STORYMIRROR

Shweta Talati

Drama Tragedy

3  

Shweta Talati

Drama Tragedy

નયન

નયન

1 min
14.2K


એક સુખી દંપતી. સુંદર પત્નીની સુંદરતા માં તેના સુંદર નયન ચાર ચાંદ લગાવતા હતા. તે તૈયાર થતી ત્યારે આંખમાં કાજલ અને આઇઝ મેકઅપ ને ખૂબ મહત્વ આપતી. જાણે તેની સુંદર આંખો પર તેને અભિમાન હતું. પતિ પણ તેની સુંદર આંખોથી ખૂબ જ પ્રભાવિત રહેતો.

વાતચીતમાં તેની નયન મટકાવાની ટેવ અને બોલતી બોલતી આંખો શબ્દોના હાવ ભાવ વ્યક્ત કરતી.

એક દિવસ રસોડામાં ગેસ પાસે કામ કરતા અચાનક ભડકો થયો અને અકસ્માતમાં પત્નીની આંખો ગઈ. ખૂબ ધમપછાડા અને વિનંતી કરવા છતાં ડોક્ટરોનો એક જ જવાબ હતો અમે તેને બચાવી શકીએ તેમ નથી. ઘણા ડોક્ટરો (આઈ સ્પેશ્યાલીસ્ટ) પાસે જુદાજુદા શહેરોમાં ભટકવા છતાં તે આંખો નું તેજ અને ચંચળતા પાછા ન મળી શક્યા.

મહિનાઓ દવાખાનાઓની રઝળપાટ પછી ઘરે આવ્યા ત્યારે નિરાશ પત્ની ને જોઈએ પતિએ કહ્યું - "આજથી મારી આંખોની નજર થી તું દુનિયા જોઈશ અને મારો ખભો તે તારી લાકડી."


Rate this content
Log in

Similar gujarati story from Drama