અજનબી
અજનબી
રોજની જેમ આજે પણ હું જિંદગીની ભાગાદોડીથી કંટાળી મારાં ફેવરેટ પ્લેસ પર આવીને બેસી ગયો, મારું એક એવી જગ્યા જ્યાં હહું સુકુન એનું ભવું છું, સાંજનો સમય હોઈ ત્યાં આકાશ કેસરી રંગે ચાદર ઓઢી બેઠું હોય એવુ લાગતું, પક્ષી ઓનું ઝુંડ રોજ વી આકાર બનાવી ત્યાંથી પસાર થતું,નીચે તાપી નદી અને સામે તરફ જોતા મોટો બ્રિજ અને શહેરની મોટી ઇમરતોની વચ્ચે જ આ જગ્યા હતી મારી જ્યાં કોઈ પણ ન આવતું. હું રોજ ઓફિસેથી છૂટી ફીલિંગ્સનો ભાર ખભેથી ઉતારી, યાદો જેવું ગુટન મહસૂસ કરાવતી ટાઈ પણ ઢીલી કરી, બેસી જતો અને ચાલતા પવન સાથે અંડર છુપાયેલી ભડાસને પણ જવા દેતો હતો. કારણકે તે મારી જગ્યા હતી જ્યાં મારાં સીવાય કોઈ ન આવતું. પણ આજે હું એખલો ન હતો, ત્યાં કોઈ હતું જનીચે બેસી બસ પાણીમાં પથ્થર નાખી કઈ વિચારી રહ્યો હતો, મેં તેના પર દયાન ન આવ્યું અને હું બેગ મૂકી મારી જગ્યા પર બેસી જૂની યાદોને યાદ કરવા લાગ્યો,જૂની યાદોને યાદ કરતા ક્યારે રડવા લાગ્યો ખબર ન પડી.
એટલામાં એક હાથ પાણીની બોટલ સાથે તરફ વધ્યો, નજર કરીને જોઈ તો એજ અજનબી હતો જેનીચે બેસી પાણીમાં
"પાણી પી લો, સારુ લાગશે"
"સોરી, પણ મારે નથી પીવું, તમે હું ઠીક છું "
પેલા વ્યક્તિ એ સ્મિત સાથે કહ્યું
"એમ તો આ જિંદગી છે, બધું જ થશે, હસાવતા હસાવતા ખુશીઓના વાદળો સુધી લઇ જશે અને રડાવતા રડાવતા જમીનના અંડર દફનાવી પણ દેશે."
હું મારાં ખયાલોમાં એટલો ખોવાયો હતો કે એની વાતોને મેં નકારી. અને જવાબ ન આપ્યો, છતાં થોડી વાર રહી.
"હું તમને જાણતો નથી પણ આ કપડાં અને આજે બાજુમાં દુઃખોનો બોજ લઈને ફરો છો એના પરથી લાગે છે ક્યાં તો કોઈ ખાશના ખોવી બેસવાનો બોજ છે કે ક્યાં તો કોઈ ખોવી બેસવાનો ડર "
આટલુંજ સંભળતા મારાંથી રહેવાયું નહી અને આગળ વાત અટકાવવા કહ્યું
"હાં, તમે મને જાણતા નથી એટલે જ કહું છું મને મારી રીતે રહેવા દો.. અને પ્રોબ્લેમ લાઈફમાં પ્રેમની હોઇ છે, ઓફિસના કપડાં પહેર્યા છે, ઓફિસનીના હોઈ શકે ?"
"હા, હોઇ શકે કેમ ન હોઇ શકે, પણ નોકરી તો બસ પૈસા કમાવાનું માધ્યમ છે જે કોઈ બીજા રીતે પણ કમાવી શકાય એનું ટેન્શન હોય આમ લાગણીના આંસુ તો સાચા સબંધમાં જનીકળે "
એની વાત સાંભળી હું સ્તભ થઇ ગયો. થોડી વાર રહી મેં માફી માંગી
"સોરી, પહેલા માટે.."
તેને હસતા જવાબ આપ્યો "અરે.. કઈ નઈ... એમ તો હું તમારો પ્રોબ્લેમ જાણતો નથી પણ એવુ લાગે છે તમારી સ્ટોરી પણ મારી લખેલી સ્ટોરી જેવી છે લાગે છે. હું તમને મારી સ્ટોરી કહું"
એને પોતાની સ્ટોરી સાંભળવા લાગ્યો.
"બે અજનબી મળ્યા આમ સોસીયલ મીડિયા પર, પહેલા તો એક બીજાને જાણવા લાગ્યા, ખુબ વાતો કરવા લાગ્યા, ધીમે ધીમે દિવસો પસાર કરવા લાગ્યા પોતાની ના પસંદ પસંદ જાણવા લાગ્યા, પણ થોડા ટાઈમે પછી એક બીજાથી દૂર થવા લાગ્યા અને વાતો ઓછી થવા લાગી, તેમાં એકને આદત લાગી ગઈ હતી, જાને પ્રેમ થઇ ગયો હોઈ પણ થોડા દિવસો પછી ફરી વાતો થવા લાગે છે, છતાં પોતાની ફીલિંગ્સ છુપાવી તેની બધી વાતો સાંભળવા લાગ્યો, વાતો વાતો માં ખબર પડે છે કે તેણી કોઈ બીજાને પસંદ કરે છે "
આટલુંજ કહી તે અટકી ગયો.
એટલે હું તરત બોલી પડ્યો "પછી ? પછી શુ થયું તે બે અજનબીઓનું ?"
મારા આ કહેતા જ તે હસી પડ્યો અને બોલ્યો
"એટલે મારો અંદાજો બરાબર હતો, આ પ્રેમ પ્રસંગ જ છે અને આ મારી સ્ટોરી નથી આ તમારી જ સ્ટોરી છે બરાબરને ?"
મેં કહ્યું "આગળ શુ થયું ? મારે જાણવું છે "
"આગળ શુ થયું એતો તમારા પર છે આધાર રાખે છે કે તમે શુ વિકલ્પ પસંદ કરો.
એક દિવસ તેઓ સામસામે આવી જાય છે
વિકલ્પ 1: તે પ્રેમ અને ગુસ્સામાં એટલો પાગલ થઇ જાય છે કે ખુદખુશી કરી લે છે
વિકલ્પ 2: તે સ્માઈલ કરી તેને મળે છે અને ફ્રેન્ડશીપ જાળવી રાખે છે.
વિકલ્પ 3: પોતાની ફીલિંગ્સ જતાવ્યા વગર પોતાની અંડર દુઃખી થતો હોઈ છે.
હવે, તમે જણાવો તમે કયો વિકલ્પ પસંદ કર્યો.. જોઈને તો લાગે છે 3 વિકલ્પ બરાબરને ?"
હું કઈ બોલી ન શક્યો, અને બંને થોડા સમય માટે શાંત બેસી રહ્યા.
"આમાં સૌથી સારો વિકલ્પ છે બીજો.. જો તમને સાચો પ્રેમ થયો હોઈ તો તમે ક્યારે એનો સાથ ના છોડો, એમને ખુશી જ તારામાં માટે કાફી હોઈ છે, પ્રેમ બંધાયેલો નથી પ્રેમનો બીજો અર્થ જ સ્વતંત્રતા છે, પ્રેમ ભાવના છે કોઈ સબંધનું નામ નથી"
આટલુંજ સાંભળતા જ પોતાનાથી નફરત થવા લાગી કે મેં પ્રેમને સમજી ન શક્યો. થોડી વાર રહી તે વ્યક્તિ ત્યાંથી જતો હતો મેં અટકાવતા પૂછ્યું
"તમારું નામ ? સ્ટોરી નું નામ ?"
ને કહ્યું "આપણા બંને જેવું અજનબી અને રહી વાત મારું નામ તો એને પણ અજનબી રહેવા દઈએ તો સારુ !"

