STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy

3  

Kaushik Dave

Drama Fantasy

દેવપ્રિયા ભાગ-૪

દેવપ્રિયા ભાગ-૪

5 mins
185

દેવપ્રિયા " ભાગ -૩ માં જોયું કે ભરૂચ પાસેના ગામમાં રહેતો કોલેજીયન યુવાન ભાર્ગવ પોતાની મમ્મીની માનતા પપૂરી કરવા માટે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા જાય છે. પાવાગઢ પર એક અપંગ, કુરૂપ,કુબડી શ્યામા નામની યુવતી મદદ માંગતી હોય છે. ભાર્ગવને દયા આવે છે.


હવે આગળ...શ્યામા:-" હે યુવાન હું કુરૂપ છું. મારા શરીરની વાસ તું સહન કરી શકીશ નહીં...ધીરે ધીરે માતાજી ના દર્શન કરવા જઈશ. લોકો તારી ફજેતી કરશે..કદાચ તને કોઈ રોગ પણ થઈ શકે."

આ સાંભળી ને ભાર્ગવ બોલ્યો,:-" હે શ્યામ સુંદરી..મારી મમ્મીએ મને સારા સંસ્કાર આપેલા છે. જરૂરિયાત, અપંગ અને અનાથ ને મદદ કરવી..મારી પાસે આ લાકડી છે..એના એક બાજુ ના ટેકે અને બીજી બાજુ હું સહાય કરીશ.. ને ગંધની વાત કરે છે તો મને એ પરેશાન નહીં લાગે.."

સારૂં યુવાન..પહેલા મને ટેકો આપ. પછી લાકડી...પણ એક બાજુથી સહારો આપવો પડશે.. થોડીવારમાં હું થાકી જવાની છું.. મહાકાળી માતાજી હંમેશા તને સહાય કરે."

આ પછી ભાર્ગવે એક બાજુ થી લાકડી નો ટેકો આપ્યો અને બીજી બાજુ થી શ્યામા નો એક હાથ પકડી ને ધીરે ધીરે ચાલવા લાગ્યો.

સમય પસાર થતો હતો..પણ રસ્તો કપાતો નહોતો.

ભાર્ગવે વિચાર્યું કે આમ તો સાંજ પડી જશે.. ઘરે ક્યારે પહોંચીશ.. ને ઝંખના ને ફોન પણ કરવો છે..એની સગાઈ થઈ ગઈ કે નહીં... ઝંખના એ ફોટા પણ મોકલ્યા નથી.

આમ વિચારીને ભાર્ગવે નક્કી કર્યું કે આ શ્યામા વજન માં ભારે દેખાતી નથી.. જો એને ઊંચકીને ચાલું તો જલદી પહોંચી જવાય...પણ લોકો જુએ ને મારી મશ્કરી કરે તો...તો...

જો લોકો અત્યારે મને તાકી તાકીને જાય છે..ને મનમાં હસતા હોય એમ લાગે છે.

કુરૂપ શ્યામા ભાર્ગવ નું મુખ જોઈ ને બોલી:-" યુવાન..તને શરમ આવતી હોય તો તું જા. હું આ તારી લાકડી ના સહારે સાંજ સુધીમાં દર્શન કરી શકીશ. આવતા જતા લોકો તને અને મને જોઈને ઠઠ્ઠામશ્કરી કરતા હોય એમ લાગે છે...મારી વાત માન. મને એકલી રહેવા દે."

ભાર્ગવ:-" હે શ્યામ સુંદરી.. લોકોના બોલવા પર હું ધ્યાન રાખતો નથી.. ભગવાન શિવજીની કૃપા છે...તો તારા જેવા અનાથ,અને અપંગની સેવા કરવાનો મને ચાન્સ મળ્યો છે... આમ તો આપણે સાંજ સુધી માં દર્શન કરી શકીશું નહીં... જો હું તને ઉંચકીને ચાલું તો તને વાંધો તો નથી ને? તો જલ્દી મંદિર પહોંચી જવાશે.. ને સાંજ સુધી માં હું મારા ઘરે પહોંચી શકું. મારા મમ્મી મારી રાહ જોવાના છે."

શ્યામા :-" હે દયાળુ યુવાન.. મને કહે કે તેં આ રીતે સેવા કરી છે તારી પત્ની ને ખબર પડશે તો તને લડશે.. ને મારા શરીર ની ગંધ તારા શરીરમાં આવશે... મને તો વાંધો નથી.. દુનિયામાં આવા સેવાભાવી લોકો પણ હોય છે એ આજે ખબર પડી.. આજે તો મહાકાળી માતાજી મારા પર બહુ દયાળુ થયા છે.. સાચી શ્રદ્ધા રાખી છે એટલે તો તારા જેવો યુવાન મદદ કરે છે."

ભાર્ગવ :-" હે શ્યામ સુંદરી.. મારા નસીબ માં આવી સેવાનો મોકો પ્રથમ વાર મળ્યો છે. ને હજુ હું કમાતો પણ નથી. મારા બાપુના ગોરપદા ના કામમાં મદદ કરૂં છું. મારૂં લગ્ન હજુ થયું નથી એટલે મને કોઈ લડશે નહીં..હા જો મારી મમ્મી ને ખબર પડશે તો મને લડશે નહીં પણ રાજી થશે.આવા સેવાભાવી કામ અને દાન દક્ષિણા માટે રૂપિયા સો આપ્યા છે. તો.. હે શ્યામા તું ચિંતા ના કર... હવે હું તને ઉંચકીને મંદિર દર્શન કરવા લઈ જઉ છું ."

આમ કહી ને ભાર્ગવે એક ખભે બગલથેલો ભરાવેલો હતો. એને વ્યવસ્થિત રાખ્યો. એ કુરૂપ શ્યામા ને ઉંચકી ને ચાલવા માંડ્યો.

જ્યારે એ શ્યામા ને ઉંચકી ત્યારે વજનમાં હલકી લાગતી હતી.. પણ ધીરે ધીરે એનું વજન વધુ હોય એમ લાગ્યું... એટલે ભાર્ગવે મહાકાળી માતાજીનું સ્મરણ કર્યું.

આમ મહાકાળી માતાજી ના ચાલીસા બોલતો ભાર્ગવ ચાલતો હોય છે. એ વખતે દર્શન કરવા આવનારા યાત્રીઓ આ દ્રશ્ય જુએ છે. ને બધા પોતપોતાની રીતે ટીકા ટિપ્પણી કરવા લાગે છે.

ઓહો..કેવી સેવા કરે છે !

આવી કુરૂપ પત્ની છે ને આ ફુટડો સોહામણો જુવાન... ભગવાને પણ કેવું કજોડું બનાવ્યું છે !

તો બે બહેનો વાત કરતા હોય છે... આપણી કાળી ને પણ આવો સ્માર્ટ સેવાભાવી છોકરો મલે તો સારું...પણ દુનિયા માં આવા સારા છોકરા છે જ ક્યાં ?

તો બીજી કહે... જાને બહેન પેલી કુબડી ને પૂછ ને કે તેં કયા વ્રત કે ઉપવાસ કર્યા છે તો આવો સુંદર યુવાન મળ્યો.

ભાર્ગવ તો માતાજી ના સ્મરણ માં મસ્ત બની ને શ્યામા ને લઈ ને ચાલતો હોય છે..પણ આવી વાતો પર ધ્યાન આપતો નથી.

આ જોઈ ને કુરૂપ શ્યામા ને નવાઈ લાગે છે..કે યુવાન કેવો છે... આવી ટીકા ટિપ્પણી ની કોઈ અસર થતી નથી... સજ્જન માણસ ની આજ ખાસિયત હોય છે..

હવે ભાર્ગવ ને વજન વધારે લાગતું હોવાથી શ્યામા ને થોડી વાર નીચે બેસાડે છે.

બોલે છે:-" હે સુંદરી હમણાં જ હું તને દર્શન કરાવીશ..હવે આપણે પગથિયાં પર તો આવી ગયા છીએ..ઘડીક વારમાં આપણે મંદિર માં..પણ આપનું વજન ઓછું લાગતું હોવા છતાં ભાર કેમ વધુ લાગે છે..કદાચ માતાજી પરિક્ષા કરતા હશે.. જો આપને પાણી પીવું હોય તો આપું.."

ના યુવાન તું થાકી ગયો છે. હું હવે ધીરે ધીરે જાતે જઈને દર્શન કરીશ... પણ તને મને મદદ કરતા કોઈ પણ પ્રકારની શરમ નથી ને ! કે ટીકા ની પણ કોઇ ?

ના..ના.. દુનિયા છે બોલ્યા કરે... દરેક ના મુખ બંધ થોડું કરાય છે. હવે ચાલો તમને ઉંચકી ને દસ મિનિટ માં મંદિર માં.."

 આમ બોલીને ભાર્ગવ શ્યામા ને ઉંચકે છે....પણ..પણ..

 આ શું ...આતો સાવ હલકી ફૂલ જેવી લાગે છે.. મહાકાળી માતાજી મારી પરિક્ષા કરે છે કે શું? ને.. ને... દુર્ગંધ પણ હવે જતી રહી હોય એમ લાગે છે... ક્યાં ક....આ... કોઈ....... અરે... હવે તો દુર્ગંધ ના બદલે કોઈ દિવ્ય સુગંધ આવતી હોય એમ લાગે છે.....

 ઝડપભેર ભાર્ગવ ચાલવા માંડે છે.

 કુરૂપ શ્યામા વિચારે છે કે આવો સેવાભાવી, સોહામણો,ફુટડો યુવાન જો મારો જીવનસાથી બને...તો...તો.... મને લાગેલો શ્રાપ કદાચ થોડા સમયમાં પુરો થાયે..પણ ખરો... તો...તો.. હું આ યુવાન ની જીવનભર સેવા કરીશ.

( ક્રમશઃ ભાગ-૫ માં... ભાર્ગવ કુરૂપ શ્યામા ને મહાકાળી માતાજી ના દર્શન કરાવે છે....પણ...પણ.... કહે છે કે જેવા કર્મ એવા ફળ... ભાર્ગવ ને એના સારા કર્મો નું શું ફળ મળશે ?.. શ્યામા ને કયો શ્રાપ હોય છે?. શું દેવપ્રિયા નો ભાર્ગવ ના જીવન માં પ્રવેશ થશે? આ દેવપ્રિયા કોણ છે?.. નવરાત્રી માં.. મહાકાળી માતાજીના દર્શન.


Rate this content
Log in

Similar gujarati story from Drama