Shweta Talati

Others Tragedy

3  

Shweta Talati

Others Tragedy

યાતના

યાતના

1 min
7.6K


વાંચ્યું જ્યારે ગઈકાલના (૨૬-૦૭-૨૦૧૮) પેપરમાં મહેસાણા બાજુના એક ગામની દિકરી પર એક બેકાર રખડું યુવકનુ અચાનક જ છોકરીના ચહેરા પર તેજાબ છાંટી દઈ ભાગી જવું. સતત તેની પાછળ પડી ગયેલો આ બદમાશ તેની પાસે પ્રેમની માંગણી કરતો હતો અને તેમાં આ નિર્દોષ કન્યા એ દાદ ન આપતા તેને મળી આટલી બધી “યાતના” ?

અને આજે (27/7) “ભુજમાંથી એક યુવતી ગાયબ, સગા ભાઈની ભૂંડી ભૂમિકા."

''યુવતીને નેતાઓએ હવશનો શિકાર બનાવી.” માતા-પિતા ન હોવાથી તે ભાઈના આશરે હતી. ભાઈ તરફથી આટલી બધી “યાતના” ?

“ક્રાઇમ વોચ”માં વહેમી અને શંકાશીલ સ્વભાવના લીધે કાળા કલુટીયા પતિનું સુંદર પત્નીને રોજ સિગારેટના ડામ આપી આપેલી અકલ્પનીય “યાતના.”

નિર્દોષ અને બેસહારા છોકરીઓ પર અત્યાચાર અને તેના કારણે તેમને ભોગવવી પડતી યાતનાના સમાચારો કંપાવી દે છે. જો આપણને ફક્ત વાંચવાથી આટલી તકલીફ થાય તો તેમને કેટલી યાતના મળી હશે ?

અમુક મર્યાદિત વિકૃત લોકોની માનસિકતા નિર્દોષને યાતના આપી જાય છે !


Rate this content
Log in