'Sagar' Ramolia

Abstract Inspirational

4.9  

'Sagar' Ramolia

Abstract Inspirational

દાદાજીની વાર્તા - 30

દાદાજીની વાર્તા - 30

2 mins
214


મયંક કહે, આવું બધું કોણ ધ્યાન રાખવાનું હોય ?

દાદાજીએ કહ્યું, થોડો ધીમો રહે. હજી કહેવાનું બાકી છે.

(૧૧) કયાંક સમૂહ આપણી રાહ જોતો હોય ત્યાં મોડા પહોંચવું એ નૈતિક ગુન્હો છે. સમૂહમાં અનિયમિતતા એ અનેકના સમયની ચોરી છે.

(૧ર) શહેરના રસ્તા પર ચાલતી વખતે ડાબી બાજુ ચાલો, તમારું વાહન પણ ડાબી બાજુએ જ ચલાવો. તમારી પાછળ આવતાં વાહનોને ઝડપથી પસાર થવાની અનુકૂળતા કરી આપો.

(૧૩) બીડી કે સિગરેટ-તમાકુના વ્યસનથી દૂર રહો. છતાંય વ્યસની માણસો બીડી કે સિગરેટ પી રહ્યા પછી બુઝાવીને જ યોગ્ય જગ્યાએ ફેંકે. તમાકું ચોળતા જમણા હાથને જમનો ન બનાવીએ.

(૧૪) જાહેર બાગ-બગીચામાં ફરવા જાઓ ત્યારે ગમે ત્યાં કચરો ન કરો, ઝાડ-પાન, ફળ-ફૂલને તોડો નહીં. સ્થાનિક સૂચનાઓનો ચુસ્ત અમલ કરો.

(૧પ) પ્રાણી સંગ્રહાલયમાંનાં પ્રાણીઓની પાસે જવામાં કે છંછેડવામાં જોખમ છે.

મયંક બોલ્યો, ઘણા તો પ્રાણીઓને હેરાન કરવામાંથી જ ઊંચા નથી આવતા.

વળી દાદાજીએ આગળ ચલાવ્યું,

(૧૬) રેલ્વે, બસ કે અન્ય વાહનોમાં બહાર લટકીને કે ઉપર ખુલ્લામાં બેસીને યાત્રા ન કરો. ચાલુ વાહને ચડો-ઊતરો નહીં. વાહન ઊભું રહ્યે ઊતરનારને પ્રથમ ઊતરવા દો. પછી જ અંદર જાવ.

(૧૭) ટિકિટ ખરીદતી વેળા, ચડતી વેળા કે કયાંય પણ સમૂહમાં વર્તો ત્યારે લાઈનમાં ઊભા રહીને શિસ્તબદ્ઘ બધાં કામો પતાવો.

(૧૮) કયાંય પણ મહેમાન બનીને જાવ ત્યારે યજમાનની તકલીફોનો ખ્યાલ રાખીને તમારી જાતને અને તમારાં બાળકોને, ભલે અતિશય ચંચળ હોય, તો પણ પગ વાળીને બેસાડજો.

(૧૯) વડીલો અને ગુરુજનો કે સામાજિક દરજ્જાની પૂજ્ય વ્યક્તિની આજ્ઞા હંમેશાં અનિવાર્યપણે માનો.

(ર૦) સામા માણસને આપણી મશ્કરી મીઠી જ લાગશે એવી સો ટકા ખાતરી ન હોય ત્યાં સુધી તેની મશ્કરી ન કરો.

(ર૧) 'એપ્રિલફૂલ' જેવી મશ્કરી ગુસ્સાની હદ સુધી ન પહોંચાડવી જોઈએ.

(રર) આપણે ઘેર આવેલા અતિથિને બેસવા માટે પ્રથમ સ્થાન આપવું જોઈએ.

(ર૩) કોઈએ આપણી કંઈક સેવા કરી હોય, કે આપણને મદદ કરી હોય કે આપણા માટે તકલીફ વેઠી હોય તેમનો આભાર શબ્દો દ્વારા માનવો જ જોઈએ. એ શિસ્ટાચાર કયારેય ન ભૂલીએ.

(ર૪) હાલતાં ચાલતાં કે કાંઈક કામ કરતાં કોઈને ધક્કો કે આંચકો લાગી ગયો હોય કે બીજી કોઈપણ રીતે આપણા કારણે તકલીફ પડી હોય ત્યારે 'માફ કરજો' જેવા શબ્દથી દિલગીરી જરૂર વ્યકત કરવી.

(રપ) જાહેર સભામાં કે મિજલસમાં છીંક, ઉધરસ કે બગાસું આવે ત્યારે રૂમાલ આડો રાખવાનું ન ચૂકીએ.

 (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract