરું છું બીજીવાર તેનું નામ લીધું તો મારાથી ખરાબ કોઈ ન હશે જોઈ રાખજે.
નિરજ : હવે, તું ક્યાં ખોવાઈ ગઈ ?
રિચા : હાં, કંઈ નહિ, ચલ ભૂખ લાગી છે કંઈક ખાવા જઈએ.
નિરજ : ઓકે, ચલ પણ યાદ છે ને આજે પૈસા આપવાનો તારો વારોછે
રિચા :હાં, યાદ છે.
પછી શું, ફરી પાછા અમે બસ નં ૧૪૩માં મળવા લાગ્યા, બહાર ફરવા લાગ્યા, આટલું બધું થયા પછી ખબર પડી કે હું પાગલ હતો કે બેસ્ટ ફ્રેન્ડ ફોરેવરમાંથી બોયફ્રેન્ડમાં જવા માગતો હતો, બેસ્ટ ફ્રેન્ડની ઈમ્પોર્ટન્સ બોય ફ્રેન્ડ કરતા વધારે હોઈ તે સમજાઇ ગઈ, હજું પણ હું તેને લવ કરું છું, પણ પછી વિચાર્યું, રવા દે નથી કહેવું આને વન સાઈડજ રહેવા દે, ખબર નહિ તે મારા વિશે શું વિચારતી હશે?
તમને શું લાગે રિચા પણ મને લવ કરતી હશે ?