STORYMIRROR

lina joshichaniyara

Drama Inspirational

4  

lina joshichaniyara

Drama Inspirational

આ એ જ દીકરી છે

આ એ જ દીકરી છે

1 min
310

ઈલા સામેની દુકાનેથી નાનકા માટે વેફર લઈને આવી રહી છે. ઈલાની માઁ વિચારે છે કે આ એ જ દીકરી છે જેના જન્મ્યા પછી સગા બાપે અને દાદા-દાદીએ એનું મોઢું જોવાની પણ ના પાડી દીધી હતી કારણ કે એમને તો દીકરો જોઈતો હતો. ઈલાના જન્મ પછી ૧૭ વર્ષે દીકરો આવ્યો તો આખા ગામમાં પેંડા વહેંચેલા અને ઈલાને સ્કૂલ ફી પણ મુશ્કેલીથી દેવામાં આવતી. ભણવામાં અત્યંત હોશિયાર હોવાથી સ્કૂલમાંથી જ સ્કોલરશીપ મેળવી પોતાનો ખર્ચ કાઢતી. આ એ જ દીકરી છે જે પોતાની રીતે ભણી-ગણીને આત્મનિર્ભર થયેલી છે. પિતાના ધંધાની મંદીની જાણ થતા જ નાનકાનો ભણવાનો ખર્ચ, દાદા-દાદીની દવાઓનો ખર્ચ અને ઘર ખર્ચ એણે પોતાના ખભે લઈ લીધો છે.

આજે એ અમને બધાને ગામડેથી પોતે જ્યાં રહે છે એ ગામ લઈ જવા આવી છે. ઈલાએ પિતા માટે એક નાનકડી દુકાન ભાડે લઈ લીધી છે જ્યાં એ નવેસરથી શરૂઆત કરી શકે. આ એ જ દીકરી છે જેણે દાદા-દાદીની જાત્રાની ઈચ્છા જાણી, ચારધામની જાત્રા મોંઘી હોવાથી અત્યારે દ્વારકા-સોમનાથ જવાની બધી વ્યવસ્થા કરી છે. પોતાની કમાણીમાંથી પુરા પરિવાર સાથે ચારધામની જાત્રા માટે બચત કરી રહી છે.

હા, આ એ જ દીકરી છે જે દીકરી, મોટી બહેન અને ક્યારેક તો એક વડીલ બનીને પણ પોતાના પરિવાર સાથે કપરા સંજોગોમાં ઊભી રહે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama