ચીસ
ચીસ
મેહુલ રાકેશને ફોન કરી કહે છે.
મેહુલ : રાકેશ કાલે દસ વાગે અત્તર લેવા માટે બજારમાં જવાનું છે.
મેહુલ અને રાકેશ અત્તર લેવાં જવાનું નક્કી કરે છે.
રાત્રે ફૂલ સ્વપ્ન બની આવે છે.
'બચાવો બચાવો' મારે અત્તર નથી બનવું.
બીજા દિવસે રાકેશ મેહુલને ફોન કરી જાણ કરે છે.
મેહુલ હું ગોળ બજારે પહોંચવામાં છું. તું જલદી નીકળ. રાકેશે કહ્યું.
આપણે સંતોર પરફ્યુમ પર જવાનું છે.
મેહુલ ફોનમાં જ ના પાડે છે.
નથી લેવું યાર ! ઈચ્છા નથી.
