Kaushik Dave

Drama Fantasy

3  

Kaushik Dave

Drama Fantasy

દેવપ્રિયા ભાગ-૨

દેવપ્રિયા ભાગ-૨

4 mins
236


ભાગ-૧ માં જોયું કે સાથે કોલેજમાં ભણતા ભાર્ગવ અને ઝંખના એક બીજા ને પસંદ કરતા હોય છે.. અને ઝંખના ના ઘરે મુંબઈથી મહેમાન આવવાના હોય છે. ભાર્ગવને પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા જવાનું હોય છે..હવે આગળ...

ઝંખના ભાર્ગવને કહે છે," ભાર્ગવ,કાલે હું કોલેજ આવી શકવાની નથી.".  

   "કેમ.કેમ?". 

  "જો ભાર્ગવ.. આજે સાંજે મુંબઈથી મહેમાનો આવવાના છે.". 

 "તો..તારા પપ્પા મમ્મી છે ને." 

 "એવું નથી..પણ એમાં એક છોકરો મને જોવા આવવાનો છે..મારા પપ્પાના મિત્રનો છોકરો છે.. મુંબઈમાં કપડાંની દુકાન છે. કદાચ કાલે સગાઈ પણ થાય.. એવું મમ્મી કહેતી હતી. પણ.. આપણી ફ્રેન્ડશીપતો રહેશે જ...". 

 થોડો ઉદાસ થઈ ને ભાર્ગવ બોલ્યો," માં બાપની ઈચ્છાને પણ માન આપવું પડે.. ફ્રેન્ડશીપ તો રહેશે જ...હા.. હું તને કહેવાનું તો ભૂલી ગયો કે આવતી કાલે હું પણ કોલેજ આવવાનો નથી.".   

  "કેમ? કેમ? તને પણ જોવા."...... ઝંખના આતુરતા પૂર્વક બોલી...

 "નારે..ના.. કાલે સવારે મારે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા જવાનું છે."   

"કેમ કોઈ બાધા છે? "  

 "જો અત્યારે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ ચાલે છે..ને કાલે આઠમ છે.. મારી મમ્મી દર નવરાત્રિ એ માતાજીના દર્શન કરવા જતી હોય છે.. એમણે આ વખતે મહાકાળીની માનતા માની છે...પણ..પણ મારી મમ્મી કાલે જઈ શકે એમ નથી.. એટલે..". 

 "તો તારા પપ્પા ના જાય! " 

  " ના. મારા મમ્મી એ મારા માટે જ માનતા માની હતી. એટલે મારે જ જવું પડશે.. પછી બે દિવસ પછી આપણે મળીશું..હા.. સગાઈના પેંડા જરૂર લાવજે. છોકરાનો ફોટો મને તો બતાવજે. ને...હા...તારા લગ્નમાં આમંત્રણ આપજે.". 

 ઉદાસ થતાં બંને કોલેજ થી છૂટા પડ્યા.

ભાર્ગવ કોલેજ થી સાયકલ લઈને પોતાના ઘરે આવે છે.

ભાર્ગવ પોતાની મમ્મી ને ઝંખનાની વાત કરે છે.

રાત્રે ભાર્ગવની મમ્મી ભાર્ગવને સલાહ આપે છે.

બોલે છે:-" બેટા, માતાજી ના દર્શન વખતે ભક્તિ ભાવથી દર્શન કરજે..અને હા..તને માતાજીની સ્તુતિ તો યાદ છે ને? જો તારા પપ્પા તારા માટે પૂજાપાનો સામાન પણ લાવ્યા છે. ચુંદડી,કંકુ, પેંડા નો પ્રસાદ, શ્રી ફળ. ને જો તારે પાવાગઢ માં દાન દક્ષિણા કરજે. આ પરચુરણ પણ છે. ને જો કોઈ ગરીબ ને મદદરૂપ કરજે. તને ખબર છે ને કે અનાથ અને ગરીબ ને મદદરૂપ થવાથી ઈશ્વર પણ ખુશ થાય છે.

અને હા, દર્શન કરવા જાય તો ઝંખના ને ભૂલી જજે. તું પાછો આવીશ ત્યાં સુધી માં એની કદાચ સગાઈ થઈ ગઈ હશે..જો મહાકાળી માતાજી ની કૃપા હશે..તો માતાજી એ તારા માટે કોઈ કન્યા શોધી રાખી હશે..હા... પેંડા નો પ્રસાદ ધરાવીને થોડો પ્રસાદ તું લેજે અને બે પેંડા અમારા માટે રાખજે. બાકીના દર્શનાર્થીઓ ને આપજે. પ્રસાદ તો જેટલો વહેચીએ એટલો સારો. ઈશ્વર પણ ખુશ થાય છે."

આજ્ઞાંકિત ભાર્ગવ બોલ્યો:-" મમ્મી હું તારું કહ્યું માનીશ. કોઈ જરૂરિયાત ને મદદરૂપ થઈશ. તું ચિંતા ના કર. હવે હું મોટો થયો."

હવે ભાર્ગવ હસતો બોલ્યો:-" મમ્મી જો મને પાવાગઢ જતાં કોઈ કન્યા મલી જાય અને લગ્નની ઓફર કરે તો... અથવા હું લગ્ન કરીને જ આવું તો.. ઈશ્વર ના કરે..પણ આવું થાય તો તું શું કરીશ?"

"બેટા ઈશ્વર ની, મહાકાળી માતાજી ની કૃપા ગણીને સ્વિકારી લેવાનું..ને જો એટલું સમજી કે તેં કદી ખોટું કર્યું નથી.તો માતાજી તારું ખોટું થવા દેશે નહીં. "

સારું માં...આ બધી વસ્તુઓ માટે એક બગલથેલો લેતો જવાનો છું. ચેઈન વાળો છે એટલે ચિંતા નહીં. આપણા ગામની શાકભાજીનો ટેમ્પો સવારે પાંચ વાગ્યે ભરૂચ જાય છે.. એમાં ભરૂચ જતો રહીશ પછી મારી રીતે હું પાવાગઢ જતો રહીશ...અને હા... સાંજે તો પાછો ઘરે તો આવી જઈશ."

" સારૂં બેટા છતાં પણ ધ્યાન રાખજે.આ તો તું પહેલી વખત એકલો પાવાગઢ જાય છે. આ પહેલા તો તું નાનો હતો ત્યારે તને બે વખત પાવાગઢ લેતી ગઈ હતી...અને ..હા..બેટા.. સાચવીને જવાનું...એક સમાચાર આપણા સમાજ ના મળ્યાં છે કે એક જુવાનજોધ છોકરો ગુમ થયેલો છે..કોણ છે એ છોકરો એ હજુ ખબર પડી નથી..માટે સાચવીને જવાનું બેટા..લે બેટા તારા પપ્પા એ ખર્ચાના અને ભાડાના પાંચસો રૂપિયા આપ્યા છે..ને આ મારી બચતના સો રૂપિયા કોઇ અપંગ, અનાથ ને દાન દક્ષિણા કરી દેજે... હવે મોડી રાત થઈ.. તું હવે સુઈ જા પાછું સવારે વહેલા જવાનું છે."

વહેલી સવારે ભાર્ગવ સ્નાન કરીને પૂજા કરીને ભરૂચ જતા ટેમ્પામાં બેસી જાય છે. ભાર્ગવે બ્લ્યુ જીન્સ પેન્ટ પર કેસરી રંગનો ઝભ્ભો પહેર્યો છે.સાથે બગલથેલા માં પૂજાપાનો સામાન અને નેપકીન લીધો છે. 

ટેમ્પો છ વાગે ભરૂચ જવા નીકળે છે.અડધા કલાકમાં ભરૂચ હાઈવે પર પહોંચી જાય છે.. થોડીવારમાં વડોદરા જતી ટ્રક માં બેસી જાય છે. 

પણ કરજણ આવતા પહેલા ટ્રક બગડી જાય છે. બીજું વાહન જલ્દી મળતું નથી..અડધો કલાક પછી બીજી ટ્રકમાં એ બરોડા હાઈવે પર ઉતરી જાય છે.

( ક્રમશઃ:- ભાગ-૩ માં ભાર્ગવ પોતાની 'માં' ની વાત માની ને પાવાગઢ દર્શન કરવા જાય છે. ત્યારે પરોપકારી એવો ભાર્ગવ મદદરૂપ થવા જતા કેવી પરિસ્થિતિમાં મુકાઇ જાય છે? જાણવા માટે વાંચો " દેવપ્રિયા " ...)


Rate this content
Log in

Similar gujarati story from Drama