Kaushik Dave

Drama Fantasy Inspirational

4.3  

Kaushik Dave

Drama Fantasy Inspirational

ચમત્કાર

ચમત્કાર

2 mins
423


"પપ્પા, ચમત્કાર એટલે શું ?" ચીકુ એ એના પપ્પાને પૂછ્યું.

ચીકુના પપ્પા:-" બેટા, દુનિયામાં ચમત્કાર જેવું કંઈ હોતું નથી. "

"હોય છે પપ્પા. જુઓ સર્કસમાં જોકર કરે છે. જાદુગરો ખેલમાં કરે છે. " ચીકુ બોલ્યો.

"જો બેટા,એ બધી હાથચાલાકી હોય છે. "

"હા. . . પપ્પા, મને પણ એવું જ લાગતું હતું. પણ આ જંતર મંતર જાદુ છુમંતર. . કેટલાક લોકો કરે છે. ન્યુઝ પેપરમાં પણ જાહેરાત આપે છે. . અમે ચમત્કાર કરીએ છીએ. . ખાતરી એક વાર કરી જુઓ. " ચીકુ એ પાછો સવાલ કર્યો.

"જો બેટા,આ બધામાં પડાય નહીં. . આ છેતરપિંડી કરતા હોય છે. એ ઉપરાંત કેટલાક લોકો ધર્મની આડમાં ચમત્કાર કરવાનો દાવો કરીને અભણની સાથે ભણેલાને પણ છેતરપિંડી કરે છે. " ચીકુના પપ્પા બોલ્યા.

"પણ પપ્પા, લોકો સમજદાર પણ હોય છે છતાં પણ છેતરપિંડીનો ભોગ કેમ બને છે ?" ચીકુ બોલ્યો.

" બેટા, લોભ અને લાલચ જ પતન કરાવે છે. લોકો પોતાની અલગ અલગ માનતા પુરી કરવા અથવા તો ટૂંકા માર્ગે સફળતા મેળવવા માટે ફસાઈ જતા હોય છે. લોકોને ગમે તે ભોગે ધનવાન, સંપત્તિવાન અને સત્તાના અધિકારી બનવું છે. એ માટે પોતાની મહેનતની કમાણી પણ ગુમાવી બેસે છે. "

"તો પપ્પા શું કરવું જોઈએ ? બીજા સમજદાર વ્યક્તિઓ એમને સમજાવતા કેમ નથી ?"

"બેટા, હવે જમાનો બદલાયો છે. સમજદાર વ્યક્તિ એક કે બે વખત ચેતવણી આપે છે. પણ એની વાત ને કોણ ગણે છે ? ને હવે તો કોઈનું ભલું કરવા જાવ તો તમારૂં પણ અપમાન થાય છે. માણસ તો ઠોકર વાગે તો સુધરે છે એ પણ બહુ ઓછા વ્યક્તિઓ. . . ઘણીવાર તો અનેક ઠોકરો વાગે તો પણ લોભ અને મોહથી ફસાતા જ જાય છે. "

"તો પછી પપ્પા પછી ?"

"બસ જે નાસમજે એમને એમના હાલ પર છોડી દેવાના. હવે તો જમાનો પહેલા આપણું સાચવો. કુટુંબનું હિત સાચવો એ જરૂરી છે."


Rate this content
Log in

Similar gujarati story from Drama