Shweta Talati

Thriller Tragedy

3  

Shweta Talati

Thriller Tragedy

ઢીંગલી

ઢીંગલી

1 min
8.1K


જ્યારે ઘરમાં દીકરી નો જન્મ થાય ત્યારે બધાને એમ લાગે કે ઘરમાં એક નાની ઢીંગલી આવી. એને રમાડવાનો ખૂબ જ આનંદ આવે. નાની નાજુક પ્યારી દીકરી ને ઢીંગલી ના હુલામણા નામથી ખાસ કરીને ગુજરાતમાં બોલાવવાની જાણે એક પ્રથા છે. હવે કોઈ ઘરમાં ઢીંગલી ના બદલે ગુડ્ડી પણ કહે.

વર્ષોથી સમાજ માં ઢીંગલીઓની નવરાત્રિમાં ગોયણી કરીને પૂજા કરવામાં આવે છે અને તેમને દેવીનો અવતાર ગણવામાં આવે છે. તેમ છતાં પણ ઢીંગલીઓ ને વર્ષોથી રમકડું જ કેમ ગણવામાં આવે છે? ફિલ્મ ઇન્ડસ્ટ્રી લઈએ કે કોઇપણ ઓફિસ જેમાં સ્ત્રીને આ પુરુષ પ્રધાન સમાજમાં આવતી અડચણો કોઈનાથી છૂપી નથી.

ગમે તેટલી મોટી થાય તોપણ નાજુક, હ્રદય વાળી સ્ત્રીઓ ની અંદર ક્યાંક ઢીંગલી જેવી નિર્દોષતા છુપાયેલી હોય છે. લગ્ન કરીને જાય ત્યારે સાસુ સસરા પતિ અને નણંદ માટે ક્યાંક તે હંમેશા સેવા કરવા તત્પર ઢીંગલી, ક્યાંક દહેજના નામે હોમાતી ઢીંગલી, ક્યાંક પોતાની ઇચ્છાઓ- આગળ વધવાની મહત્વકાંક્ષાઓ ને દબાવી રાખી કુટુંબની પ્રથાને અનુસરતી ખૂબ જ ટેલેન્ટેડ ઢીંગલીઓ તો ક્યારેક બધા માટે કમાવાનું સાધન બની જતી ઢીંગલી. કોઈવાર વહુના હાથે રમકડું બની જતી વૃદ્ધ ઢીંગલી.

ચાવી દઈએ એટલે તેની ડોક (ગરદન) ગોળ ગોળ ફેરવે પણ બોલે કશું જ નહીં. જો બોલે તો મર્યાદા વગરની કે આખાબોલી કહેવાય. આપણા સમાજમાં નાની-મોટી ઢીંગલીઓની જરા પણ કમી નથી.


Rate this content
Log in

Similar gujarati story from Thriller