STORYMIRROR

'Sagar' Ramolia

Abstract Inspirational

3  

'Sagar' Ramolia

Abstract Inspirational

દાદાજીની વાર્તા - 36

દાદાજીની વાર્તા - 36

2 mins
266

વિજ્ઞાનની વિસ્તરતી ક્ષિતિજો

એક દિવસ સાંજના સમયે દાદાજી ઘરના ફળિયામાં બેઠા હતા. તે જ સમયે પૌત્ર મયંક શાળાએથી આવ્યો અને તરત જ ગૃહકાર્ય કરવા બેસી ગયો. દાદાજીને આશ્ચર્ય થયું. દાદાજીએ મયંકને પૂછયું એટલે મયંકે વિજ્ઞાન વિષયનું ગૃહકાર્ય વધુ હોવાની વાત કરી.

દાદાજી કહે, સરસ વાત છે. વિજ્ઞાન તો આપણા માટે વરદાન બનીને આવ્યું છે. કયાં એ કાચું માંસ ખાતો, ટોળીઓમાં ભટકતો, વીજળીના ચમકારા અને વરસાદના ગડગડાટથી તથા સમુદ્રના ઘુઘવાટથી ગભરાતો નગ્ન આદિમાનવ ? અને કયાં આજનો સુ-સંસ્કૃત અને વૈજ્ઞાનિક માનસ ધરાવનાર માનવ ! છે ને જમીન-આસમાનની જુદાઈ ? ખરેખર, જેમ ઉત્ક્રાંતિ થતી ગઈ, તેમ તેમ મનુષ્ય કુદરતનાં રહસ્યોને પામીને અવરોધક બનતાં પરિબળો સામે ટક્કર લેવાની ક્ષામતા મેળવી શકયો. મૂળભૂત આવશ્યકતાઓ, અન્ન, વસ્ત્રને આશરો મેળવવાના ઓછા સમયમાં અને શીઘ્ર મેળવવાના વધુ ને વધુ સરળ ઉપાયો તે શોધવા લાગ્યો. અને આજે તો મનુષ્ય ઉન્નતિની ચરમ સીમાએ પહોંચ્યો છે. હાથી અને વ્હેલ કરતાં પણ મોટું મગજ ધરાવનાર માનવી કુદરતની બધી જ ઘટનાઓનો પોતાની બુદ્ઘિ વડે બારીક અભ્યાસ કરીને અનુભવની નોંધ રાખતો ગયો. પ્રારંભિક વિજ્ઞાન ફકત વિદ્વાનોનું વિજ્ઞાન હતું. પણ કાળક્રમે બુદ્ઘિવાદનો જન્મ થયો. તર્ક વડે સત્ય શોધવા લાગ્યું. જાનનું જોખમ એડીને પણ પ્રયોગો થવા લાગ્યા. અઢારમી સદીના ઉત્તર ભાગમાં આધુનિક વિજ્ઞાનનો સૂત્રપાત થયો, આમ અનેક ગડમથલો, વાદ-વિવાદ, વિચાર-મંથન અને પ્રાયોગિક પુરાવાઓયુકત સૃષ્ટિમાં પ્રવર્તમાન સનાતન સત્યોના સંગ્રહ સમાન વિજ્ઞાને સૃષ્ટિએ સર્જેલા જીવોની ધીમી પ્રવૃત્તિ કરતાં ઝડપી વિજયકૂચ આદરી છે.

મયંક કહે, હા, દાદાજી ! વિજ્ઞાનના લીધે કામની ઝડપ તો વધી છે.

દાદાજીએ આગળ કહ્યું, અનેક શાસ્ત્રોની જેમ વિજ્ઞાનના ક્રમિક વિકાસનો પણ ઇતિહાસ રસપ્રદ છે. પ્રાચીન માનવો વિજ્ઞાનનાં કેટલાંક ક્ષેત્રોમાં આગળ પડતા હતા. ખર્ચાળ, રસાયણ, ઔષધિઓ, શાસ્ત્રવિદ્યા, રંગકલા, શિલ્પ-સ્થાપત્ય વગેરે ક્ષેત્રોની પ્રગતિ જાણ્યા પછી આજેય આપણા મન પર આશ્ચર્ય અપાર થાય છે. પરંતુ આધુનિક પ્રવર્તમાન વિજ્ઞાન જાણ્યા પછી આટલી જ ઝડપે માનવી પ્રગતિ કરતો રહેશે તો અત્યારની શોધો વિશે જન્મેલું આશ્ચર્ય પણ આથમી જશે.

મયંક કહે, દાદાજી ! તમને તો બધા વિષયનું જ્ઞાન હોય એવું લાગે છે. બીજું શું કહેવાના છો ?

 (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract