દાદાજીની વાર્તા 39
દાદાજીની વાર્તા 39
મયંક કહે, 'મને તો આ બધું જાણવાની મજા આવે છે. આગળ પણ કહેવાનું ચાલુ રાખો.
દાદાજીએ વાત આગળ વધારી, 'કલોરોફોર્મ અને મોર્ફિયા જેવી દવાઓથી શસ્ત્ર ક્રિયાઓ સામાન્ય બની છે. પ્રોટીન-પોષણનો પ્રશ્ન સૌને સતત મૂંઝવ્યા કરે છે. એકંદરે સમસ્ત જગતમાં પ્રોટીનની અછત છે. એટલે વિજ્ઞાને પ્રોટીનનું શક્તિ-સ્રોત શોધી કાઢયું. વૈજ્ઞાનિકોના મંતવ્ય અનુસાર દરિયાઈ-વનસ્પતિ - શેવાળમાં પ્રોટીનનો અખૂટ જથ્થો સમાયેલો છે. આ ક્ષેત્રે વૈજ્ઞાનિક સંશોધનની વણથંભી આગેકૂચ ચાલુ જ છે. ભવિષ્યમાં કદાચ શેવાળને સામાન્ય માનવી અનાજ જેટલી જ માત્રામાં ખાતો થઈ જશે. ઔષધવિદ્યામાં પણ મહાન ક્રાંતિની ઘડીઓ ગણાય છે. બજારમાં વેંચાતી હજારો જાતની દવાઓથી કયાં કોઈનેય આશ્ચર્ય થાય છે? પેનિસીલીન, ડીડીટી, બીસીજી, ટેરેમાઈસીન, ટેટ્રાસાઈકલીન, વિટામિન જેવી દવાઓ, એકસ રે કલીનિક, થર્મોમીટર, સ્ટેસ્થોસ્કોપ, શેકની કોથળી, ડિફ્રાઈબેટર, કાડર્ીપલક, પેસ પેકેટ, હીમેટ્રીન, કોમ્પેસ્ટ, એરગન વગેરે અનેક સાધનો માનવીના આરોગ્યને રક્ષો છે. જેમ જેમ સમય વીતતો જશે, તેમ તેમ આરોગ્યવિજ્ઞાન નવાં નવાં રહસ્યોને ખુલ્લાં કરીને માનવશરીરને બિલકુલ રોગમુકત બનાવશે. અમેરીકન તબીબ ડાૅ. ફ્રાસ્ટની આરોગ્યકોટડીની શોધ આમજનતામાં મુકાય પછી ડાૅકટરોની આવશ્યકતાઓ જ નહીં પડે. કોટડીમાં જાવ, એની દીવાલોમાંથી નીકળતાં જંતુધ્ન કિરણોમાં સ્નાન કરો અને તંદુરસ્ત બનીને બહાર આવો. આ છે આરોગ્યવિજ્ઞાનનું ભાવિ.
ભૌતિકક્ષેત્રે પણ વિજ્ઞાન ચૂપ નથી. રસાયણવિજ્ઞાનમાં પણ નવાં નવાં સંશોધનો થાય છે. ભૂગર્ભ રેલ્વે હવે હકીકત બની ચૂકી છે. ભડભડ બળતી આગમાં માનવી ચાલી શકે છે. વજનશૂન્ય અને વાતશૂન્ય સ્થિતિમાં વિહરી શકે છે. ભૂગર્ભમાં અને સમુદ્રને તળીયે વસાહતો ઊભી કરવાનું વૈજ્ઞાનિકો વિચારી રહ્યા છે. વિચારને વાસ્તવિક ન બનાવે ચો વૈજ્ઞાનિક શાનો? વિજ્ઞાન આ સિદ્ઘિઓ હાંસલ કરી શકશે એનો તમને વિશ્વાસ નથી? કેટલાંય સ્વયં સંચાલિત યંત્રો માનવજીવનને વધુ સુવિધામય બનાવી રહ્યાં છે. એક ભણાવે અને લાખો ભણે. એ વાત હવે કયાં નવી છે? દેશના એક ખૂણે આપેલું નેતાનું વકતવ્ય એ જ ક્ષાણે અમેરિકામાં સંભળાય. વપરાયેલું પ્લાસ્ટીક સડતું નથી. એટલે એનો કચરો બધે જ નડે છે. એટલે વૈજ્ઞાનિકોએ એવું પ્લાસ્ટીક શોધી કાઢયું છે, જે થોડા દિવસોમાં સૂર્યપ્રકાશ ઝીલવાથી ઓગળી જાય. ભવિષ્યમાં રાષ્ટ્રવાદ, ચલણવાદ, ભાષાવાદ ભૂંસાઈ જશે. જૂનવાણી માનસ રાષ્ટ્રવાદ, ચલણવાદ, ભાષાવાદ, શોષણવાદ અને ધર્મના સંકુચિત વાડાઓને જીવંત રાખે છે.
(ક્રમશ:)
