STORYMIRROR

'Sagar' Ramolia

Abstract Inspirational

3  

'Sagar' Ramolia

Abstract Inspirational

દાદાજીની વાર્તા - 62

દાદાજીની વાર્તા - 62

2 mins
206

મયંકે પૂછયું, કેટલાક માણસો ઊંઘમાં ને ઊંઘમાં પથારી વીંટીને ચાલવા માંડે છે, રેડિયો સાંભળે છે, ઢોરને નીરણ-પૂળો કરી લે છે, બીજાં પણ નાનાં મોટાં કાયોઁ પતાવી લે છે, ગીતો ગાય છે, ફરવા નીકળી પડે છે. આ બધી પ્રવૃત્તિઓ અભાનપણે જ કરે છે. આ બધું શું છે ?

દાદાજી કહે, એનાં કારણો લાંબું વિવેચન માગે છે. પણ ટૂંકમાં કહીએ તો એ એક પ્રકારની માનસિક ખામી જ છે. અનિદ્રા એ ખતરનાક વસ્તુ છે. તેનાથી માણસની બૌદ્ઘિક શક્તિઓ કુંઠિત થઈ જાય છે. મનોબળ ઘટે છે. સ્વભાવ ચીડિયો થઈ જાય છે. માનસિક અને શારીરિક બંને પ્રકારની સહનશક્તિ ઘટે છે. આંખોનું તેજ અસાધારણ પ્રમાણમાં ઘટે છે. સ્મરણશક્તિ ક્ષીણ થાય છે. શરીર ઓગળતું દેખાય છે.

મયંકે પૂછયું, આ ઊંઘ ન આવવાનાં કારણો પણ હશેને ?

દાદાજી બોલ્યા, ઊંઘ ન આવવાનાં અનેક કારણો છે :

(૧) વિજ્ઞાને સર્જેલાં યંત્રોથી વાતાવરણના ઘોઘાટમાં ખૂબ જ વધારો થયો છે. એરોડ્રોમની ભાગોળે, યાંત્રિક કારખાનાના પાદરમાં, રેલવે સ્ટેશનના પડોશમાં, હોટેલ, થિયેટર કે સડકને કાંઠે વસાહતનાં સ્થળો માનવીની ઊંઘને હરામ કરી નાખે છે. જેનો કોઈ ઉપાય જ નથી.

(ર) કેટલાક ગરીબ માણસોને જેટલું કામ કરવું પડે છે એટલા પ્રમાણમાં પોષણયકત આહાર મળતો નથી. પરિણામે માનસિક અને શારીરિક સ્થિતિ કથળે છે, જે અનિદ્રાની જન્મદાત્રી છે.

(૩) ઈશ્વરની અમીદૃષ્ટિ થતાં જેના ઉપર લક્ષમીદેવીની કૃપા થાય છે, પરિણામે જીવન બેઠાડું બને છે, અને નિદ્રાદેવીની અવકૃપા થાય છે, પરિણામે ઘેનની ગોળીઓથી નિદ્રાદેવીને પ્રસન્ન કરવાના પ્રયત્નો થાય છે. અંતે તો એ જ્ઞાનતંતુઓનું દમન જ છે.

(૪) જીવનશકટનો ભાર ખેંચતા ખેંચતા કાયાતૂટ મહેનત કરનાર માનવી જમા-ઉધારનાં બે પાસાં એક કરવા એટલી બધી મહેનત કરે છે કે પરિણામે એની ઊંઘ હરામ બની જાય છે. અર્થોપાર્જન કરી ખૂટતી કડી જોડવા મથતો માનવી ઊંઘ સાથેની કડી તોડી નાખે છે.

(પ) ઘડિયાળના કાંટાને વળગીને જીવનારનું જીવન ધમાલિયું બને છે. એપોઈન્ટમેન્ટ, સમયસર પહોંચવું, નિર્ધારિત સ્થળે પહોંચવું, ન પહોંચાય તો સહન કરવું પડે એમાં ઊંઘ કયાંથી આવે ?

(૬) રાતના વ્યવસાયોને કારણે પણ ઊંઘ હરામ થાય છે. મિલ કામદારો, પ્રેસવર્કર, પગી, પોલીસ, સુરક્ષાદળ, હિસાબીકાર્ય, રેલવેતંત્રનું સંચાલન, ટેલિફોન ઓપરેટિંગ, સિનેમા કર્મચારી, નાટયઅભિનય, ફાયર બિ્રગેડ, જેવી સેવાઓ આપનાર માટે નિરાંતની ઊંઘ લગભગ અશકય બને છે. ફરજની લટકતી તલવાર એમની ઊંઘને મારે છે. આપણા દેશમાં દર આઠ માણસે એક માણસ ર૪ કલાક જાગે છે.

 (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract