'Sagar' Ramolia

Abstract Inspirational

4.9  

'Sagar' Ramolia

Abstract Inspirational

દાદાજીની વાર્તા - 64

દાદાજીની વાર્તા - 64

2 mins
219


બેકારો પેદા કરનાર કેળવણી બદલવી જોઈએ.

વેકેશન પૂરું થવાનું હતું અને પૌત્ર મયંકને શાળાએ જવાનું હતું. એટલે દાદાજીને થયું કે આજે પૌત્રને થોડી કેળવણી વાત કરવી છે. એટલે મયંકને પોતાની પાસે બેસાડયો.

મયંક કહે, દાદાજી ! કંઈ કામ હતું ? મારે મારી તૈયારી કરવી છે.

દાદાજી કહે, મને તારી સાથે થોડી વાત કરવાનું મન થયું છે. એટલે થોડીવાર મારી પાસે બેસ અને મારી સાથે વાતો કર.

મયંક કહે, તો આજે તમારે મને જે જ્ઞાન આપવું તેની વાત શરૂ કરી દો !

અને દાદાજીએ શરૂ કરી દીધું. તો મારે તને કેળવણી વિશે વાત કરવી છે. 'સા વિદ્યા યા વિમુકતયે' એટલે કે 'જે મુક્તિ અપાવે તે જ ખરી કેળવણી.' મુક્તિનો અર્થ અહીં મોક્ષા એવો કરી શકાય. મોક્ષાનો માર્ગ ચીંધાડે તે જ ખરી કેળવણી. એમ આજે ઘણા કેળવણીવિદ્દો માને છે. પણ મોક્ષા એમ સહેલાઈથી મળે છે ? મોક્ષાના માર્ગમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. માર્ગ ખેડયા વિના સફળતા કોઈનેય મળતી નથી. મુશ્કેલીઓ તો જીવનશક્તિને પડકારનાર પ્રાણશક્તિઓ છે. જે પ્રજા મુશ્કેલી સહન કરી શકતી નથી, એ કાળના સર્વભક્ષી ઉદરમાં ગરક થવા માટે જ સર્જયેલી હોય છે. જગતનો ઇતિહાસ એની સાક્ષી પૂરે છે.

મયંકે પૂછયું, આ કેળવણી કઈ રીતે સાથ આપે છે ?

દાદાજી બોલ્યા, માનવના જીવનમાં જ્યારે કોઈપણ પ્રકારની મુશ્કેલી આવી છે, ત્યારે કેળવણીએ જ માનવનો હાથ ઝાલ્યો છે. માનવી કેટલીક આશાઓને ફળીભૂત કરવા સમાજમાં આવીને રહ્યો છે. એ આશાઓમાં મુખ્ય આશા છે, પોતાને અને અન્યને સુખી કરવાની. આમાં આડે આવે છે કેટલીકવાર કુદરત, કેટલીકવાર પોતાનો સમાજ, તો કયારેક ખુદ પોતાનું જ અજ્ઞાન. માનવજીવનનો આ ત્રિમુખી ધસારો એ કેળવણીનો વિષય છે. આ મુશ્કેલીઓમાં કેળવણી કેવી રીતે અને કયા સ્વરૂપે મદદરૂપ થાય છે તે જોઈએ.

મયંકે પૂછયું, કુદરત તરફથી માનવને ઘણી આફતોનો સામનો કરવો પડે છે. જેમ કે, દુષ્કાળ, ધરતીકંપ, પૂરહોનારત, આગ વગેરે. આવી આફતોથી બચવા માણસ કેળવણી પાસેથી શું શીખ્યો ?

દાદાજીએ જવાબ આપ્યો, કેળવણીના ભૂગોળસ્વરૂપે એને મદદ કરી. માણસ ભૂગોળ ભણ્યો. કાર્યકારણ બુદ્ઘિથી એ પ્રાકૃતિક આફતોનો સામનો કરતાં શીખ્યો. જ્યાં વિશેષ ધરતીકંપ થતો ત્યાં તેણે લાકડાનાં ઘરો બાંધ્યાં. જ્યાં દુષ્કાળનો ભય હતો ત્યાં તેણે પોતાના જીવનને એવી રીતે ગોઠવ્યું. કાશ્મીરની ભૂગોળ ભણ્યા પછી ભાગ્યે જ કોઈ એવો માણસ હશે કે જે કાશ્મીરના પ્રવાસે જતી વખતે પૂરતાં ગરમ કપડાં લીધા વિના જાય. આમ કેળવણી માનવને પ્રાકૃતિક વિચિત્ર પરિબળોનો સામનો કરતાં શીખવે છે.

 (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract