Shweta Talati

Drama Inspirational Thriller

3  

Shweta Talati

Drama Inspirational Thriller

અજંપો, ચિન્તા

અજંપો, ચિન્તા

2 mins
7.8K


“ચિંતા ચિતા સમાન છે.” તે વાક્ય લગભગ બધાં ગુજરાતીઓએ સાંભળ્યુ જ હશે.. ખરેખર ચિંતા કરવાથી કંઈ જ ફાયદો ના થાય પણ ચિંતા કરનારનાં શરીરને નુકસાન જરૂર થાય. માણસનો સ્વભાવ, તેની પોતાનાં પ્રત્યેની લાગણી ચિંતા કરાવ્યા વગર રહેતી જ નથી !!

તેવી જ એક વાત... કોલેજમાં ભણતો એક ચંચળ તોફાની છોકરો, જેની જવાબદારી પિતાનાં મૃત્યુ પછી સ્વાભાવિક રીતે જ મોટાભાઈ એ સ્વીકારેલી.. અલ્લડ, ચંચળ સ્વભાવ અને જુવાનીની ઉંમર. મોટાભાઈ તેને કોલેજ ભણવાં મોકલે પણ તેને ભણવું ગમે જ નહીં. મહેનતથી પાઇ-પાઇ ભેગી કરી બે નાનાં ભાઈ અને મા એમ આખાં કુટુંબની જવાબદારી એક સૌથી મોટાં ભાઈનાં માથાં ઉપર.. સૌથી નાનો હોવાનાં લીધે, લાડ-પ્યારનાં લીધે એ અલ્લડ ચંચળ છોકરો બધાને ખાસ ચિંતા કરાવતો. બહાર ચટપટુ ખાવાનો ખૂબ જ શોખીન, ફિલ્મનો શોખીન .. અને મોટાભાઈએ આપેલાં પૈસા તે તેમાં ખર્ચી નાખતો.

મોટાભાઈની તકલીફ ન સમજે અને બસ પોતાની દુનિયામાં જ રચ્યોપચ્યો રહેતો.. માતા અને મોટાભાઈ ચિંતા કરતાં. અને તેને કોઈ વ્યવસાયમાં સેટ કરવાનાં પ્રયત્નો કરવાં લાગ્યા. એકાદ-બે વ્યવસાયમાં હથોઠી ન બેઠી મોટાભાઈની ચિંતા વધતી ચાલી. બધાને અજંપો રહેતો કે આનું શું થશે??

અમુક વર્ષો પછી એક વ્યવસાય ફાવી ગયો અને તે ગૃહસ્થીમાં ઠરીઠામ થઈ ગયો. સમય જતાં નસીબ નું ચક્ર કેવું ફર્યું?? વિધિનાં લેખ કોણ બદલી શકે છે? સમયનું કરવું ને વારાફરતી બંને મોટાભાઈ અને માતાનું મૃત્યુ થવું .... જિંદગીમાં ક્યારે ટર્નિંગ પોઇન્ટ આવશે તે કોઈને ખબર હોતી નથી..

કોઈ ટર્નિંગ પોઇન્ટ સારાં તો કોઈ ખરાબ હોય છે. હંમેશા બધાંને ચિંતા કરાવતો, સૌથી નાનો તે અચાનક સૌથી મોટો થઈ ગયો. મોટાભાઈનાં સંતાનોની જવાબદારી તેણે ઉપાડી લીધી. ખુબ જ મહેનત કરવી પડે તેવું હતું. આ ટર્નિંગ પોઇન્ટ સારો તો ન જ કહેવાય પણ એ તેને ખૂબ જ જવાબદાર બનાવી ગયો અને જાણે તેનાં વિકાસમાં એક milestone થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Drama