'Sagar' Ramolia

Abstract Inspirational

4.9  

'Sagar' Ramolia

Abstract Inspirational

દાદાજીની વાર્તા - 46

દાદાજીની વાર્તા - 46

2 mins
238


દાદાજી કહે, હા, અમુક સંસ્કારો, ટેવ, કલ્પના, પ્રજ્ઞા, વાક્છટા અને સર્વાંગીણ વિકાસ માટે માત્ર ગમેતેમ કરીને મેળવેલો પૈસો જ જરૂરી નથી. પૈસો તો તમારી બાહ્ય ભૌતિક જરૂરિયાતોને પોષે છે. બાકી આત્માનું કે દિમાગનું પોષણ તો ભણતર-જ્ઞાનમાંથી મળે છે. એટલા માટે જ ભણતર જરૂરનું છે.

ભણેલ-ગણેલ મા-બાપનાં બાળકો જાણ્યે-અજાણ્યે પણ અમુક બાબતમાં લાક્ષાણિક શક્તિઓ ધરાવતાં હશે. નાગર બ્રાહ્મણ અને કણબી જ્ઞાતિનાં બાળકોની તુલના કરશો તો વિદ્યાનો પ્રતાપ આપોઆપ સમજાઈ જશે. આજે ઘણી જ્ઞાતિમાં એવું બને છે કે નવયુવાનો ભણે છે, છતાં કેટલાક રૂઢિગત સંસ્કારો તો હજુય એમનામાં ઘર કરી ગયેલા છે. જેને કાઢતાં વર્ષો લાગશે.

મયંક કહે, આનો મતલબ એવો કે ભણેલા લોકો પણ સમજતા નથી.

દાદાજીએ આગળ કહ્યું, ઉચ્ચ ડિગ્રીધારી અને આર્થિક રીતે સમૃદ્ઘ નવયુવાનોના ઘરોમાં પણ પાટલા ઉપર રોટલા મૂકીને ખાતાં અને એક જ છાલિયામાં છાશ પીતાં છોકરાંઓને મેં જોયાં છે. એકાદ છોકરો ભણે તેથી ઘરની રૂઢિ પલટાઈ જતી નથી. બાકીના અભણની બહુમતી હોય છે. ઘરની સ્વચ્છતા અને સુઘડતાની બાબતમાં તમે એક અમીર કણબી ખેડૂતનું ઘર જોજો. અને એક મધ્યમ વર્ગના નાગર બ્રાહ્મણનું ઘર જોજો. વાસણોથી કાંધી ભરી દેવી, ફર્નિચર ખડકી દેવું, ઘરમાં ઓઈલ પેન્ટની દીવાલો પર ફોટાઓ લટકાવી દેવા કે નવાં કપડાં પહેરવાથી જ કાંઈ આપણે સુસંસ્કારી કહેવાઈ જતાં નથી. પણ આવા સંસ્કારો જો જન્મજાત જીવનમાં વણાઈ ગયા હોય તો ગરીબીમાં પણ સ્વચ્છતા ને સુઘડતાના સંસ્કારો અછતા નથી રહેતા. લખપતિ પટલાણી પણ પોતાની રૂઢિગત આદતો છોડી શકતી નથી. આ છે ભણતરની કિંમત. થોડું ભણ્યા પછી ભેલેને મહેનતનું જીવન ગાળવું પડે ! પણ ભણતર એળે જતું નથી. ભલે પ્રમાણમાં વધુ નહિ, પણ પેટે પાટા બાંધીને પણ તમારાં બધાં જ સંતાનોને કેળવણી આપો. જ્ઞાનયુકત ખેતી કે મહેનત દીપી ઊઠશે. દીકરીનું કરિયાવર એનું ભણતર છે. એ ભણી હશે તો એનાં સંતાનોને ભણાવશે.

 (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract