lina joshichaniyara

Crime Thriller

4.6  

lina joshichaniyara

Crime Thriller

ચમકારો

ચમકારો

8 mins
23.2K


રોહન ૯ વાગ્યે ઓફિસેથી ઘરે આવે છે અને બહારની લાઈટ બંધ જોઈને દરવાજો બીજી ચાવીથી ખોલે છે. ઘરમાં એકદમ અંધારું હોય છે. રોહન વિચારે છે કે કુહૂ મેડમ હજી ગુસ્સામાં લાગે છે એટલે જ અંધારું કરીને બેઠી છે. હમણાં જ એની મનપસંદ ચોકલૅટ જોઈને એનો ગુસ્સો પળવારમાં ઓગળી જશે.

"કુહૂ, કુહૂ, માય ડાર્લિંગ, ક્યાં છો ? કુહૂ, અરે યાર આટલું બધુંનારાજ રહેવાનું ? કુહૂ યાર ચાલને હવે આ બંદાને માફ કરી દે, પ્લીઝ."

રોહન આખા ઘરમાં કુહૂને શોધે છે. બધી લાઈટો ચાલુ કરે છે. શું કુહૂ હજી સુધી નહિ આવી હોય ? આટલી વાર સુધી જવાબના દે એવું તો બને જ નહિ એમ વિચારતા રોહન રસોડામાં પાણી પીવા જાય છે અને રસોડાની લાઈટ ચાલુ કરતા જ રોહનના હોશ ઉડી જાય છે. લોહીમાં લથપથ કુહૂ જમીન ઉપર પડી છે. પેટમાં ૨ ચાકુ, ગળામાં મોટું ચાકુ આડું ખુંપી ગયેલી હાલતમાં છે, ગળું કપાયેલું છે અને કુહૂની આંખો ફાટી ગઈ છે. રોહન થોડી વાર તો ચિત્તભ્રમ થઇ જાય છે. થોડી વાર પછી તે પોલીસને ફોન કરે છે.

ઈન્સ્પેક્ટર માને તેના આસિસ્ટન્ટ વિજય અને ટિમ સાથે ઘટના સ્થળ પર આવે છે. લાશનું તથા બધી પરિસ્થિતિનું બારીકાઇથી અવલોકન કરે છે. માને અને વિજય આખા ઘરનું અવલોકન કરે છે. ફોરેન્સિક ટિમ આવી પહોંચે છે. લાશના ફોટોગ્રાફ લઇ, બધી જગ્યાએથી ફિંગર પ્રિન્ટ્સ, બધા જ સબૂત એકઠા કરે છે.

તો મિ. રોહન, આ કોની લાશ છે ? અને તમારે એમની સાથે શું સંબંધ છે ? તમે ક્યારે આવ્યા અને આવીને અહીં શું જોયું ? અમને બધી જ માહિતી વિગતવાર આપો.

સર, મારુ નામ રોહન તાંબે છે. આ કુહૂ ભટ્ટાચાર્ય છે. હું અને કુહૂ બંને એક જ કંપનીમાં કામ કરીએ છીએ. કુહૂ મૂળ ખરગપુરની છે અને હું પુણે નો છું. સાથે કામ કરતા કરતા અમે બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો. એટલે અમે સાથે રહેવાનું નક્કી કર્યું અને અમે ૨ વર્ષથી લિવ ઈન રિલેશનશિપમાં હતા. આજે સવારે અમારી વચ્ચે થોડી પૈસાને લઇને બોલાચાલી થઇ ગઈ. કુહૂને ૩ લાખ રૂપિયાની જરૂર હતી. કુહૂ એ મારી પાસે પૈસા માગ્યા હતા. પણ હમણાં મારા પપ્પાએ નવું ઘર લીધું છે એટલે મેં એમને પૈસા દીધેલા છે એટલે કુહૂને મેં આવતા મહિને દેવાનું કહ્યું. પરંતુ એને આજકાલમાં જ જોઈતા હતા. એ બાબતે માટે થોડી ચણભણ થઇ ગઈ. અને હું પછી ઓફિસે જવાનીકળી ગયો. જયારે સાંજે આવ્યો ત્યારે ઘરમાં બધે અંધારું હતું અને જેવો રસોડામાં પાણી પીવા આવ્યો ત્યારે કુહૂ ........ રોહન રડવા લાગ્યો.

'પણ રોહન, કુહૂને આટલા બધા રૂપિયા શા માટે જોઈતા હતા ?'

'સર, એના ભાઈની સગાઇ નક્કી કરી છે. તો એ માટે ઘરે મોકલવા હતા. બહુ અર્જન્ટ ન હતું એટલે જ મેં એને આવતા મહિને દેવાનું કહ્યું.'

'રોહન, લિવ ઈનમાં રહેવા છતાં એટલા પૈસાના વ્યવહાર બરાબર છે ?'

'સર, અમે ફક્ત અમારા સંબંધોને પતિ પત્નીનુંનામ ન હોતું આપ્યું પરંતુ અમારા સંબંધો પતિ પત્ની જેવાજ હતા. અમને એકબીજા ઉપર પૂરો વિશ્વાસ હતો. અમે એક બીજાને ખુબ જ ચાહતા હતા.'

'પરંતુ રોહન, તમારા કહેવા પ્રમાણે તમે બંને એક જ કંપનીમાં કામ કરતા હતા તો આજે કુહૂ ઓફિસે આવી હતી ?'

'મને ખબર નથી સર. મારે આજે અમારી કંપનીની બીજી શાખામાં મિટિંગ હતી એટલે હું આખો દિવસ ત્યાં જ હતો.'

'તો તમે બંને આ ઘરમાં એકલા જ રહેતા હતા ? કોઈ કામવાળી કે રસોઈવાળી કે બીજા કોઈ આવેલા અહીં ? તમે આખો દિવસ તો ઓફિસે હોય તો પછી આ બધું બન્યું કઈ રીતે ? શું કુહૂને કોઈ સાથે ઝગડો થયો હતો કે કોઈ એનો દુશ્મન હોય એવું ખરું ?'

'ના સર, જ્યાં સુધી હું કુહૂને ઓળખું છું ત્યાં સુધી કુહૂ એકદમ પ્રેમાળ છે. એના માતા પિતા પણ સરળ સ્વભાવના છે. હા એનો ભાઈ થોડો ગરમ મિજાજનો છે. એનો ભાઈ થોડા દિવસ પહેલા અહીં આવ્યો હતો. ત્યારે એ બંને ભાઈ બેન વચ્ચે પૈસાને લઇને થોડી માથાકૂટ થઇ ગઈ હતી. હું વચ્ચે સમજાવા ગયો તો કુહૂ એ મને આ બધાથી દૂર રહેવાનું કહ્યું. કુહૂને કામવાળીનું કામ ગમતું ના હતું એટલે બધું જ કામ અમે જાતે જ કરતા.'

'તો રોહન, તમારા બંનેના માતા પિતાને તમારા આ લિવ ઈન રિલેશન વિષે ખબર છે ?'

'હા સર, બધાને ખબર છે. અમે આવતા વર્ષે લગ્ન પણ કરવાના હતા પણ.......'રોહન ફરી રડવા લાગ્યો.

'ઓકે રોહન, તમે પોતાને સાંભળો. અમને કુહૂના માતા પિતા, ભાઈ, તમારા માતા પિતા, ભાઈ વગેરેના કોન્ટેક્ટ નંબર આપો. કુહૂની લાશને અમે પોસ્ટમોર્ટમ માટે મોકલીએ છીએ. તમે બધાને આ ઘટનાની જાણ કરી દો અને અહીં બોલાવી લો. બીજી પૂછપરછ માટે પાછા આવીશું.'

ગાડીમાં બેસતા માને એ વિજયને સવાલ કર્યો. શું લાગે છે વિજય તને ? ખૂન થોડું વિચિત્ર લાગે છે. લાશની આજુ બાજુ ૫-૬ જાતના ચાકુ વિખેરાયેલા પડ્યા હતા. શું ખૂની સિલેક્ટેડ ચાકુ વડે મારવામાંગતો હતો ? અને આ રોહન કેટલું સાચું બોલે છે ?'

'સાહેબ, મને તો કઈ સમજાતું નથી. આખા ઘરમાં બીજો કોઈ એવો રસ્તો નથી કે જ્યાંથી કોઈ આવી જઈ શકે મતલબ કે કોઈ છૂપો રસ્તો પણ નથી. મેં પાડોશમાં પણ પૂછપરછ કરી તો એમાં પણ પાડોસી ઓ એ એ જ કહેલું કે આ બંને તો એકબીજા માટે મરવા તૈયાર થઇ જાય એટલો પ્રેમ કરતા હતા. એકદમ સુંદર જોડું છે એ બંને. ક્યારેય કોઈ લડાઈ ઝગડા નથી જોયા કે સાંભળ્યા. હવે આમ કોના ઉપર શંકા કરવી ?'

'વિજય, કાલે આપણે કુહૂની ઓફિસે જઈશું. ત્યાં પણ તપાસ કરી લઈએ. એ દરમિયાન એના માતા પિતા કાલે અહીં આવે તો એને પણ પૂછપરછ કરીશું. રોહન એવો લાગતો નથી કે જે કોઈને આટલી નિર્દયતાથી હત્યા કરે.'

બીજા દિવસે ઈ. માને અને વિજય કુહૂ અને રોહન જ્યાં કામ કરતા હતા ત્યાં જઈ પૂછપરછ કરે છે. ઓફિસના મિત્રો પાસેથી પણ એ જ જાણવા મળ્યું જે પાડોશીઓ એ કહ્યું. 'રોહન વિરોધી કોઈ પ્રમાણ ના મળ્યા. ઓફિસમાં કુહૂના ડેસ્ક ઉપર ઈ.માનેને એક ઇન્વોલપ મળ્યું અને અચરજ થયું. એ ઇન્વોલપ ઇન્સ્યોરન્સ કંપનીનું હતું. એ કાગળ લઇ પોલીસે સ્ટેશને પહોંચ્યા.'

'વિજય, કુહૂ એ ૫ કરોડનો ઇન્સ્યોરન્સ લીધો હતો અને નોમિની રોહન છે. હવે કઈ સમજાયું તને ? બની શકે કે રોહને જ કુહૂને આ પૈસા માટે મારી હોય. આમેય એના પિતાને પૈસાની જરૂર હતી તો.... ચાલ હવે રોહનને જ જઈને પૂછીએ કે આ બધું શું છે ?'

ઈ.માને અને વિજય રોહન પાસે આવે છે. 'રોહન, કુહૂ એ કોઈ ઇન્સ્યોરન્સ લીધો હતો ?'

'હા સર, એકલી કુહૂ એ જ નહિ પણ મેં પણ ૫ કરોડનો ઇન્સ્યોરન્સ લીધો હતો. એક મિનિટ હું એ કાગળ લેતો આવું.' રોહન કબાટમાંથી ઇન્સ્યોરન્સના કાગળ લઇને ઈ. માનેને આપે છે. 'સર, અમે લગ્ન કરવાના હતા એટલે અમારા સુરક્ષિત ભવિષ્ય માટે અમે આ ઇન્સ્યોરન્સ લીધેલો. પણ હવે શું કામનું આ બધું ?'

'કેમ રોહન, આના પૈસા તો હવે તને મળશે જને ?'

'સર, એટલે તમે એમ કેહવામાંગો છો કે કુહૂને મેં મારી છે ? એ પણ પૈસા માટે ? સર જેને પોતાના જીવથી પણ વધારે ચાહી હોય એને હું કેમ મારી શકું ? તમે ઇન્સ્યોરન્સના કાગળિયા જોયા પણ તમને એ ખ્યાલના આવ્યો કે મેં તો આ ઇન્સ્યોરન્સ ૨ મહિના પેહલા લીધેલો છે. જયારે કુહૂ એ તો હમણાં જ લીધેલો. મેં કુહૂને કોઈ દબાણ નહોતું કર્યું ઇન્સ્યોરન્સ લેવા માટે. ઉલ્ટાની મેં તોના પાડી હતી. પણ આ ઇન્સ્યોરન્સ એને જીદ કરીને લીધો અને નોમિની પણ મને જીદ કરીને રાખ્યો.'

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ કોઈ હિંસાના ચિહ્નો ના મળ્યા. કુહૂના માતા પિતા પણ આઘાતમાં હતા. જયારે રોહન વિષે એમને પુછયુ ત્યારે એમને પણ રોહન વિરોધી કોઈ વાત ન કરી. કુહૂના અંતિમસંસ્કાર પણ રોહને જ કર્યા અને ત્યાં જ એ રડી રડીને બેહોશ થઇ ગયો હતો.

હવે ઈ.માને અને વિજય બરાબરના મૂંજાણા હતા. ફોરેન્સિક લેબનો રિપોર્ટમાં પણ કઈ ખાસ પકડાતું ન હતું. ઘરમાં કુહૂ અને રોહન સિવાય કોઈના ફિંગરપ્રિન્ટસ મળ્યા ન હતા. ઈ.માને પોલીસસ્ટેશનમાં કુહૂના કેસમાં ગૂંચવાયેલા હતા ત્યાંજ એક છોકરી એમને મળવા આવી.

'સર, મારુનામ કુંજ છે. હું કુહૂની મિત્ર છું. મારે કુહૂ વિશે તમને માહિતી આપવી છે.'

'બોલો, મિસ કુંજ. તમે કુહૂને કેવી રીતે ઓળખો ? અને શું માહિતી આપવી છે તમારે ?'

'સર હું અને કુહૂ એક કોમન ફ્રેન્ડ થકી મળ્યા હતા. અમે મોલમાં, પિક્ચર જોવા , બહાર જમવા સાથે જ જતા. અમારી એ કોમન ફ્રેન્ડ તો લગ્ન કરીને અમેરિકા ચાલી ગઈ પણ મારીને કુહૂની દોસ્તી ગાઢ થઇ ગઈ.'

'મિસ કુંજ, આટલા બધા દિવસ તમે ક્યાં હતા ?તમને ખબર ન પડી કે તમારી આટલી સારી દોસ્ત હવે આ દુનિયામાં નથી ?'

'સર, હું મારા પ્રોજેક્ટના કામથી જર્મની ગઈ હતી. હજુ કાલે રાતે જ આવી છું.'

'હંમમમ..ઠીક છે. તો કહો મિસ કુંજ, તમે શું માહિતી આપવામાંગો છો ?'

સર, કુહૂ એ એના આખા ઘરમાં છુપા કેમેરા લગાવ્યા હતા. આ રહ્યું એનું બિલ અને જગ્યાઓનું લિસ્ટ.

'શું ? છુપા કેમેરા ? પણ શું કામ ? કોઈ ખાસ કારણ ?અને આ વાત રોહને અમને કેમ ન કરી ?'

'હા સર, છુપા કેમેરા. રોહને તમને આ વાત ન કરી કેમ કે એને પણ ખબર નથી કે એના ઘરમાં છુપા કેમેરા લગાવેલા છે. કુહૂ, રોહન અને એની રોજિંદી દિનચર્યામાંથી અમુક ક્લિપ્સનો એક પ્રિ વેડિંગ વિડિઓ બનાવવામાંગતી હતી અને એ વિડિઓ લગ્ન વખતે રોહનને સરપ્રાઈઝ આપવામાંગતી હતી. કુહૂ આમ પણ બધાથી અલગ હતી. મેં કુહૂને કહ્યું હતું કે કેમેરા લાગવાની શું જરૂર છે હવે તો વીડિઓગ્રાફર કેવા સરસ વિડિઓ બનાવી દે છે. તો એણે કહ્યું કે મારે એકટિંગ નથી જોતી મારે તો એકદમનેચરલ વિડિઓ જોઈએ છે કે જેમાં હું અને રોહન કોઈ પણ જાતના અભિનય વિના અમારી રોજિંદી ક્રિયાઓ કરતા હોય. એના માટે તો છુપા કેમેરા જ લાગવા પડે પણ જો કુંજ રોહનને આ વિશે ખબર ન પડવી જોઈએ. હું પછી એને કહી દઈશ.'

'ઓહ ! મિસ કુંજ તમારો ખાસ આભાર.'

પછી ઈ. માને અને વિજય બંને રોહનના ઘરે ગયા અને રોહનને છુપા કેમેરાની વાત કરી. લિસ્ટમાં રોહનના ઘરમાં જ્યાં જ્યાં કેમેરા હતા ત્યાં ત્યાં કેમેરા મળ્યા અને એ પણ ચાલુ જ હતા. હાર્ડડ્રાઈવ લઇને ઈ.માને પોલીસસ્ટેશને આવ્યા અને એમણે કુહૂના મૃત્યુની કલીપ જોઈ. આવું વિચિત્ર ખૂન એમણે પેહલી વાર જોયું.

પછી એ કલીપ લઇ રોહનના ઘરે આવ્યા. કુહૂના માતા પિતા, રોહન , કુંજ એ બધાને એ ક્લિપ દેખાડી.

કેમેરાના રેકોર્ડિંગમાં દેખાય છે કે કુહૂ ૫ વાગે ઘરે આવે છે. કોઈ ગીત ગણગણતી રૂમમાં જાય છે. રૂમમાંથી કપડાં બદલાવીને બહારનીકળે છે. કુહૂ રસોડામાં જાય છે. રસોડામાંથી હોલમાં રાખેલા ફ્રીઝમાંથી લીંબુની થેલી અને પાણીની બોટલ લઇને આવે છે. લીંબુ શરબત બનાવવાની હોય એવું લાગે છે. લીંબુની થેલીમાંથી લીંબુ કાઢતી વખતે એક લીંબુનીચે પાડી જાય છે. કુહૂનું ધ્યાન નથી પડતું. એ પછી પાણીની બોટલમાંથી પાણી કાઢતી વખતે બોટલનું ઢાંકણું અડધું બંધ હોવાથી બોટલ હાથમાંથી છટકે છે પણ કુહૂ બોટલને પકડી લે છે. પણ થોડું પાણી જમીન પર ઢોળાય છે. કુહૂ ફરીથી ફ્રીઝમાં બધી વસ્તુ રાખે છે. પછી આવતી વખતે ઘરની બહાર વીજળીના થાંભલામાં એક ચમકારો થાય છે અને કુહૂ હબકી જાય છે. ત્યાં જોવામાં કુહૂનું ધ્યાનનીચે પડેલા લીંબુ તરફ નથી રહેતું અને ઓચિંતું લીંબુ પગનીચે આવવાથી કાંઘી પકડી બેલેન્સ જાળવવા જાય છે ત્યાં જ ઢોળાયેલા પાણીમાં પગ પડે છે અને સ્લીપ થાય છે.

કાંધી ઉપર રાખેલું ચાકુના સ્ટેન્ડને કુહૂનો હાથ લગતા હલબલે છે.નીચે કુહૂ ચત્તી લપસી હોય છે ત્યાં જ ચાકુના સ્ટેન્ડમાંથી ૨ ચાકુ કુહૂના પેટ ઉપર પડે છે અને ખુંપી જય છે. તો પણ કુહૂ ઉભા થવાનો પ્રયાસ કરતી હોય છે ત્યાં તો સ્ટેન્ડમાંથીનીકળેલું મોટું ચાકુ જે અડધું અંદર અને અડધું બહાર એમ કાંધી ઉપર હલબલતું હોય છે એ સીધુંનીચે કુહૂના ગળા ઉપર પડે છે અને ગળું કપાય જાય છે. ત્યાં જ કુહૂનું પ્રાણપંખેરું ઉડી જાય છે.

આવું દર્દનાક મોત જોઈને ફરીથી રોકકળ ચાલુ થઇ ગઈ. રોહન તો હજી પણ આઘાતમાં જ છે.

ઈ. માને વિચારે છે કે આ કેસને શું કેહવું ? ખૂન કે પછી એક ચમકારો ? અને કેસ ફાઈલ બંધ કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Crime