kusum kundaria

Crime Others


3  

kusum kundaria

Crime Others


ઢીંગલી

ઢીંગલી

1 min 693 1 min 693

સરોજને સારા દિવસો બેઠા. ઘરમાં બધાંને જાણ કરી. તે બહુ ખુશ હતી. આવનાર બાળકના વિચારોમાં ખોવાઈ જતી. કેટલા સ્વપ્નો સજાવ્યા હતા એણે.

એક દિવસ તેનો પતિ અને સાસુ તેને દવાખાને લઈ ગયા. ડોક્ટર સાથે પહેલાંજ વાત કરી લીધી હતી. સોનોગ્રાફી કરી. ડોક્ટરે સરોજના પતિને કહ્યું 'દીકરી છે'. આ સાંભળીને સરોજના પતિએ કહ્યું 'એબોર્શન કરી નાખો. મારે દીકરી ન જોઈએ.' તેણે તેની માતાને વાત કરી. બંને એ મળી નિર્ણય લઈ લીધો.

સરોજને આ વાતની જાણ થવા ન દીધી. તારે હજુ ટેસ્ટ કરાવવા પડશે, કહીને ફોર્મંમાં સહી પણ લઈ લીધી ! ક્લોરોફોમ આપી સરોજની જાણ બહારજ ગર્ભપાત કરાવી નાખ્યો. સરોજ જ્યારે ભાનમાં આવી ત્યારે તેના સાસુએ કહ્યું, 'સારું થયું આ દીકરીની બલા ટળી !'

સરોજ તો આ સાંભળીને સૂનમૂન થઈ ગઈ. તે બેબાકળી થઈને દોડી. ચીસો પાડવા લાગી 'મારી ઢીંગલીને તમે ક્રુરતાથી રહેંસી નાખી તમને ઈશ્વર કદી માફ નહિ કરે.'

તેને ઘરે લઈ આવ્યા. પણ સરોજના દિલ પર ઊંડી ચોટ પડી હતી. તે હવે આખો દિવસ રમકડાની ઢીંગલીને લઈને ફર્યા કરે છે અને બબડ્યા કરે છે. મારી દીકરી તું મને બહુ વહાલી છે. હું તને રાક્ષસોથી બચાવીશ તું ડરતી નહિ હો.


Rate this content
Log in

More gujarati story from kusum kundaria

Similar gujarati story from Crime