STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

દેવપ્રિયા ભાગ-૮

દેવપ્રિયા ભાગ-૮

4 mins
275

ભાર્ગવ મહેલમાં હોય છે. ત્યાં દેવપ્રિયા પોતાની ઓળખ આપે છે કે એજ શ્યામા છે. શ્રાપના લીધે શ્યામા બની. એ વાત ભાર્ગવ ને કહે છે.

હવે આગળ....

દેવપ્રિયાની આજીજી સાંભળી ને એ તપસ્વીને થયું કે આ ક્રોધ ખરાબ છે. એ તો દેવકન્યા છે. એ પોતાના રૂપથી મોહિત કરનારી છે. પણ..પણ.. હું એક તપસ્વી પોતાના ક્રોધ પર કાબૂ મેળવી શક્યો નહીં ને આવો ખરાબ શ્રાપ આપી દીધો.

આ સુંદરી મારા શ્રાપના કારણે બેડોળ અને અપંગ બની. એ દોષ પણ મને લાગશે. મારા તપનું બળ પણ ઓછું થતું જાય છે.

તપસ્વી ને દયા આવી.

તપસ્વી બોલ્યો:-" હે દેવપ્રિયા, તું તારો આવેગ રોકી શકી નહીં એનું આ પરિણામ આવ્યું.. પણ હું પણ ક્રોધ પર કાબૂ મેળવી શક્યો નહીં..ને શ્રાપ આપ્યો. મને પણ મારા આ કર્મની ભૂલ ખબર પડી. હે સુંદરી.. તારા પ્રાયશ્ચિત માટે તારે આ શ્રાપના નિવારણ કરવા ધાર્મિક સ્થળો એ દર્શન કરવા જવું પડશે. તારા આ સ્વરૂપમાં તને ઘણું કષ્ટ પડશે.. જો કોઈ સજ્જન પુરુષ તને આ રૂપમાં પણ મદદરૂપ થશે તો તને મળેલો શ્રાપ ધીરે-ધીરે ઓછો થતો જશે. 

અને જો એ મદદકર્તા સજ્જન તને દર્શન કરાવવા તારી કુરૂપતાને જોયા વગર દર્શન કરાવશે. તેમજ સાથે બેસીને યજ્ઞમાં ભાગ લેશે..એ તારો પતિ થવાનો છે. એજ વ્યક્તિ તારા શ્રાપનું નિવારણ કરશે.

આટલું બોલીને દેવપ્રિયા શ્યામા રોકાઈ જાય છે.

તપસ્વી ને પૂછે છે:-" હે તપસ્વી, એ મદદકર્તા મારો શ્રાપ કેવીરીતે દૂર કરશે? મારી કુરૂપતા જોઈને મારી સાથે લગ્ન કરશે નહીં.?"

તપસ્વી:-" સુંદરી, એ મદદકર્તા તારો પતિ થશે. તારી પાસે થોડા સમય માટે દૈવી શક્તિ આવશે. એ તારો પતિ તારી સાથે પતિ ધર્મ નિભાવશે તો જ શ્રાપ મુક્તિ મળશે.. પણ સંપૂર્ણ મુક્તિ તો સંતાનના જન્મ પછી જ મળશે.. તને સંતાન પ્રાપ્તિ થયા બાદ તારૂં શ્યામ પણું દૂર થશે. પુનઃ દેવકન્યા બનીને બધી દૈવી શક્તિ પ્રાપ્ત કરી શકીશ.... બસ તારા માટે આટલું પૂરતું છે.. હવે મને મોડું થાય છે."

તપસ્વીના ગયા પછી કુરૂપ દેવપ્રિયાને પોતાના કર્મો માટે પસ્તાવો થાય છે.

શ્યામા ભાર્ગવને કહે છે..કે..આ શ્રાપ પછી અમરકંટક થી દેવસ્થાનોમાં ભટકી..એકલા જ એકલા દર્શન કર્યા...

પણ..

શ્રાપમાંથી મુક્તિ આપનાર મદદગાર મળ્યો નહીં.

આ સમય દરમિયાન મારા પિતાશ્રીને ખબર પડતાં મને સ્વર્ગમાં લઈ જવા તૈયાર થયા.. સ્વર્ગ ના વૈદરાજ ને બતાવી ને સારું કરાવી દેવામાં આવશે.. એવું પણ કહ્યું...પણ હું માની નહીં.. મેં કહ્યું કે મારા કર્મોની સજા હું ભોગવીશ. કોઈ ઈશ્વર ભક્ત તો મળશે.

પછી એક દિવસ મને સ્વપ્નમાં જગદંબા માં ના દર્શન થયા. એમણે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા જવાનો આદેશ આપ્યો. એટલે મહાકાળી માતાજીના દર્શન કરવા આવી.

અહીં એક ઝૂંપડી બાંધી ને રહેવા લાગી.

રોજ દર્શન કરવા જતી.. પણ કોઈ મદદ ના કરવાના કારણે પાછી જતી રહેતી.

રસ્તામાં બહુ આજીજીઓ કરતી...કેટલાય અપમાનો સહન કર્યા.

ને એ દિવસે ફરીથી દર્શન કરવા જતી હતી ત્યારે તમે મને મદદ કરી.. મારી કુરૂપતા ને ધ્યાનમાં લીધા વગર મને દર્શન કરાવ્યા. જેના કારણે માતાજીના આશીર્વાદ આપણે બે ને મળ્યાં.. સ્વામી.. આટલી મારી દુઃખભરી કહાની છે.. કૃપા કરીને સ્વામી ધર્મ નિભાવી ને મને આ શ્રાપમાંથી સંપૂર્ણ મુક્તિ અપાવો."

"હે મારી શ્યામા હું તને શ્રાપમાંથી મુક્તિ અપાવવા મદદ કરીશ... પણ પછી તારે સામાન્ય નારીની જેમ મારી પત્ની બનીને રહેવું પડશે. બોલ કબૂલ છે?"

શ્યામા:-" હા, કબૂલ છે.. જો હું શ્રાપથી મુક્ત પામુ તો ,હું તમારી પત્ની તરીકે સામાન્ય નારી તરીકે જીવન જીવવા તૈયાર છું.. પણ તમારે પ્રથમ ત્રણ દિવસ મારા માટે અહીં મહેલમાં એક પતિ તરીકે આપવા પડશે.. એ પણ ' મારા અહીં ના ત્રણ દિવસ '.. હું દિવસે શ્યામા તરીકે મહેલમાં રહીશ. અને રાત્રે દેવપ્રિયા તરીકે તમારી સાથે રહીશ."

આ સાંભળી ને ભાર્ગવ એ પ્રમાણે તૈયાર થયો.

શ્યામા એ રૂપ બદલીને દેવપ્રિયા બની.

એ રાત્રે ભાર્ગવ સાથે એક પત્ની તરીકે નું જીવન પસાર કર્યું.

બીજા દિવસે એ શ્યામા બની.

એ મહેલમાં બધા પ્રકારના સુખ સમૃદ્ધિ હતી.

આમને આમ.. ત્રણ દિવસ પસાર થયા.

ભાર્ગવ અને શ્યામા પતિ પત્ની તરીકે ત્રણ દિવસ રહ્યા.

ચોથા દિવસે સવાર થતાં જ ભાર્ગવે જાગીને જોયું તો એ પોતે અને શ્યામા એ ઝૂંપડીમાં હોય છે.

શ્યામાની દૈવી શક્તિ ઓછી થતી હતી. પણ.. શ્યામાની બધી કુરૂપતા અને અપંગપણુ સંપૂર્ણ દૂર થયું હતું.

સવાર થતાં ભાર્ગવ બોલ્યો:-" હે પ્રિયે, હવે તારા વચન મુજબ તારે મારી પત્ની તરીકે મારી સાથે મારા ગામ આવવું પડશે. મારી માં મારી રાહ જોતી હશે.. આ ચાર દિવસથી હું ઘરે ગયો નથી એટલે એ ચિંતા કરતી હશે."

આ સાંભળીને શ્યામા હસી.

બોલી:-" ઓ મારા ભોળા સ્વામી, તમે દિલના ઘણા સારા છો..પણ ભોળા પણ છો.. હું તમારી સાથે તમારી પત્ની તરીકે જવા તૈયાર છું.. પણ તમને ખબર છે... હું હવે તમારા સંતાનની માતા બનવાની છું. હવે મને લાગે છે કે સંતાનના જન્મ પછી મને લાગેલો શ્રાપ લગભગ પૂરો થશે.. એ માટે તમારી આભારી છું.. આપના કહ્યા મુજબ જીવવા હું તૈયાર છું."

 આ વાત સાંભળીને ભાર્ગવ ચોંકી ગયો.

બોલ્યો:-" હે પ્રિયે.. હજુ તો આપણે ત્રણ દિવસ જ સાથે રહ્યા છીએ.. તું મારા સંતાનની માતા બનવાની છે? આ તું શું બોલે છે? મારા પપ્પા જાણશે તો મને ઘરમાં આવવા દેશે નહીં.. હું કમાતો પણ નથી. તો તારૂં ભરણપોષણ કેવી રીતે કરીશ ?"

શ્યામા બોલી:-" તમે ચિંતા ના કરો. હું મહેનત કરીશ આપણે બંને મહેનત કરીને ગુજરાન કરીશું.. હા, તમે ત્રણ દિવસ ની વાત કરો છો? તો તમને જણાવું કે આપણે અહીં પૃથ્વી પરના નહીં.. પણ અલૌકિક દુનિયાના મહેલમાં પસાર કર્યા હતા.. એ ત્રણ દિવસ નહોતા.. પણ એ ત્રણ મહિના પસાર થયા.. તમે ત્રણ મહિનાથી તમારા ઘરે ગયા નથી.. તમારી માતા ચિંતા કરતી હશે.. એટલે હવે આપણે જઈશું તો ખુશ થશે.. તમને બહુ સ્નેહ કરે છે ને?. મને પણ માં નો પ્રેમ મળશે... ચાલો આજે જ આપણે તમારા ઘરે જઈએ."

શ્યામા સ્વરૂપા દેવપ્રિયાને લઈને ભાર્ગવ ઝૂંપડીની બહાર નીકળે છે.. એ વખતે ઝૂંપડીની બહાર એક દિવ્ય પુરુષ ઊભેલા હોય છે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama