'Sagar' Ramolia

Abstract Inspirational

4.9  

'Sagar' Ramolia

Abstract Inspirational

દાદાજીની વાર્તા - 24

દાદાજીની વાર્તા - 24

2 mins
176


મયંક કહે, તમે તમને પોતાને યુવાન માનો છો તો મારી સાથે રમવાની કેમ ના પાડો છો ?

દાદાજીએ વાત આગળ વધારી, આજનો યુવાનવર્ગ માત્ર બાહ્ય આડંબરોનાં સાધનોનો ઉપયોગ કરવામાં જીવનની સફળતાની ઈતિશ્રી સમજે છે. ચિત્તની શાંતિ એ બહાર શોધી રહ્યો છે. અતિશય તંગ પોશાક, કૃત્રિમસૌંદર્ય પ્રસાધનો, અતિશય તીવ્ર સ્વાદવાળો ખોરાક, આધુનિક મનોરંજનનાં સાધનો અને ચિત્તતંત્રને ડહોળી નાખે એવું આજનું અમુક પ્રકારનું શ્રુંગાર સાહિત્ય વગેરે બાબતોમાં ડૂબેલાં આજનાં યુવક-યુવતીઓને એ કયાં ખબર છે કે તેઓ જે સાધનોને અતિ આવશ્યક ગણે છે એ એટલાં આવશ્યક નથી. આમ કહીને આજનાં યુવક-યુવતીઓને સાધુ બનાવી દેવાનો મારો ઈરાદો નથી.

મયંક બોલ્યો, પણ દાદાજી ! તમારી વાતમાં આજે ગૂંચવાડો આવતો જાય છે.

દાદાજી વળી કહેવા લાગ્યા, કોઈ ગૂંચવાડો નથી. સૌંદર્ય, કલા અને ઉલ્લાસ એ યુવાનીનાં જીવંતપણાનાં લક્ષણો ગણાય, પણ એ કારણે જ જો એમાંથી વરણાગિયાપણું, કૃત્રિમતા અગર ઉન્માદ જન્મે તો તે આવકારદાયક શી રીતે ગણાય ? એટલે ઉપર વર્ણવેલી વસ્તુઓ જીવન માટે છે, જીવન એ વસ્તુઓ માટે નથી. આટલું જો નહીં વિચારીએ તો આહાર, નિદ્રા, ભય, મૈથુન એ કુદરતી વૃત્તિઓને વશ થઈને જીવન વિતાવનાર કૂતરાં, કબૂતર જેવાં પશુ-પંખીઓમાં અને માનવોમાં કશો ફરક રહેશે ખરો ?

મયંક કહે, તો તો દાદાજી ! આવું ધ્યેય વગરનું જીવન જીવવાથી શો ફાયદો ?

દાદાજી કહે, માનવજીવન જીવવા માટે છે એ ખરું, પણ જીવન જીવતાં માનવે માનવ પ્રત્યેનું કર્તવ્ય બજાવ્યું તે જ મનુષ્ય જીવનની પૂર્ણાહુતિ છે. તે જ માનવીનો મુખ્યધર્મ છે. શરીરને સાચવ સાચવ કરીને વધારે જીવાય એના કરતાં પરોપકારનાં કાયોઁ કરીને વહેલા મરી જવાય તો કશો વાંધો નહીં. માનવીએ પોતાની સર્વશક્તિઓનો ઉપયોગ દુન્યવી પ્રાણીઓની સેવા અર્થે જ કરવો જોઈએ. આપણે માનવજીવનના યૌવનકાળનો આવો વિસ્તૃત અર્થ કરતા હોઈએ તો યૌવનકાળ એ માનસિક યુદ્ઘમાં કે મોજમજા કરી વેડફી દેવા કુદરતે આપણને આપેલ નથી. જો કોઈપણ યુવક અથવા યુવતી તેમ કરે, તો તે કુદરતે આપેલી યુવાનીને મેળવવાનો અધિકાર ગુમાવે છે.

મયંક કહે, યુવાની વિશે તમે પણ સારું જાણો છો. યુવાનીને ભરપૂર જીવી લાગે છે !

 (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract