Nikunj Patel

Abstract comedy romance classics

4.0  

Nikunj Patel

Abstract comedy romance classics

બસ નં 143 - 2

બસ નં 143 - 2

6 mins
295


આગળ ના પાર્ટ માં તમે જોયું કે બસ નં:૧૪૩ માં મળેલા બે અંજાન વ્યક્તિ કેટલી જલ્દી એક બીજા ની નજીક આવી ગયા, બેસ્ટ ફ્રેન્ડ બની ગયા, મસ્તી મજા સાથે ટાઈમ વિતાવવા લાગ્યા, માન્યું થોડા નાના -મોટા ઝગડા પણ થયા, એ તો નોર્મલ કહેવાય બેસ્ટ ફ્રેન્ડ માં.., બંને તરફ બેસ્ટ ફ્રેન્ડ કરતા વધારે ફીલિંગ્સ છે પણ બંને માંથી જોઈ જણાવતું નથી, હવે આગળ શું થયું તમે જ જોઈ લેવો. 

દરરોજ ની જેમ બસ નં 143 તેના રૂટ પર ચાલતી હતી,કઈ પણ બદલાયું ન હતું,એજ લોકો જે મુસાફરી કરતા હતાં, બધું જ પહેલા પ્રમાણે, બદલાયું હતું એ હતું નીરજ ની બાજું માં બેસતો ચહેરો, એટલા માં રિચા બસ આ enter થાય છે તે નીરજ ની બાજું માં એ છોકરી ને જોતા કઈ પણ બોલ્યા વગર પાછળ જઈ બેસી ગઇ. 

હવે તમે વિચારતા હશો કે છોકરી હતી કોણ?, તેનો રિલેશન્સ શું હતું નીરજ સાથે?, આવો શા બદલાવવા માટે આવ્યો?

આ બધા સવાલોના જવાબ જાણવા માટે 

આપણે ફ્લેશબેકમાં જવું પડશે.

તો વિચારોની સ્ક્રીનને બ્લેક એન્ડ વાઈટ કરી દો...

બસ નંબર 143 તેના રોજના જેમ છેલ્લા સ્ટેશન પર આવી ઊભી રહે છે, નીરજ અને રિચા બસમાંથી ઊતરે છે, 

"ચલ બાય, ક્લાસ પૂરા કરી હું તારા કોલેજના ગેટ પાસે તમારો wait કરીશ,ખબર છે ને 3 વાગ્યાં નો શૉ છે, ભૂલતો નઈ અને યાદ કરી ટિકિટ્સ બુક કરી દેજે"

રિચા જતા જતા નીરજ ને કહે છે. 

નીરજ જવાબ આપતાં કહે છે "હા યાદ છે... બંદરીયા.. બુક કરી દઈશ, ચલ ટાટા... "

બંને પોત પોતા ના રસ્તે જતા રહે છે. 

બપોરે નીરજ ના કૉલેજ ગેટ ની બહાર 

"યાર, આ હરામીને કેટલી વાર... ક્યાં મરી ગયો કૂતરા જેવો..., late થઈ જશે યાર... મુવી માટે.. "રિચા ગુસ્સામાં હતી

એટલા માં નીરજ બહાર આવ્યો તે રિચા ને ગુસ્સા ભરી આખો જોતા જ બોલ્યો "સોરી, સોરી... "

રિચા :"શું સોરી તારું રોજ નું છે, આવવાનું, ખબર હતી ને 3 વાગ્યાં નો શૉ છે, બાય ધ વેટિકિટ્સ તો બુક કરી ને. . કે એ પણ ભૂલી ગયો. "

નીરજ માથું પકડી નીચે તરફ જોવા લાગ્યો, જાણે નમન કરી આવતા બાણો ને સહન કરવા માંગે છે.

રિચા ને વધુ ગુસ્સો આવ્યો અને તે ટોન્ટ મારતા બોલી " "

એટલા માં પાછળ થી એક છોકરી એ નીરજ ને બૂમ પાડી, નીરજ તેની પાસે જઈ વાત કરવા લાગ્યો, તે બંને ને વાતો કરવા લાગ્યા નીરજે તેને બુક આપી અને બંને છુટા પડ્યા. 

"ચલ.. ટાટા.. કાલે મળ્યે... "

"હા... ટાટા "

રિચા આ બધું જોઈ રહી હતી, નીરજ રિચા પાસે ગયો અને ત્યાં રિચા એ છોકરી હોવા નો સાબૂત આપ્યો, સવાલો ની વર્ષા શરુ થઈ ગઈ, 

"કોણ હતી એ?, તારી જીફ? કહેવાયું પણ નહી બેસ્ટ ફ્રેન્ડ ને..., wait બેસ્ટ ફ્રેન્ડ માને છે કે એ પણ નહી...? "

રિચા ના આ સવાલો ના જવાબ આપતાં નીરજે કહ્યું

"ઓ.. મેડમ બ્રેક મારો.. ફ્રેન્ડ છે ખાલી.. "

રિચા એ ચીડવતા કહ્યું "હાસ... તો... હું પણ કેટલી પાગલ... તારા જેવા ની ક્યાં કોઈ જીફ બનવાની... & હોઈ તે પણ અક્કલ વગર ની હશે...મોં તો જો તારું...વાંદરા કરતાં પણ જાય એવો દેખાય છે"

નીરજ એ ત્રાસી આખો કરી જોવા લાગ્યો અને બોલ્યો "પત્યું તારું...& તું મને challenge આપે છે એમ...ઓળખતી નથી હજુ.. તું મને... "

રિચા એ હાથ આગળ વધાવતા કહ્યું "હા, ચલ લાગી શરત.. જો તું જીફ બનાવી ને બતાવે તો... તારા 1 week ના ખાવા ના પૈસા હું આપીશ, અને જો તું શરત હારી ગયો તો... તારે પૈસા તો કાઢવાના સાથે સાથે એસઇમેન્ટ પણ લખી ને આપવાના... છે મંજુર...? તો લગાવ શરત "

નીરજ થોડુ વિચારતા બોલ્યો "ઓકે ડન..., મંજુર છે તારી શરત, પણ તારે અમારી વચ્ચે ના આવવાનું, તેના વિશે મને કઈ પૂછવાનું પણ નહી..છે મંજુર?"

રિચા એ કહ્યું"ઓકે ડન... હું ન આવું વચ્ચે... તારી પાસે 2 અઠવાડિયા નો ટાઈમ છે "

ચલો પાછા બ્લેક એન્ડ વાઈટ સ્ક્રીન હટાવી વર્તમાન માં આવી જાઓ 

એક દિવસ, 

રિયા બસ માં enter થઈ, તે નીરજ ની બાજુ માં ખાલી જગ્યા જોઈ ત્યાં બેસી જાય છે, નીરજ ને ટોન્ટ મારતા કહે છે"આજે કેમ ન આવી તારી જીફ"

નીરજ એ કહ્યું "... "

રિચા એ હસતા હસતા બોલવા લાગી "શું થયું??, બ્રેક -અપ થઈ ગયું, લાગે છે છોકરી ને અકલ આવી ગઈ હશે, લાગે છે હું શરત જીતી જઈશ "

નીરજે રિયા ને અટકાવતા કહ્યું "દિવસે સપના ન જોવાય, અને બાય the way તારી જાણકારી માટે કહી દવ, કાલે અમારી કૉલેજ ના બહારવાળા (કોફી કૅફે )માં ડેટ છે, સો આવી જજે પછાળ બેસી જોઈ લેજે "

રિચા એ સાથે કહ્યું"

હવે આગળ શું થશે એતો કાલે કૅફે માં જઈ ને જ ખબર પડશે. 

તો ચલો પાછા કહાનીમાં આગળ વધીયે, 

કોફી કૅફે...

નીરજ અને શ્રેયા ત્યાં બેસી વાતો કરતાં હતા, રિચા ત્યાં જ બેસી તે બંનેને બધું જોઈ રહી હતી,(બાય ધ વેહું કદાચ શ્રેયા વિશે કહેવાનું રહી ગયું, હમણાં કહી દવ... બસ વાળી અને કૉલેજ વાળી બંને એક જ છોકરી છે જેનું નામ છે શ્રેયા, હવે ખ્યાલ આવી ગયો હશે )

થોડા સમય પછી, 

શ્રેયા ત્યાં થી ઘરે જવા રવાના થાય છે, નીરજ રિચા ની તરફ એક અતિત્યુડ વાળી smile સાથે જાય છે અને કહે "કોઈ કહતું હતું ખવડાવવાનું... ખબર ની આજે બહુ ભૂખ લાગી છે... પીઝા ખાવાનું મન થાય છે,એક વાત પૂછવા ની રહી ગઈ પર્સ તો લાવી છે ને... "

રિચા નીરજ બાજુ તિખી નજરે જોતા કહ્યું"હા... હવે... ટોન્ટ ન માર.. મુર્ખી જ હશે એ...જેણે તું પસંદ આવ્યો "

એટલામાં શ્રેયા પાછી આવે છે. 

"જલ્દી-જલ્દી માં તારી notebook આપવાની જ રહી ગઈ, આ કોણ? "શ્રેયાએ રિચા ને જોઈને પૂછ્યું.

નીરજ શ્રેયા ને જોઈ થોડો ટેન્શન માં આવી ગયો,અને કહ્યું 

"મારી ફ્રેન્ડ રિચા..."

શ્રેયા અને રિચા એકબીજાને hi... hello... કહે છે.

નીરજ વાતો બદલવા શ્રેયા ને જોઈ બોલે છે "બૂક કાલે કોલેજ માં આપી હોત તો પણ ચાલતે...યાર "

"હવે લઇ લે... લાવી છું તો.. ચલ મને late થાય છે.. થેન્ક્સ બૂક માટે અને થેન્ક્સ "

આ સાંભળતા જ રિચા બોલી ઉઠી "બર્થડે ટ્રીટ ?, નીરજ તારી બર્થડે તો 2દિવસ પછી આવે છે ને ...? "

"હા, પણ એ કશે બહાર જાય છે એટલે આજે આપી દીધી, ચલ હવે જવું પડશે ઘરે પોહોચતા લેટ થઈ જશે.. કાલે મળશું અને થેન્ક્સ again... બાય રિચા,બાય ભાઈ.. "

આટલુ કહી શ્રેયા ત્યાંથી જતી રહી, નીરજ પોતાની કિસ્મતને કોશવા લાગ્યો અને રિચા પાગલો ની જેમ હસવા લાગી,

"ભાઈ, ...

"કેટલું મુશ્કેલીથી પ્લેન બનાવેલો... કિનારે આવતા આવતા હોડી ડૂબી ગઈ મારી "નીરજ માથું પકડી ઉભો રહી ગયો,રિચા હસવા લાગી. તેણે તેની ફ્રેન્ડ ને કોલ કર્યો, 

"કોઈ નું લખવાનું છે? 500રસ લાગશે... "

આ સાંભળતા જ નીરજ બોલી ઉઠ્યો "..."

રિચા એ તેણે અટકાવતા કહ્યું ".. આ પારિવાહિક ધારાવાહિક છે... કૃપયા કરી અપ શબ્દો નો પ્રયોગ ન કરો "

નીરજ પોતા ના પર કાબુ કરતાં કહે છે "હું કઈ બધા નું ન લખુ, તું તો મારી મહેનતે બિઝનેસ કરવા લાગી"

રિચા એ શરત યાદ અપાવતા કહ્યું "શરત માં એવું મેં કહ્યું જ ન હતું કે મારું જ એસઇમેન્ટ કરવાનું છે "

"યાર....આવું ન ચાલે... કોણ કરે આવું "

રિચા એ હસતા જવાબ આપ્યો "હું શું કરું.. તારી પ્રોબ્લેમ.. શરત તે લગાવી હતી "

"ચલ હું કઈ ન જાણું મને 3દિવસ માં બધું લખેલુ જોઇએ "રિચા એ મસ્તી કરતાં નીરજ ને ઓર્ડર કર્યો અને પોતાના બેગ માંથી બૂક કાઢી નીરજ ને આપી.

"યાર... હાઈ રે મારી કિસ્મત... એક બુક ના ચક્કર માં હવે 4-5બુક્સ લખવી પડશે "નીરજ ઉપર જોઈ ને બોલવા લાગ્યો. 

નીરજ એ રિચા ને સામે થોડી અજીબ સ્માઈલ આપી ને કહ્યું. "આવું ન ચાલે યાર.... 

રિચાએ તિરછી નજર આપતાં કહ્યું "

નીરજે એકટિંગ ચાલુ રાખતા કહ્યું "સાલા બાબુભૈયા સે..

"મેં ક્યાં આવું બોલી "

(નીરજ ધીમા અવાજે બોલ્યો "સારુ થયું ભૈયા ન બોલી )

"શું?? "કદાચ રિચા ને સંભળાઇ ગયું હતું, 

નીરજ વાત સાચવવા બોલ્યો "કઈ ની મેડમ બધું મજ્જા માં... "

રિચા મસ્તી કરતાં બોલી "ચલ, હવે.. મને બહુ ભૂખ લાગી છે, ખબર ની પીઝા ખાવાનું બહુ મન થાય છે.. એક સવાલ પૂછવા નો તો રહી ગયો.. પર્સ તો લાવ્યો છે ને ..?, ચલ જલ્દી બસ પણ આવી ગઈ".


Rate this content
Log in

Similar gujarati story from Abstract