જવાબદારી - ટૂંકી વાર્તા
જવાબદારી - ટૂંકી વાર્તા
અચાનક કાર અકસ્માતમાં આગળની સીટ પર બેઠેલા માતા-પિતાનું મૃત્યુ થયું. પાછલી સીટ પર બેઠેલા ત્રણેય બાળકો નાની મોટી ઈજા સાથે બચી ગયા. તેમાં સૌથી મોટા દસ વર્ષના બાળક પર તેનાથી નાની સાત વર્ષની બહેન અને પાંચ વર્ષના ભાઈની અણધારી જવાબદારી આવી પડી.
અત્યાર સુધી નાનો ગણાતો બાળક અચાનક મોટો થઈ ગયો. સરકારી શાળાનાં અભ્યાસની સાથે ચાની કીટલી પર વાસણ ધોવાનું કામ, કમાવા અને નાનાં ભાઈ બહેનને ઉછેરવા તેણે શરૂ કર્યું. એનજીઓ અને સગા તરફથી થોડી ઘણી મદદ મળી, પણ નિયમિત આવક નું શું?? નોકરચાકરવાળા બંગલામાં રહેતો બાળક જેણે પોતાનો પાણીનો ગ્લાસ પણ જાતે ન લીધેલો તે સમયનાં અસાધારણ મારની સાથે કેટલો જવાબદાર બની ગયો. માબાપ જેને બેજવાબદાર કહી વાતવાતમાં ટોકતાં, જો તે જોઈ શકતાં હોત આકાશમાંથી કે તેમના ગયા પછી તે બેજવાબદાર બાળક કેટલો વધુ જવાબદાર બની ગયો.
