'Sagar' Ramolia

Abstract Inspirational

4.9  

'Sagar' Ramolia

Abstract Inspirational

દાદાજીની વાર્તા - 3

દાદાજીની વાર્તા - 3

2 mins
307


શબ્દની શક્તિ

પૌત્ર મયંકને પોતાનાં મમ્મી-પપ્પાને બદલે દાદાજી પાસે રહેવું વધારે પસંદ હતું. દાદાજી પાસેથી તેને અલક-મલકની વાતો જાણવા મળતી હતી. એક દિવસ બંને શબ્દાંક્ષરી રમવા લાગ્યા. થોડીવાર રમ્યા પછી દાદાજીને શબ્દની શક્તિ વિશે એક વાત યાદ આવી. તેઓ મયંકને આ બાબત કહે છે. એટલે મયંક તરત જ બોલ્યો, તો તો રમવાનું બંધ કરીએ અને તમે તે વાત કહો.

દાદાજી કહેવા લાગ્યા, દિવસ અને રાત શબ્દોની વણઝાર આપણા કાન પાસેથી સતત વહ્યા કરતી હોય છે. એમાંના કોઈ કોઈ શબ્દો આપણી આસપાસ ચંદનની સુવાસ ફેલાવીને-શીતળ તાજગી આપીને ચાલ્યા જતા હોય છે, તો વળી કોઈ તિખારાની જેમ દઝાડતા પણ જાય છે. શબ્દો અનેક રીતે ને અનેક સ્વરૂપમાં આપણી પાસે સતત આવ્યા કરતા હોય છે. કોઈ શબ્દ પેટ પકડીને હસાવી જાય છે, તો વળી કોઈવાર એ જ શબ્દ સ્ફોટક બનીને આપણને ઉશ્કેરીને જતો રહે છે. અટપટાને વિચિત્ર લાગતા શબ્દો મૂંઝવણનો પહાડ ખડો કરી જતા રહે છે, જ્યારે એ જ શબ્દો બીજાને માટે ગૂઢ કોયડાના ઉકેલરૂપે આવ્યો હોય તેમ લાગે છે.

મયંક કહે, શબ્દો તો જાદુગરની માયાજાળ જેવા છે. શબ્દોની માયાજાળ કોઈ અદ્ભુત ને અત્યંત વિસ્મયકારક છે. શબ્દોને બોલાવીએ તો એ ન પણ આવે અને વણમાગ્યા શબ્દો આપણું માથું પકવી નાખતા હોય છે.

દાદાજી કહે, હા, દીકરા ! જે શબ્દોનો આપણે આપણા રોજિંદા વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ, એ જ શબ્દોની કોઈ અદ્ભુત ગૂંથણી કરીને કવિ આપણને કવિતા સંભળાવે ત્યારે મન આંનદવિભોર બની ઊઠે છે અને આ જ શબ્દો વડે વેપારી એના હલકા ને નકલી માલનાં વખાણ કરીને ગ્રાહકને છેતરીને પોતાની અક્કલ હોશિયારીનું માપ કાઢતો હોય છે. શબ્દોની લીલા જ કોઈ અદ્ભુત હોય છે. એનું પણ અનોખું જગત છે.

તમે જેવા બનો છો એવા જ શબ્દો તમારા હોઠ પર રમવા માંડે છે. તમે મીઠા-મધુર શબ્દોનો ઉપયોગ કરતા રહો અને હ્રદયમાં કડવાશ ભરીને રાખો તો શબ્દો જ તમારી ચાડી ખાવાના. તમે ભગવાનને પ્રાર્થના કરોને બીજાને છેતરવાનું પણ રાખો તો એ પ્રાર્થનાના શબ્દો હવામાં ઊડતાં ફોતરાં કે સૂકાં પાંદડાં સિવાય બીજું કંઈ નથી. શબ્દો પાસે અમાપ શક્તિ હોય છે. પણ એ એની અસર ખોઈ બેસે છે. આપણા ભિન્નવ્યવહારથી શબ્દો આપણી પાસે આવે છે. આપણું હૃદય જોઈને; નહીં કે આપણો પહેરવેશ કે આપણો વૈભવ જોઈને. શબ્દોને આપણી જીભ સાથે કે આપણા ચહેરા સાથે પણ કંઈ લેવા-દેવા નથી. શબ્દો તો સીધો સંબંધ રાખે છે આપણા અંતરની સાથે. જેવું આપણું અંતર-મન એવા શબ્દો આપણી સાથે મૈત્રી બાંધવા આવે.

   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract