Tanvi Tandel

Drama Fantasy Thriller

2.5  

Tanvi Tandel

Drama Fantasy Thriller

ડેડ મેન

ડેડ મેન

4 mins
788


પ્રયોગશાળામાં ઝાંખો ઝગમગતો પ્રકાશ રેલાઈ રહ્યો છે.પોતાની લેબમાં સાક્ષી તેના ગ્રૂપની સ્ત્રીમિત્રો સાથે ' મેન ડેડ ' ટોનિક કેપસ્યુલ માં ભરી રહી હતી. થોડા જ સમયમાં તેઓ અવકાશયાન દ્વારા આ ટોનિક ને પૃથ્વી પર સ્પ્રેડ કરવાના હતા. પોતાના જીવનના યુવા સમયના ૪૦ વર્ષો સાક્ષીએ આ અમૂલ્ય ટોનિક બનાવવામાં કાઢ્યા હતા. ખૂબ જ ખાસ અને કિંમતી હતું તેનું આ અમૂલ્ય વૈજ્ઞાનિક સંશોધન. આ કેપ્સ્યુલનું રસાયણ પૃથ્વી પર પડતાં જ પુરુષોનું અસ્તિત્વ નાશ પામવાનું હતું.

૨૦૭૦ નું વર્ષ ચાલી રહ્યું છે. મહિલા સશક્તિકરણ, મહિલા અધિકારો સઘળાં દાવા અસ્તિત્વ માં આવી ચૂક્યા હતા. સ્ત્રીઓનું આધિપત્યનું વાતાવરણ સર્જવામાં જવાબદાર હતી સાક્ષી અને તેના જેવાજ અભિપ્રાય ધરાવતી મહિલાઓ. આ સ્ત્રી સભ્યોએ પૃથ્વી પર મેન ડેડ ટોનિક સ્પ્રેડ કરી દીધું હતું. ને ધીમે ધીમે બે જ મહિનામાં સમગ્ર પૃથ્વી પરથી પુરુષોની જાતિ નાશ પામી. પુરુષ વિહોણા સમાજની કલ્પના સાકાર થઈ હતી. માત્ર એક પુરુષ ' શાશ્વત ' જીવંત હતો. સાક્ષી ના ગ્રુપ સાથે અવકાશયાન માં તેને કેદ રખાયો હતો. કારણ ભવિષ્યમાં તેના થકી જ જરૂર પડ્યે પુરુષ અને સ્ત્રી બન્ને પ્રજાતિ ઊભી કરી શકાય. શાશ્વત ખાસ હતો કારણ તેનાં લોહીમાં વૃદ્ધ થવાનું રસાયણ હતું જ નહિ. લેડી વૈજ્ઞાનિક રીમા અને તેની સાથેની અમુક સ્ત્રી મિત્રો સાક્ષીની શોધ ના સખત વિરોધી હતા. તેઓ ના મતે પુરુષ વિના તેમનું જીવન અધુરુ હતું. બન્ને ગ્રુપ વારંવાર ટેકનોયુદ્ધ કરીને એકબીજા ને નુકસાન પહોંચાડતા. આવા એક યુદ્ધ માં રીમા એ શાશ્વત ને સાક્ષીના અવકાશયાનમાંથી છોડાવી લીધો. અને પૃથ્વી પર પોતાની લેબમાં લઈ ગયા.

આ બાજુ પૃથ્વીના દ્રશ્ય પર નજર કરીએ. ઘણી મહિલાઓ બિન્દાસ બની જીવન જીવી રહી હતી. મેકઅપ વિના જાહેરમાં ફરતી હતી કારણ તેમને જોનાર દર્શક વર્ગ હતો જ નહિ. ખુલ્લા કપડાં, વેસ્ટર્ન વેર સ્વતંત્ર રીતે પહેરી શકાતા હતા. સ્ત્રીઓનો આયુષ્ય કાળ વધ્યો હતો. પુરુષો વિનાની પૃથ્વી વધુ સુંદર દેખાઈ રહી હતી. રાત્રે ગમે તે સમયે બળાત્કારના પ્રશ્ન વિના આવન જાવન શક્ય બની હતી. ઑફિસમાં કામ માટે, ઘરમાં બધે પુરુષોના સ્થાને રોબોટ હતા અને બધે સ્ત્રી બોસ જ હતા. તેથી મજાક મશ્કરી ના પ્રશ્નો નહોતા ઉદભવતા. પેલી રીમાના ગ્રુપની મહિલા મિત્રો અવારનવાર પુરુષની જરૂરિયાત ઉપર અખબારો, ટીવી માં ભાષણ આપવા પહોંચી જતા પણ પુરુષ વિહોણી સુંદર દુનિયાની કલ્પનાઓમાં રાચતી સ્ત્રીઓની સંખ્યા વધી રહી હતી. સેક્સ સેટિસફેકશન પણ અંદરોઅંદર મેળવવું સામાન્ય બન્યું હતું. ઘણા ઘરોમાં માં, પુત્રી, પૌત્રી,પત્ની, બધા સંસ્કારો સાથે પણ આધુનિક જીવનશૈલીથી જીવી રહ્યા હતા. ઘણા ઘરોમાં રોકટોક વિના, મૂલ્યો નેવે મૂકી મસ્ત જિંદગાની જીવાઈ રહી હતી. કાર ના ઓટોમેટિક મોડેલ સાથે સ્ત્રીઓ બેધડક ડ્રાઈવિંગ કરતી હતી.

પુરુષો વિના જ જીવન વધુ જીવવાલાયક છે એમ માનનારી સ્ત્રીઓની સંખ્યા આશ્ચર્યજનક રીતે વધી રહી હતી. બે સ્ત્રીઓ વચ્ચે શબ્દોનું મહાભારત સામાન્ય બન્યું હતું. છતાં કોઈક ઝુરતું હતું અંદરોઅંદર પ્રેમ કરવા માટે, એક આધાર માટે, સુખદુઃખની વાતો વહેંચવા માટે, પોતાનું શરીર સૌન્દર્ય બતાવવા માટે, એક મીઠી પૌરૂષિક નજર માટે....

આ તરફ ફરી સાક્ષી પેલા પુરુષ જરૂરિયાતવાળા ગ્રુપ રીમા પાસેથી પોતાના સાધન દ્વારા રોબોટિક આકર્ષણ લેસર કિરણો દ્વારા શાશ્વત ને પોતાની લેબમાં લઈ આવી.અહી એનું મેન ડેડ ટોનિક પણ સચવાયેલ હતું. જેની જાણ શાશ્વતને પહેલેથી હતી પણ તેની પાસે કોઈ શકિત નહોતી. લેડી વૈજ્ઞાનિક રીમાએ તેને બધું સમજાવી દીધું હતું. શાશ્વત સાથે રહેવું સાક્ષી માટે બહુ અકળાવનારૂ હતું. પણ ધીમે ધીમે તેની નજરોમાં શાશ્વત વસી જાય છે. એક સ્ત્રી હૃદય ધડકી ઉઠે છે. પુરુષ સાથેનું ભૂતકાળનું સ્ત્રીજીવન તેની આંખોમાં લાગણી સ્વરૂપે રંગબેરંગી યાદો બની તાજુ થાય છે. પ્રેમના અહેસાસને તે છુપાવી શકતી નથી. તેની શોધ તેને વ્યર્થ લાગે છે શાશ્વતના પ્રેમમાં તેનું પુરુષ્વિરોધી વલણ બદલાઈ જાય છે. પણ શાશ્વત એક માત્ર પુરુષ હવે જીવંત છે. જે રીમાના કહ્યા મુજબ સાક્ષીને વશ નથી થતો. તે જાણી જોઈને સાક્ષીને હડસેલે છે. સ્ત્રી અહમ્ ઘવાવા છતાં સાક્ષી તેની નજીક જવા પ્રયત્ન કરે છે. શાશ્વતને પોતાને અપનાવવા આજીજી કરે છે પણ શાશ્વત બદલાની ભાવના સાથે મેન ડેડ ટોનિક છીનવી લે છે. સાક્ષી અને તેના સ્ત્રી મિત્રોની હવે ખરી કસોટી થાય છે. પૂર્વવત પરિસ્થિતિ માટે સાક્ષી કરુણ આરઝુ કરે છે પણ શાશ્વત ટોનિક સાક્ષી અને તેના ગ્રૂપ પર સ્પ્રેડ કરવાનો સંકલ્પ કરી ચુક્યો છે. હવે સાક્ષીને સમજાય છે કે સ્ત્રી પુરુષો બન્ને એકબીજાના પૂરક છે અને રહેશે. એક પણ જાતિ વિના બીજી જાતિનું અસ્તિત્વ અધૂરપ ભર્યું છે. પણ જો આ ટોનિક તેમના પર ઢોળાય તો તેમનું અસ્તિત્વ પૂર્ણ થઈ જાય. તેથી તેઓ તમામ શાશ્વતની માફી માંગે છે. એટલામાં અચાનક રીમા રોબોટ રૂપે ત્યાં આવે છે ને શાશ્વતનો હાથ સંતુલન ગુમાવી બેસે છે. ટોનિક સાક્ષી પર ઢોળાય છે ને.....એક દર્દનાક આહ સાથે સાક્ષી ઉંહકારા ભરતી નજરે પડે છે..અચાનક ચેતનામય અંધકાર પ્રવર્તે છે.

સાક્ષી ઝબકીને જાગી જાય છે ટેબલ પર રહેલો પાણીનો જગ તેના હાથ લાગવાથી ઢોળાઈ ગયો હતો. પોતે ઊંઘમાં ભયાનક સ્વપ્ન જોયું હતું. બાજુમાં સૂતેલો પુરુષ, તેનાં પતિ શાશ્વત ને તેણે જોરથી હૈયાચરસો ચાંપી લીધો. હાશ.... તારા વિના જીવન શક્ય નથી. સુખની પરિપૂર્ણ ક્ષણો ઉદભવી. આજે મહિલા દિન વિશેષ આર્ટિકલ ઓફિસમાં જમાં કરાવવાનો હતો. સાક્ષી તરત જ લેટરપેડ પર પુરુષોનું મહત્વ સમજાવતો લેખ લખ્યો. ઓફિસમાં જઈ એડિટર ને આપ્યો. એક પ્રસન્ન સ્મિત સાથે એડિટર રીમા એ લેખ સ્વીકારી લીધો.


Rate this content
Log in

Similar gujarati story from Drama