ચક્ર
ચક્ર


તીવ્ર ગતિથી આવતી જૂઠ નામની એક બસે, એક "સત્ય" નામનાં બાળકને કચડી નાખ્યો. આગળ ના ટ્રાફિક સિગ્નલ પાસે પોલીસે બસ ને રોકી. ઉલટ તપાસ કરતા જૂઠ નામની બસના ચાલકે અને બસના પેસેન્જરો એ બયાનમાં કહ્યું કે,"સત્ય" નામનો બાળક પોતાના જીવન પંથનો રસ્તો ઓળંગતો હતો ત્યારે અમારી બસને નિહાળી શક્યો નહીં, એનું આ પરિણામ આવ્યું.
ટુંકી તપાસને અંતે પોલીસે બસ અને ચાલકને છોડી મૂક્યા."સત્ય" નામના બાળકના બાળ મરણથી તેના પિતા ધર્મ અને માતા નીતિ ચોધાર આંસુડે રડવા લાગ્યા. તેજ વખતે કુદરતે આકાશ વાણી કરી કે, "હે ધર્મ અને નીતિ, તમે કલ્પાંત ના કરો, હવે પછી તમારો થનાર પરમવીર પુત્ર"સત્ય-૨૪" જૂઠની માયાજાળને તોડી નાંખશે અને જૂઠને કારાવાસની લાંબી સજા થશે. ત્યારે જૂઠના પિતા અધર્મ અને માતા અનીતિને પસ્તાવો થશે."
ઈતિ શ્રી આધુનિક પુરાણે ઈંડિયા ખંડનો ૭૨મો અધ્યાય.