Jyotindra Mehta

Drama Thriller

3  

Jyotindra Mehta

Drama Thriller

ચંદ્રની સાખે ભાગ ૨

ચંદ્રની સાખે ભાગ ૨

13 mins
565


     સવારે મનનને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. કોર્ટમાં મનને પોતાનો ગુનો કાબુલી લીધો ઉપરાંત સ્કેમ કેવી રીતે આચરવામાં આવ્યું તે વિષે કોર્ટને બધી વાત કરી. પારસ પણ કોર્ટમાં હાજર હતો, તેને મનનના આ પગલાથી થોડું આશ્ચર્ય થયું પણ તે ખુશ હતો કારણ મનનની જુબાનીથી ઘણા બધા મોટા માથા કાયદાના સાસિકંજામાં આવવાના હતા તે ઉપરાંત મનને પોલીસ ને સખકાર્ય કરવાની ખાતરી આપી. જજે આ ફાયનાન્શીયલ ક્રાઇમ ની વધુ તપાસ કરી એમાં સંડોવાયેલા બધાને ઈવિડન્સ સાથે અરેસ્ટ કરવાનો આદેશ આપ્યો અને સાથેજ મનનને ૩૦ લાખ નો દંડ કરવામાં આવ્યો પણ પોલીસને તપાસ કાર્યમાં સહકારની ખાતરી સાથે તેની જેલની સજા માફ કરવામાં આવી. કોર્ટમાં ઘણા બધા લોકોને તે દંડ થી આશ્ચર્ય થયું પણ મનનના ચેહરા પર ચિંતાની લકીર નહોતી. હવે તેના માટે આ બધું ગૌણ હતું, તેનું પૈસા માટેનું આકર્ષણ ઓસરી ગયું હતું. જજે સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે મનનને તાજ ના સાક્ષીદાર તરીકે પેશ નહોતો કરવામાં આવ્યો ઉપરાંત તેણે અરેસ્ટ થયા પછી ગુનો કબૂલ કર્યો છે છતાં તેનું પગલું આવકાર્ય છે તેથી તેની જેલની સજા માફ કરવામાં આવે છે પણ આર્થિક ગુનો કરવા માટે તેને દંડ કરવામાં આવ્યો છે.


મનને કહ્યું હું દંડ ની રકમ ભરવા તૈયાર છું પણ મારી પાસે એટલી રકમ રોકડમાં ન હોવાથી ઘર અને ઓફિસ વેચા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવે જે કોર્ટે માન્ય રાખ્યો. મનન ખુશ હતો પણ તેને ખબર નહોતી કે તે કેટલા લોકો સાથે દુશ્મની લઇ ચુક્યો હતો. જયારે તે પોલીસ સાથે બહાર જઈ રહ્યો હતો ત્યારે પારસે તેને રોક્યો અને કહ્યું તે બહુ સરસ પગલું ભર્યું છે પણ હવે સાવધાન રહેજે કારણ તે જુબાની આપીને ઘણા બધા લોકોની દુશ્મની વહોરી લીધી છે કદાચ તને મારવાની કોશિશ પણ થઇ શકે. મનનના ચેહરા પર ચિંતાની લકીર આવી ગઈ. પારસે સાચું કહ્યું હતું, તેણે દૂર જોવાના ચક્કરમાં નજદીકી મુસીબતોને નજરઅંદાજ કરી દીધી હતી. બે ક્ષણ વિચારીને મનને કહ્યું શું તું મને મદદ કરીશ ? પારસે કહ્યું હું મારાથી બનતી તમામ મદદ કરીશ. મનન ધીરે ધીરે તેને અને ઇન્સ્પેક્ટર ને બધી વાત કરી. પારસે કહ્યું આ બધું તો થઇ જશે પણ શું તું મારા પર એટલો ભરોસો મૂકે છે પણ જો મારુ મન ડગી જાય તો ? મનને કહ્યું મને બીજું તો કઈ ખબર નથી પણ મારો અંતરાત્મા કહે છે કે તું મારી સાથે દગો નહિ કરે. પારસે તેનો ખભો થપથપાવ્યો અને એક દિશામાં આગળ વધી ગયો.


મનન હજી બે દિવસ પોલીસ કસ્ટડીમાં રહેવાનો હતો. બીજે દિવસે પારસ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સાથે પેપર્સ લાવ્યો હતો જેમાં મનને કઈ પણ વિચાર્યા વગર સહી કરી અને તે પછી પોલીસ ટીમ, પારસ અને મનન તેની ઓફિસે ગયા અને ત્યાં જઈને તેણે છુપાવી રાખેલા ડોક્યુમેન્ટ્સ અને હાર્ડ ડિસ્ક પોલીસને આપી. પારસે તે તપાસ્યા અને ઈન્સ્પેક્ટર સામે અંગુઠો ઊંચો કર્યો અને તે પછી તેણે પોતાની પાસે રહેલી બેગ મનનને આપી. મનને તેમાંથી એક કુર્તો પાયજામો અને સફેદ દાઢી મૂછ કાઢ્યા અને વેશ બદલીને ત્યાંથી નીકળી ગયો. પારસે મનને પહેરેલા કપડાં પહેરી લીધા અને મનન ગાયના અડધા કલાક પછી ત્યાંથી નીકળ્યા. પોલીસ જીપ થોડી આગળ ગયા પછી ઈન્સ્પેક્ટરે રિયર મિરર માં જોયું તો એક ગાડી પીછો કરી રહી હતી. તે મનોમન હસ્યો અને પારસને કહ્યું તારી વાત સાચી હતી મનનનો જીવ ખરેખર ખતરામાં હતો. હવે મને કહે તેનો કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે થશે ? પારસે કહ્યું તે અંડરગ્રાઉન્ડ થઇ ગયો છે સમય આવે તેજ આપણને કોન્ટાક્ટ કરશે. તેણે કરવાનું કામ કરી લીધું છે હવે આપણું કામ બાકી છે.


આ તરફ મનન તેની ઓફિસ જે કોમ્પ્લેક્સમાં હતી ત્યાંથી ધીમી ચાલે નીકળ્યો અને મેઈન રોડ પર પહોંચ્યો ત્યાંના એક કોમ્પ્લેક્સમાં એક બાઈક હતી જેની ચાવી અને નંબર તેના કુર્તાના ખિસ્સામાં હતો તે શોધીને તેના પર બેસીને પોતાના ગામ તરફ નીકળ્યો. સંધાણીવશ તે હજીપણ વૃદ્ધના વેશમાં હતો. તેણે ગામમાં જવાને બદલે પોતાના ખેતર તરફનો રસ્તો પકડ્યો. ખેતરથી દૂર બાઈક મૂકીને તે બારી વાતે ઓરડીમાં પેસી ગયો, તેને ચંદ્ર પર પહોંચવાની ઉતાવળ હતી. તેને ચિંતા હતી કે ન જાણે વિની નું શું થયું હશે તેતો ફિનિયનની ચુંગલમાં ફસાઈ ગઈ હશે. નીચે જઈને તેણે ઝડપથી મશીન ઓન કર્યું અને થોડાજ સમય પછી તે ચંદ્ર પર હતો. આ વખતે તેનું સ્વાગત કરવા ત્યાં કોઈ નહોતું. તે સાવધાનીપૂર્વક તે જગ્યાએથી નીકળ્યો અને ધીમે ધીમે મુખ્ય મહેલ તરફ વધવા લાગ્યો. તેનું ધ્યાન મહેલના દરવાજા તરફ ગયો ત્યાં હંમેશા ઉભો રહેના સંતરી ત્યાં નહોતો. તેને થોડું અજુગતું લાગ્યું પણ તે સાવધાનીપૂર્વક અંદર વધતો ગયો. પહેલા આવેલો તે વખતની રોનક પણ મહેલમાં નહોતી બધું ભેંકાર ભાસી રહ્યું હતું.સિંહાસન તેમજ બાજુની ખુરસી પણ ખાલી હતી. તે આખા મહેલમાં ફરી વળ્યો પણ ક્યાંય કોઈ દેખાયું નહિ પછી અચાનક ક્યાંકથી તેને ડૂસકાંનો અવાજ સંભળાયો. તે અવજાનું ઉગમણી શોધ કરતો ત્યાં ગયો. એક નાની ઓરડીમાં સિમોના પોતાના પગમાં માથું ખોસીને ધીમે ધીમે રડી રહી હતી. જેવો તેણે મનનને જોયો તે જોરજોરથી રડવા લાગી અને ઉભી થઈને મનનને વળગી પડી. મનને માંડ તેને શાંત પડી અને પૂછ્યું કે શું થયું ? તે બધું કહેવા લાગી પણ શું કહી રહી છે તે વિષે કઈ ખબર ન પડી વચમાં ફિનિયનનું, તેના પિતાનું અને વિનીનું પણ નામ આવ્યું પણ મનનને કઈ પલ્લે ન પડ્યું એટલે તેણે ઇશારાથી શાંત થવા કહ્યું અને મહામહિમ રોમડોરની ખુરસી તરફ ઈશારો કર્યો. સિમોનાએ તેનો હાથ પકડ્યો અને મહેલની બહાર લઇ આવી. નજીકમાં એક સ્ટોર રૂમ હતો ત્યાં લઇ ગઈ અને તે દ્રશ્ય જોઈને મનનની આંખો ફાટી ગઈ કારણ ત્યાં ઘણી બધી લાશો પડેલી હતી, તે જમીન પર બેસી પડ્યો.


   થોડી કળ વળી એટલે ઉભો થઈને બધાના ચેહરા જોવા લાગ્યો પણ તેમાં તેના પિતાની કે વિનીની લાશ ન હતી તેથી થોડી શાંતિ થઇ છતાં મહામહિમ રોમડૉર અને બાકીના લોકોની લાશ જોવું બહુ કઠણ હતું. પૃથ્વી પર ન હોવાથી લાશો સડી ન હતી છતાં દ્રશ્ય બિહામણું હતું એટલું નિશ્ચિત. હવે સિમોનાએ વધુ કઈ કહેવાની જરૂરત ન હતી તે આખી સ્ટોરી સમજી ગયો હતો, ફિનિયન પોતાના કારસ્તાનમાં સફળ થઇ ગયો હતો, તેણે મહામહીમને અને તેમના વફાદારોને મારી નાખ્યા હતા અને અન્ય લોકોને પોતાની સાથે લઇ ગયો હતો. તે સિમોના તરફ પાછો ફર્યો અને પૂછ્યું વિની ? સિમોનાની આંખમાં ક્રોધના ભાવ હતા તેણે ફરીથી બોલવાનું શરુ કર્યું, મનન તેની તરફ જોઈ રહ્યો તે પહેલાથી જાણતો હતો કે સિમોના વિનીને નફરત કરે છે એટલે વિષય બદલવા તેણે પૂછ્યું રિબોન ? તે ફક્ત એકજ શબ્દ બોલી ફિનિયન. મનન સિમોનને લઈને મહેલમાં આવ્યો અને તેને બેસાડી અને શાંત રહેવા જણાવ્યું. 

     

             તેને ખબર પડતી ન હતી કે આગળ શું કરવું એટલે તે પિતાજીની રૂમ માં ગયો અને ત્યાં ફર્શ પર પગ પછાડીને જોવા લાગ્યો કે કદાચ ત્યાં કોઈ ગુપ્ત રૂમ હોય. ખાસી મહેનતને અંતે તેને એક ગુપ્ત દ્વાર મળ્યું, ત્યાં પગ પછાડતા બોદો અવાજ આવ્યો ધ્યાનથી જોયું તો તે એક ચોરસકાર હતો, તે હવે રૂમ માં ગુપ્ત કળ શોધવા લાગ્યો જેનાથી તે દ્વાર ખોલી શકે. તે બધા ફોટો કાઢીને જોવા લાગ્યો, તેને પોતાના પિતાની કામ કરવાની પદ્ધતિ સમજાઈ ગઈ હતી, અંતે તેને એક ગુપ્ત કળ દેખાઈ ગઈ તે દબાવતા જ તે ચોરસકાર ઊંચો થયો. તે પહેલા સિમોનને તે રૂમમાં લઇ આવ્યો પછી બંને જણ અંદર ઉતાર્યા. અંદર એક આધુનિક લેબોરેટરી હતી જ્યાં એક દીવાલ પર ગનો ટીંગાડેલી હતી. ત્યાં નજીકમાં પડેલી ડાયરી ધ્યાન પૂર્વક વાંચી જેમાં તે ગનો ની ખાસિયત અને તેને વાપરવાની પદ્ધતિ લખેલી હતી. તે ગન ને તપાસવા લાગ્યો. તેને પહેલીવાર પોતાના પિતાના સાયન્સ પ્રત્યે માન થયું, અભાવમાં ઉછરેલો મનન હંમેશા વિચારતો કે તેના પિતાનું સાયન્સ સારી રીતે જીવવા નકામું છે. તે બધી ગનો ક્રિસ્ટલાઇઝડ હતી. પૃથ્વી પરની બારૂદવાળી ગનો અહીં નકામી હતી કારણ અહીં ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોવાથી ગોળી હવામાં વધારે સ્પીડથી અને વધારે વાર સુધી તરતી રહે અને જો નિશાનો ચુકે તો તે બીજા કોઈને લાગી શકે. ક્રિસ્ટલાઇઝડ ગનો ને કંટ્રોલ કરવા અનોખી યુક્તિઓ કરેલી હતી જેટલે અંતર માટે સેટ કરો એટલા અંતર સુધીજ વાર કરે. તેણે બે ગન પોતાની સાથે તેની ખાસિયત પ્રમાણે ચૂઝ કરી અને એક ગન સિમોનાને આપી અને તેને કેવી રીતે ચલાવવી તે પણ ઈશારામાં શીખવાડ્યું. નીકળતા પહેલા તેને એક ફાઈલ દેખાઈ જે તેણે ધ્યાનથી વાંચી, તે વાંચીને તેની આંખમાં ચમક આવી.


                બહાર આવીને તેણે સિમોનાને પૂછ્યું ફિનિયન ? સિમોનાએ એક દિશામાં આંગળી ચીંધી એટલે બંને તે દિશામાં વધ્યા. મનન વિચારી રહ્યો હતો કે તેના ગયા પછી વિનીનું શું થયું હશે ? ફક્ત આ એક વિચારે તેના પગમાં ઝડપ લાવી દીધી. જયારે તેને દૂર એક મહેલ દેખાયો એટલે તે ધીમો પડ્યો અને સાવધાનીપૂર્વક ચાલવા લાગ્યો. થોડા નજીક પહોંચ્યા પછી તે જમીન પર સુઈ ગયો અને કોણીની મદદથી આગળ વધવા લાગ્યો તેની એન સી સી ની ટ્રેઇનિંગ આજે કામ આવી હતી. તેના દેખાદેખી સિમોનાએ પણ એવુજ કર્યું. મહેલના દરવાજે તેને એક પહેરેદાર દેખાયો એટલે તેણે પોતાના પાસેની બેહોશ કરવાની ગન કાઢી અને તે પહેરેદારને બેહોશ કરી દીધો. મહેલના દરવાજે પહોંચ્યા પછી તેણે સિમોનાને આગળ વધવા કહ્યું કારણ તે મહેલ કેવો છે તે વિશે તેને કઈ ખબર ન હતી. સિમોના અને મનન ધીમે ધીમે એક દિશામાં વધ્યા અને એક બંદ જણાતી રૂમ પાસે પહોંચ્યા. મનને તે થોડી ખોલીને જોઈ તો અંદર બંધાયેલો રિબોન બેહોશ પડેલો હતો.  

 

                 સિમોનાએ જઈને તેને છોડાવ્યો અને તેના ગાલ થપથપાવીને તેને હોશમાં લાવી. રિબોન મનનને જોઈને ખુશ થઇ ગયો તેણે પૂછ્યું તું ફિનિયનની કેદમાંથી કેવી રીતે છૂટ્યો ? સિમોનાએ તને છોડાવ્યો ? મનન તેની તરફ આશ્ચર્યથી જોઈ રહ્યો, તેને લાગ્યું કેદમાં રહીને રિબોનનું માનસિક સંતુલન હલી ગયું છે. મનને કહ્યું હું ફિનિયનની કેદ માં હતો જ નહિ તેણે મને પૃથ્વી પર ટેલિપોર્ટ કરી દીધો હતો. હવે ચોંકવાનો વારો રિબોનનો હતો. તેણે પૂછ્યું તો પછી વિનીએ એવું શું કામ કહ્યું ? વિનીનું નામ આવતા મનન સતર્ક થઇ ગયો તેણે કહ્યું મને પુરી વાત કર શું થયું ? રીબોને કહ્યું તમે અને વિની બહાર ગયા હતા તે પછી થોડીવારમાં વિની દોડતી આવી, તે ડરેલી હતી, તેણે કહ્યું ફિનિયન મનનને કેદ કરીને લઇ ગયો. તે સાંભળીને તારા પિતા ગુસ્સામાં આવી ગયા અને વિનીને કહ્યું દેખાડ કઈ તરફ લઇ ગયો છે એમ કહીને ફિનિયનની પાછળ ગયા.


મહામહિમે તેમને રોકવાની કોશિશ કરી પણ તે ન રોકાયા. ત્યાં જઈને તે કદાચ પકડાઈ ગયા હશે. બીજે દિવસે ફિનિયન પોતાના સમર્થકો સાથે આવ્યો અને મહામહિમ અને બીજા સમર્થકોને મારી નાખ્યા અને જે તેની સામે ઝૂક્યા તેમને લઈને અહીં આવી ગયો. મને પકડીને અહીં પુરી દીધો. મહામહીમની સિક્રેટલેબ ક્યાં છે તે પૂછવા મારા પર બહુ જુલમ કર્યા. મનનની સામે ધૂંધળું ચિત્ર ક્લિયર થવા લાગ્યું હતું. તેણે રિબોનને કહ્યું તું સિમોનને લઈને જિ અને હું કહું છું તેમ કર, પછી ધીમે ધીમે પોતાની વાત સમજાવી. વાત પૂર્ણ થયા પછી રિબોન સમજી ગયો હોય તેમ માથું હલાવ્યું.


         મનન તે દિશામાં વધ્યો જે દિશામાં ફિનિયનનો આવાસ હતો. રસ્તામાં કોઈ સુરક્ષાકર્મી ન મળ્યો કારણ ફિનિયન આશ્વસ્ત હતો કે હવે કોઈ વિરોધી જીવતો ન હતો. મનન મનમાં કોઈ જાતનો ડર રાખ્યા વગર ફિનિયનના આવાસ માં પ્રવેશ્યો અને તેની સામે ઉભો રહ્યો, તેને જોઈને પૂછ્યું તું પાછો કેવી રીતે આવી ગયો. મનને આંખમાં આસું લાવીને કહ્યું મારા પિતાએ તમારું શું બગાડ્યું છે તેમને છોડી દો. ફિનિયન જોરજોરથી હસવા લાગ્યો અને કહ્યું જેને પકડ્યો હોય તેને છોડી દેવાય બાકી જે સામે ચાલીને આવ્યું હોય તેને હું કઈ રીતે છોડી શકું ? મનને કહ્યું હું સમજ્યો નહિ. પાછળથી અવાજ આવ્યો હું સમજાવું છું, તે અવાજ તેના પિતાનો હતો, તેણે પાછળ ફરીને જોયું તો તેના પિતા ભીષ્મ હતા અને એક રાજાને શોભે તેવા વસ્ત્ર પહેરીને અને હાથમાં ડ્રિન્ક લઈને ઉભા હતા. તેમણે કહ્યું રોમડોર એક કમજોર શાસક હતો અને તે વિચારી રહ્યો હતો કે તેની આખી પ્રજાતિને પૃથ્વી પર શિફ્ટ થઇ જવું જોઈએ. નાના પ્રોબ્લેમથી તે ડરી ગયો હતો પણ ફિનિયન તેની વિરુદ્ધમાં હતો તેથી મેં તેને સાથ આપ્યો અને રોમડોર ને સત્તા પરથી હટાવી દીધો.


                  મનને કહ્યું કે રોમડોર મહામહિમ હતા અને તેમને હક હતો પોતાની પ્રજાતિની ચિંતા કરવાનો અને કોઈ કંઇ સમજે તે પહેલા બે ધમાકા થયા અને ફિનિયન અને ભીષ્મ બંને જમીન પર પડી ગયા. ભીષ્મ બેભાન હતા જયારે ફિનિયન બે ભાગમાં વિભાજીત થઇ ગયો હતો.મનને ભીષ્મને પકડીને એક ખુરસીમાં બેસાડ્યા અને તેમને ખુરસી સાથે બાંધી દીધા. થોડીવાર પછી ભીષ્મ ભાન માં આવ્યા તે પોતાની સ્થિતિ જોઈને સમજી ગયા કે બાજી પલટાઈ ગઈ છે છતાં તેમના ચેહરા પર ચિંતાની લકીર નહોતી કે ન તો કોઈ જાતનો અફસોસ. મનને કહ્યું કેવા આશ્ચર્યની વાત છે પપ્પા, જુવનભર જે સાધુ જેવું જીવન જીવ્યા તે અત્યારે ૧૦ લોકોના મૃત્યુનું કારણ બન્યા. ભીષ્મે કહ્યું મને રોમડોરના મૃત્યુ નો અફસોસ છે પણ ફિનિયન ને મેં તેમને ફક્ત ટ્રાન્સપોર્ટ કરવાનું કહ્યું હતું પણ આ સત્તાલોભીએ તેમને મારી નાખ્યા. પણ મનન તું મને કહે આખી જિંદગી મેં સરકારની સેવા કરી અને બદલામાં મને શું મળ્યું, રિટાયરમેન્ટ વખતે એક મેડલ અને થોડી મૂડી. આખી જિંદગી હું કગરતો રહ્યો ટેલિપોર્ટેશનના પ્રોજેક્ટ માટે પણ કોઈએ મારી વાત કાને ન ધરી. છેલ્લે મેં સ્વબળે મશીન બનાવ્યું અને અહીં સુધી પહોંચ્યો અને વિજ્ઞાનની સેવા માં સારું જીવન જીવી રહ્યો હતો ત્યાંજ રોમડોર આવો નિર્ણય લઈને મને ફરી પૃથ્વીના નરકમાં મોકલવા માગતો હતો. મારી પાસે કોઈ બીજો રસ્તો ન હતો ફિનિયનને સાથ આપવા સિવાય કોઈ રસ્તો બચ્યો ન હતો. હું શાંત અને સારું જીવન જીવવા માંગુ છું એ મારી ભૂલ તો નથી.


                મનને ભીષ્મ તરફ જોયું અને કહ્યું કે માણસ બીજા પાસે જૂઠું બોલે એ તો સમજાય પણ પોતાની સાથે જૂઠું કેવી રીતે બોલી શકાય. મેં તમારી લેબમાંની ફાઈલ જોઈ છે જેમાં એક સિક્રેટ રિપોર્ટ મુકેલો હતો. તમે સાચું કારણ જાણતા હતા કે રોમડોર તેમના લોકોને કેમ પૃથ્વી પર શિફ્ટ કરવા માગતો હતો. હું ભલે કોમર્સનો વિદ્યાર્થી છું પણ રિપોર્ટ વાંચીને એટલું તો સમજાયું કે અહીંની પ્રજાતિના જીન્સમાં ખરાબી આવી ગઈ છે તેથી જ વસ્તી ધીરે ધીરે ઘટી રહી હતી. રોમડોર સમજી ગયા હતા કે મનુષ્યને પૃથ્વી પર જીવન જીવવાને અનુરૂપ બનાવવામાં આવ્યા છે. અહીં આવેલા પૂર્વજોએ વિજ્ઞાન ન જોરે જીન્સમાં બદલાવ કર્યા અને અહીં રહેવા લાગ્યા પણ કુદરતના કામમાં કરેલી છેડછાડ ને કુદરત સાંખી લેતી નથી ભલે થોડો સમય લે પણ તેને દંડ જરૂર આપે છે. અત્યારે પૃથ્વીવાસી ભલે આધુનિકતા એન વિજ્ઞાન ના નામે કુદરતના કામ માં દાખલ દે છે તેમને પણ લંબે ગાળે દંડ થશે. ભીષ્મએ નકારમાં માથું હલાવ્યું અને કહ્યું તું વિજ્ઞાનની તાકાતને નથી જાણતો, રોમડોર પણ નહોતો સમજતો. જો કોઈ પ્રોબ્લેમ તેનું સોલ્યૂશન પણ હોય છે અને મેં તેની ટીમ સાથે મળીને શોધી કાઢ્યું હોત. તું કુદરતની વાત કરે છે તો સાંભળ આ મશીન બનાવવા જેટલી બુદ્ધિ પણ મને કુદરતે જ આપી છે. પણ હથિયાર નાખી દીધેલા સેનાપતિને યુદ્ધ માટે કેવી રીતે મનાવી શકાય તેથી તેને હટાવીને નવો સેનાપતિ તૈયાર કર્યો મેં અને તેને તે મારી નાખ્યો પણ વાંધો નહિ તું મને સાથ અને સમય આપ આપણે મળીને સમસ્યા નું નિરાકરણ લાવીશું.


                 મનનની આંખોમાં આશ્ચર્યના ભાવ હતા તેણે કહ્યું પપ્પા તમે હજી કુદરતની તાકાતને સમજ્યા નહિ, કુદરત સામે ક્યારેય જીતી શકાતું નથી, તમે એક સમસ્યાનું નિરાકરણ લાવશો તો બીજી સમસ્યા સામે આવીને ઉભી રહેશે. ભીષ્મએ નિરાશામાં માથું ધુણાવ્યું અને કહ્યું તો પછી હું લાચાર છું એમ કહીને આંખનો ઈશારો કર્યો એટલે મનનને પીઠ ઉપર ગનની નાળ નો અહેસાસ થયો અને પાછળથી વિનીનો અવાજ આવ્યો ગન નાખી દે મનન નહિ તો હું મજબુર થઇ જઈશ. તેણે મનનની બંને ગન કબ્જે કરી અને ભીષ્મને છોડાવ્યા. ભીષ્મએ ઉભા થઈને ખૂણામાં મુકેલી ગન ઉપાડી અને કહ્યું નીતિમત્તાની વાત ભ્રષ્ટ વ્યક્તિ કરે તે યોગ્ય નથી, હું જાણું છું તેં પૃથ્વી પર શું કર્યું છે. તું મારો દીકરો છે એટલે તને મારવાને બદલે પૃથ્વી પર પાછો મોકલું છું અને હવે તું પાછો પણ નહિ આવી શકે કારણ મારા મશીનમાં બે વાર પ્રવાસ કરી શકાય એટલાજ ક્રિસ્ટલ હતા એમ કહીને પોતાના હાથની ગન નું નાળચું મનન તરફ ફેરવ્યું પણ તેમાંથી શેરડો નીકળે તે પહેલા તેના હાથમાંથી ગન છૂટી ગઈ. મનનની પાછળથી સિમોના અને રિબોન પ્રગટ થયા. રીબોને સમય પર આવ્યો હતો. ભીષ્મના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. મનને દોડીને મેડિકલ કીટ શોધી અને પાટાપિંડી કરી.


                  રીબોને કહ્યું કે મેં તે રિપોર્ટ બધાજ રિબિડીયન્સ ને જણાવી દીધો છે અને મોટાભાગના પૃથ્વી પર જવા તૈયાર છે અને લેબમાં તૈયાર કરેલી દવા પણ બધાને આપી દીધી છે જેનાથી તેમનો આકાર સામાન્ય પૃથ્વીવાસી જેવો થઇ જશે.ભીષ્મની આંખમાં આંસુ હતા, તેમણે કહ્યું તું તારી દ્રષ્ટિથી સાચો હોઈશ પણ મારો અભિગમ તેજ રહેશે, જે લોકો અહીં રહેવા માંગતા હોય તેમને હું વચન આપું છું કે આ સમસ્યા નું સમાધાન લાવી દઈશ.


               કુલ મળીને ૨૦૦ લોકો હતા તેમાંથી ૬૦ લોકો ભીષ્મનો સાથ આપવા તૈયાર થયા જયારે બાકીના લોકો મનનનો. તે દવાની અસર થતા બે દિવસ લાગ્યા. સિમોનાની ઊંચાઈ હવે સાડા પાંચ ફૂટ જેટલી થઇ ગઈ હતી, મનન અને તેની જોડી હવે બહુ સરસ લાગી રહી હતી. મનન, સિમોના, રિબોન અને બાકીના લોકોને ભીષ્મ, વિની અને બાકીના લોકોએ ત્યાંથી વિદાય આપી.


                 પૃથ્વી પર પહોંચ્યા પછી તે જઈને પારસને મળ્યો, તેણે મનનની ઓફિસ અને બંગલો વેચીને તેનો દંડ ભરી દીધો હતો, તે છતાં તેની પાસે ઘણી બધી રકમ બચી હતી, તેના અને સિમોનાનાં લગ્ન થયા, અને જે તેની સાથે આવ્યા હતા તે બધાને તેણે ટ્રેઇનિંગ આપીને શહેરમાં વસાવ્યા અને પારસે તેની તે કામમાં મદદ કરી. હવે મનન તેના ગામમાં રહે છે અને ખેતી કરે છે. તે જયારે જયારે ચંદ્રને જુએ છે ત્યારે પપ્પાને યાદ કરે છે. તેને જયારે ચંદ્રયાન ૨ ના સમાચાર મળ્યા ત્યારે વિચાર્યું શું ચંદ્ર પર ઉતારનારો રોબો તેના પિતા કે બાકી બીજા કોઈના ફોટો લઇ શકશે ? તે મનોમન હસ્યો અને કામે વળગ્યો.

સમાપ્ત


Rate this content
Log in

Similar gujarati story from Drama