Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here
Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here

Nikunj Patel

Drama Tragedy Inspirational


5.0  

Nikunj Patel

Drama Tragedy Inspirational


અંતિમ ડગર

અંતિમ ડગર

5 mins 163 5 mins 163

મુશ્કેલીઓ બધાને હોય, એને હસી ખુશી પાર કરવાની હિંમત બધા પાસે નથી હોતી, થોડા લોકો હાર માની લે છે અને પોતાને એકલો અને કમજોર માની લાઈફ ને છોડવા નો પ્રયત્ન કરવા લાગે છે. 


ઓય, શું થયું? કેમ મોઢું લટકેલુ છે?, ચલ ફ્રેશ થઈ જા અને ખાવા બેસી જા. 

હું મમ્મી ની વાતો ઇગ્નોર કરી થોડું માથું હલાવી મારા રૂમ તરફ વધવા લાગ્યો, બેડ પર બેગ નાખી, માથું પકડી બેસી ગયો. 

મારા દિમાગ માં અવાજો ફરવા લાગ્યા, 

"યુસ લેસ ફેલો, મને જ નથી ખબર પડતી કેમ આને મેં નોકરી આપી, એક કામ સરખું નથી થતું, એક ક્લાયન્ટ ને સંભાળી નથી શકતો."(બોસ )

"સોરી, હું તારી સાથે હવે ન રહી શકું, આપણા બેય નું સાથે ફ્યુચર કઈ નથી, મારી સ્ટડી બાકી છે, તારી એટલી આવક પણ નથી કે આપણે સાથે રહી શક્યે, સો સોરી આપણે દૂર રહીયે એજ બેટર છે, એમ પણ મોમ ડેડ મારા માટે છોકરો શોધી લીધો છે. "(જીએફ)

"શું થશે?, આપણા ઘર ની લોન ચાલે છે, આ ગાડી ના હફ્તા ચાલે છે, આના મૅરેજ કરવા પૈસા જોઈશે, એક સાથે બધું કેવી રીતે થશે.(મમ્મી ) 

કંઈક કરી લઈશુ (પપ્પા ), કોઈ ની પાસે ઓછી ના લઈને કરી લેશુ, પછી શિવુ (શિવ નું લાડકું નામ)તો છે, અમે બંને સાથે થોડા થોડા કરી ચૂકવી દેશુ, 

પણ કેવી રીતે એની આવક કેટલી ઓછી છે 15000રૂ. માં આજે શુ થાય, આ તમારી થોડી પેન્શન અને મારી ગૃહઉદ્યોગ થી આ ઘર ચાલે છે (મમ્મી )"

દિમાગ માં આજ બધી વાતો ચાલતી હતી,આના થી છુટકારો મેળવવા હું ટેરેસ પર ગયો અને પાળી પર ચડી ગયો અને નીચે જોવા લાગ્યો, પગ મારા કાપવા લાગ્યા, દિમાગ ઊંચાઈ નો અંદાજો લગાવી દિલ ના ડર ને કહેતું હોઈ એવું લાગવા લાગ્યું, પણ દિમાગ પગ ને આગળ વધવાનો આદેશ આપી બધી મુશ્કેલી દૂર કરવાનો ઉપાઈ આપી રહ્યું હતું. 

ત્યાં જ પાછળ થી એક વ્યક્તિ આવ્યો લાલ રંગ નું જૅકેટ, બ્લૅક જીન્સ,એક દમ સ્ટાઈલિશ કપડાં પહેર્યા હતા. 

"કેમ આટલુ વિચારે કૂદી જા, એક સાથે બધી પ્રોબ્લેમ પૂરી, ખાલી એક કદમ ની દૂરી , પછી અધૂરી જિંદગી પણ પૂરી "

મેં એને જોયો અને પૂછ્યું "કોણ છે તું? અને અહીં શું કરે છે "

"હું છું રુદ્ર, એ બધું છોડ શિવ કૂદી જા, કોઈ ને નહી કહું, બધી પ્રોબ્લેમ દૂર થઈ જશે. "

ત્યાં જ એક બીજો વ્યક્તિ આવ્યો, આસમાની રંગ નો કુર્તો અને સફેદ રંગ ની ધોતી, હાથ માં ચાંદની રંગ નું કડુ. 

"આવું ન કર, બધા પ્રોબ્લેમ નો નિવારણ આપઘાત ન હોઈ "

"હું એની વાત સાંભળી મારો પગ પાછો લીધો અને પૂછ્યું હવે તમે કોણ? "

તેને કહ્યું "મારું નામ ભોલા છે, તમે આપઘાત ન કરો, તમારા પછી બીજા નું શું થશે તે તો વિચારો. "

રુદ્ર :કોણ બીજા, જેને તારી કોઈ પડી જ નથી, એ જેને પ્રેમ કર્યો અને તેને પૈસા માટે તને આવારા કહી તને દગો આપ્યો, કે પછી એ, કે જેના માટે તે રાત દિવસ જાગી કામ કર્યું અને તેજ તને નાકારો કહી તને ધિક્કારે છે, કોના માટે વિચારવું છે. 


તેની વાતો સાંભળી મને જૂની બધી યાદો ફરી દિમાગ માં ભમવા લાગી અને મેં પાછો મારો પગ આગળ વધાવ્યો. 

ભોલા :તે એની વિચાર્યું કે પ્રકૃતિ (શિવ ની જીએફ ) એ તને ના એટલા માટે નથી પાડી કે તારી પાસે પૈસા નથી,એને ભવિષ્ય નું વિચારી ને ના પાડી, તું પણ વિચાર કોણ બાપ એની છોકરી ને આવા છોકરા ને સોંપે જેના ખુદ ના ખાવાના ફાંફા છે, અને બોસ છે ઘણું ટેન્શન વાળું કામ છે ગુસ્સામાં નીકળી જાય એટલું તો સમજાય છે તને પણ 

રુદ્ર : તું ચૂપ કર, શિવ આની વાત માં ન આવ આ ખાલી એક વિચાર છે પણ હક્કીકત નો તે સામનો કર્યો છે એટલે તને ખબર છે શું છે આ વાતો પાછળ નું કારણ. 

બંને એક બીજા સાથે લડવા લાગ્યા પોતાને સાચો સાબિત કરવા દલીલો આપવા લાગ્યા, એક મને પગ પાછો લઈ મને ફરી એ મુસીબત માં જવા કહેતો હતો અને બીજો મને એક નાનકડું પગ આગળ વધાવી બધી મુશ્કેલી દૂર કરવા કહેતો હતો, પછી શું મેં વિચારી લીધું મારે શું કરવું, કોણ પાછું જાય એ લાઈફ માં, ત્યાં મારા ફૉન ની રિંગ વાગી અને મેં પગલું ભરી કૂદી ગયો, અને ગિસીપીટી બેકાર લાઈફમાંથી છુટકારો મેળવ્યો. 


શિવ :હજું બે રૉટલી, બોવ ભૂખ લાગી છે. 

મમ્મી :ક્યારની કહેતી હતી ખાઈ લે, પણ ના ભાઈ એ તો રખડવા નીકળી જવું છે, ખબર ની ક્યાં જતો રહેલો થોડી વાર માં, ફોન કરવો પડ્યો મહારાજ ને તો ખાવાના નિમંત્રણ માટે 

શિવ :ટૅરેસ પર હતો, થોડો રિલેક્સ થવા ગયેલો 

મમ્મી :ખાઈ લે જલ્દી, પછી મને દૂધ લાવી આપ, પનીર બનાવવા માટે 

શિવ :પપ્પા ક્યાં છે, પપ્પાને કહી દે હું તો સૂઈ જવાનો 

મમ્મી :પપ્પા બેંક એ ગયા છે, વાર લાગશે એમને, તું લઈ આવ, ન ગયો ત્યારે તારી વાત છે.

પછી શું જવું પડ્યું દૂધ લેવા, ના પાડી હોત તો મમ્મી મારી મારી ને પગ તોડી નાંખે, તમે શું વિચારો છો?, હા સમજાયું, હું તો કૂદી ગયેલો ને તો પછી આ બધું. 

હા ત્યારે હું કૂદી પડેલો પાળી પર થી પણ ઘરે જવા માટે, કારણકે ત્યારે મમ્મી નો કોલ આવેલો હતો, ફોન ના સ્ક્રીન પર દેખાતા હસતા મમ્મી પપ્પા ના ચહેરા જોઈ મારા થી આ પગલું ભરાયું નહી, ત્યાર થી બધું ભૂલી આ બે નું વિચારી નવી લાઈફ શરુ કરવાનું વિચારી લીધું, પણ જેવો મેં call મૂક્યું તેવા પેલા બંને ગાયબ થઈ ગયા, હું એખલો હતો ટેરેસ પર, ત્યારે સમજાયું પ્રોબ્લેમ બધાની લાઈફ માં હોઈ, આપણી પાસે ત્યારે બે જ વિકલ્પો હોઈ, ક્યાંતો હાર માનવી ક્યાંતો નવી શરૂઆત એ તમારા ઉપર નિર્ભર છે. કે તમારે કયો વિકલ્પ પસંદ કરવો. "એક અંત છે અને બીજો નવો પ્રારંભ" 

જીવન માં કઈ મેળવવા માટે ભોલા અને રુદ્ર આ બંને ટાઇપ ના લોકો હોવા જોઇએ એક જે સપોર્ટ કરે અને એક જે ટૉન્ટ મારી તમારી ખોવેલી હિંમત માં ચિનગારી આપી ફરી આગ લગાવી શકે.


(રુદ્ર અને ભોલેનાથ બંને ભગવાન શિવ ના જ બે સ્વરૂપો ના નામ છે )

કદાચ તમને હવે સમજાઈ ગઇ હશે આ અંતિમ ડગર જેમનો સામનો બધા એ જીવન માં એક સમયે કરવો પડે છે.  

(નોંધ : વર્ષ 2016 માં ભારતમાં આત્મહત્યાની સંખ્યા વધીને 230,314 થઈ ગઈ હતી. આત્મહત્યા એ 15-29 વર્ષ અને 15–39 વર્ષ બંને વય જૂથોમાં મૃત્યુનું સૌથી સામાન્ય કારણ છે.

વિશ્વભરમાં દર વર્ષે 800,000 લોકો આત્મહત્યા દ્વારા મૃત્યુ પામે છે, આ 135,000 (17%) માં ભારતના રહેવાસી છે, જે વિશ્વની 17.5% વસ્તી ધરાવતું રાષ્ટ્ર છે. 2012 થી પુરુષથી સ્ત્રી આત્મહત્યા ગુણોત્તર લગભગ 2: 1 છે. એટલે જોવા જઈ એ તો આ ગુણોત્તર ના 2 કારણ હોઈ શકે. 1. ક્યાંતો પુરુષો ને વધારે મેન્ટલ પ્રેશર હોઈ છે. 2. ક્યાંતો સ્ત્રીઓ વધારે મેન્ટલ પ્રેશર હેન્ડલ કરી શકે છે. )


Rate this content
Log in

More gujarati story from Nikunj Patel

Similar gujarati story from Drama