STORYMIRROR

'Sagar' Ramolia

Abstract Inspirational

3  

'Sagar' Ramolia

Abstract Inspirational

દાદાજીની વાર્તા - 5

દાદાજીની વાર્તા - 5

2 mins
331

પર્યાવરણ : રાષ્ટ્રીય ધરોહર

પાંચમી જૂનની સવાર હતી. દાદાજી અને પૌત્ર મયંક ટીવીમાં કોઈ કાર્યક્રમ જોઈ રહ્યા હતા. ત્યારે મયંકથી રહેવાયું નહિ અને શાળામાં સાંભળેલી પર્યાવરણ વિશેની વાતો કહેવા લાગ્યો. તો પછી દાદાજી પણ કયાંથી ચૂપ રહી શકે.

દાદાજી કહે, થોડો ધીમો પડ, દીકરા ! પર્યાવરણ વિશે તો હું તને કહું છું. જે તેં સાંભળ્યું પણ નહિ હોય.

મયંક કહે, તો પછી કરી દો ચાલુ !

દાદાજી કહેવા લાગ્યા, પૂર્વજો તરફથી મળેલો વારસો સાચવવો અને જાળવીને ભાવિપેઢીના હાથમાં મૂકવો એ પ્રત્યેક વર્તમાન પેઢીની જવાબદારી છે. જો કોઈપણ પ્રજા આ ઇતિહાસ-ધર્મ ચૂકે તો એ ધર્મ વિદ્રોહ જેવો જઘન્ય અપરાધ છે. આ તથ્યના સંદર્ભમાં વિચારીએ તો જેમ સાંસ્કૃતિક સંસ્કાર વારસાને, સાહિત્યિક વારસાને અને ભૌતિક શોધખોળોની સફળતાને આપણી ભાવિપેઢીને સોંપીએ છીએ. તેમ કુદરત તરફથી મળેલા પ્રાકૃતિક વારસાને જરાપણ જફા પહોંચાડયા વિના એની હિફાજત કરીને આપણે આપણી ભાવિ પેઢીને વારસારૂપે સોંપીએ છીએ ખરા ?

મયંક કહે, હા, પર્યાવરણ પણ આપણી રાષ્ટ્રીય ધરોહર છે. આપણી સાંસ્કૃતિક પરંપરા જેવી જ સ્તો ! પર્યાવરણ વારંવાર વંચાતો, બોલાતો અને સંભળાતો શબ્દ શો અર્થ ધરાવે છે ? એ સમજવા માટે માત્ર એનો શાબ્દિક અર્થ પર્યાપ્ત નહીં થાય. પર્યાવરણ બે શબ્દોનો સમૂહ છે. પરિ એટલે આજુબાજુનું-આસપાસનું. આવરણ એટલે જમીનનું ઢાંકણ, પડ. અલબત ઢાંકણ એટલે પૃથ્વી પર વસતી વાતાવરણ અને જળ-જમીન- પરિસર સાથે જોડાયેલી જીવન-કડીઓની સાંકળ. આ સાંકળ જેટલી અટૂટ અને અકબંધ, એટલું જ પર્યાવરણ શુદ્ઘ.

હવે દાદાજીએ આગળ ચલાવ્યું, ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે, પૃથ્વી પરનું પહેલાનું પર્યાવરણ પ્રકૃતિ સાથેના માનવના સરળ વ્યવહારને કારણે પવિત્ર હતું. આપણા પૂર્વજોનું જીવન પર્યાવરણને ખતરારૂપ ન હતું. અને આજે ? આજે તો પૃથ્વી પરની જીવંત અને નિર્જીવ સૃષ્ટિને દૂષિત બનાવવામાં બીજા કોઈ પણ પ્રાણી કરતાં માનવજાતિએ - એમાંય કહેવાતા સભ્ય- માનવીના ઉપભોકતાવાદે ભયંકર ભાગ ભજવ્યો છે. પર્યાવરણવાદીઓનો દાવો છે કે, 'જીવસૃષ્ટિનો એ નિયમ છે કે, પર્યાવરણનાં બધાં જ ઘટકો એકમેક સાથે જોડાયેલાં છે. પ્રકૃતિના એકાદ ઘટકને જો થોડી પણ હાનિ પહોંચાડવામાં આવે, કે નષ્ટ કરવામાં આવે, તો એને કારણે બીજાં ઘટકો ઓછી-વધતી મુશ્કેલી અનુભવે છે.

મયંક કહે, હા, દાદાજી! અમારા પુસ્તકમાં આવે છે કે, અન્ન, વસ્ત્ર ને આશરો - એનાથી સંતુષ્ટ થવાને બદલે ભોગભૂખ્યા માનવીએ પોતાની જરૂરિયાતો સતત વધારી છે. પરિણામે તેનો પર્યાવરણ પ્રત્યેનો વ્યવહાર ક્રૂર બન્યો છે.

   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract