Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

Kalpesh Patel

Drama Inspirational

5.0  

Kalpesh Patel

Drama Inspirational

છૂટકારો

છૂટકારો

8 mins
4.1K


૧૬મી સદીના પ્રારંભમાં હાલના કોંકણ રાજ્યમાં આવેલ ગોવામાં પોર્ટુગીઝના ધાડાં ઉતરી આવી અને લોકોને પોતાના આધિપત્યમાં લઈ આખો પ્રદેશ જીતી લીધો હતો. એવે સમયે આખાય ગોવામાં પોર્ટુગલની ધજા અને આણ ફરકતી હતી અહીના માર્મગોવા બંદરે ધમધમાટ રહેતો. ખનીજ તેલ નવું શોધાયેલું હતું તેથી વેપારી અને પ્રવાસી વહાણો સ્ટીમ એંજિનથી ચાલતા હતા. શિયાળાની કારમી ઠંડીમાં વહેલી પરોઢે બંદરના ધક્કે અને બે માણસો ઠંડીમાં ધ્રૂજતા ઊભા ઊભા કોઈની વાટ જોતાં હતા, દૂર દરિયામાં ચમકતું ટપકું હવે મોટું થઈ અને દસ દિવડાની હાર વાળી સ્ટીમરમાં તબદીલ થઈ તેના માથે યુરોપની લાંબી લસ ફરકતી ધજા હવે નરી આંખે દેખાતી હતી. દૂરથી આવતા પરદેશી વહાણનો સામાન અને મુસાફરોને ગામમાં લઈ જવા આવેલ ઘોડાગાડી અને ગાડાના જમેલા વચ્ચે અલગ તરી નીકળે એવા એ બે ગૃહસ્થો દીવાદાંડી તરફ વારંવાર જોઈને, કાંઈક છાની વાતો કરી લેતાં હતાં.

'આ જોહનના દિવસો ભરાઈ આવ્યા છે, આજે વાઈસરોયની સવારી ટાણે દીવાદાંડી ક્યાં ડચકા લે છે ?' માથે પહેરેલી જૂની ઉતરેલી હેટનો તાપ કે સરકારી નોકરીનો કેફ.. ટોપી માથેથી ઉતારી હાથમાં ફેરવતાં એકે બીજાને સવાલ કર્યો. એની સવાલ કરવાની ઢબથી એમ લાગતું હતું કે તે બીજાનો ઉપરી હતો.

ઠંડીમાં ટૂંકુ ચોયણું પહેરેલા અને કાળા ડિબાંગ મોંવાળા બીજાએ વિનયથી જવાબ આપ્યો : 'સાહેબ ! જોહનનો શું વાંક, આ દીવાદાંડી બની પછી પચાસ વર્ષથી સરકારે નિભાવ માટે ક્યાં દરકાર કે ટકાનો પણ ખરચ પાડ્યો છે ? આતો ગુલામ થોડી છે, આતો રહ્યું મશીન ઘસારાનો જવાબ આપવામાં વાઈસરૉયની શરમ થોડી રાખે ?, આતો જોહન છે તે ખેંચે છે. પહેલાને, આ કાળિયાની વાતમાં જી –કે હકારો અથવા કે જોહનની બુરાઈને હવા ન મળવાથી નારાજ હતો. ભાવને કાબુમાં રાખવાના અમલદારીના ગુણે મોં મલકાવી વાતને બીજે પાટે ચડાવતા અધિકારીએ પોતાની નેતરની સોટી જમીન સાથે ભરાવીને વાંકી વાળતાં કહ્યું ગમે તે હોય પણ ટાણે વાજુ તો વાગે તે ધ્યાન તો તેણે રાખવું ઘટે.

બીજો જરા હિમ્મત કરી બોલ્યો : 'સાહેબ, જોહન વૃદ્ધ અને વિધુર માણસ છે. આજે સિત્તેર વરસની ઉમરે ક્યાં જાય ? આપણે દરગુજર કરી જ નિભાવ્યે છૂટકો."

હેટ પહેરેલા અધિકારીના હોઠ સખ્તાઈમાં જરા દબાયા. સોટીથી એક કાંકરો આઘે ઉડાડી તે બોલ્યો : અપ્પા ફરજ ઉપર નિમેલ હર કોઈ માણસ નથી, તે સરકારનો ગુલામ છે અને 'આપણે માણસ સાથે કામ નથી, કામ સાથે કામ છે. દરેક ફરજ ઉપર રોકેલ મુલાઝિમ શું કરે અને એ કેવું કામ કરે છે એ પણ આપણે જોવાનું હોય છે.'

બીજા માણસ જેનું નામ અપ્પારાવ હતું, તેનો કાળો ચહેરો જરા વધારે નિસ્તેજ બન્યો. એનું હૃદય કંઈક નિખાલસ હતું. અત્યારે તેને ચાલીસ વરસ થયા પંદર વર્ષનો હતો ત્યારથી તે બંદરની સરકારી સેવામાં ફરજ બજાવતો હતો. તેણે કોઈ ઊથલ પાથલ, કાળાંધોળાં, કે ચુગલી કરીને નહીં પણ અનેક અધિકારીઓની નીચે તેનો ફરજ-પરસ નેક સ્વભાવ રાખીને શિરસ્તેદારી મેળવી હતી. એટલે એનામાં પોતાનું તેજ કે પ્રભાવ તો ન હતાં, છતાં સારો સ્વભાવ હોવાથી સૌનું સારું કરવા તરફ વલણ રહેતું. સાહેબના હોઠની સખ્તાઈ જોઈ એ વધારે નરમાશથી બોલ્યો : " જોહન ત્યાં પચાસ વર્ષથી ફરજ બજાવે છે સરકાર '

'એની ઉંમર કેટલી છે ?'

'હશે આશરે સિત્તેર બોંતેર.'

'ત્યારે હવે એ આવા અગત્યના કામને માટે નાલાયક છે !' સાહેબે ફેંસલો આપ્યો. સાહેબના મગજમાં અત્યારે વાઈસરોયને ખુશ રાખવાનું તોફાન જોઈ, એ ચતુર સમજી ગયો, અને તેથી બીજી વખત સમજાવાશે એમ વિચારી એ શાંત રહ્યો.

એવું બન્યું હતું માર્મગોવા બંદરે ખડક ઉપર એક દીવાદાંડી હતી. માર્મગોવાનો કાંઠો ખડકાળ હોવાથી અહીં વ્યૂહાત્મક રીતે અહી આવતા જતાં વહાણોની સલામતી માટે તેનું કાર્યરત રહેવું જરૂરી હતું, એટલે  એ દીવાદાંડી આગળ બંદર સત્તાવાળાઓએ જોહનની નિમણૂક કરી એક ઓરડી બાંધી ત્યાં જોહનનેરહેવા આપી દીવાદાંડીના સંચાલન માટે રાખ્યો હતો.

જોહન સિત્તેરની આસપાસનો હતો, એના જબરદસ્ત બાવડા આખી રાત દીવાદાંડીના ચક્કરને ફરતું રાખતા, અને વારે વારે દીવાદાંડીના દીવાની વાટ સંકોરતો કે તેલ પૂરતો રહેતો, આમ અવિરત વરસોથી ફરજ બજાવતો હતો. તેને કોઈ પગાર નહીં માત્ર રહેવા ઓરડી અને વરસે ચાર મણ બાજરીનું સરકારી બાંધું, એ એટલાથી ખુશ.

આજે પહેલી વાર દીવાદાંડીનો દીવડો ડચકા લેતો હતો,અધિકારી આ વાતને મુદ્દો બનાવી અને શિરસ્તેદાર સાથે તેનાથી છૂટકારા માટે તખ્તો ઘડતા આજે વાત ગોઠવી રહ્યો હતો.

એટલામાં હવે વાઈસરૉયની સ્ટીમર આવી ગઈ, અને વાઈસરૉયને સરકારી બગીનાં ડબ્બામાં બેસાડયા.અને પાછળ બગીમાં પોતે બેસતાં બેસતાં પણ પોતાના તુંડમિજાજી સ્વભાવને આનંદ આવતો હોય તેમ દીવાદાંડીના દીવડાનું ઝબકારા લેવાના મુદ્દાને ગરમ રાખવા વારંવાર દીવાદાંડી સામે જોઈ : 'આવી અગત્યની જગ્યાએ કોઈ અનુભવી અથવા છેવટે ચપળ માણસ નીમવો પડશે.'અને જોહનને વેરાસર પાણીચું આપવું પડશે.'

તેના "જોહનને વેરાસર પાણીચું આપવું પડશે" છેલ્લા શબ્દો ઘોડાના ડાબલાના અવાજમાં ડૂબી ગયા. અને પેલા કાળા મુખવાળા અપ્પારાવ કારકુને કમને અધિકારીને સલામ કરી, અને સાહેબની બગી પણ રવાના થઈ ગઈ.

અપ્પારાવનું મુખ ભલે કાળું હતું પણ નેક દિલ અને દયાવાન હતો તે હંમેશાં બંદરના ખૂણે ખૂણે રોજ ચોકી કરવા ફરવા જતો. એની પિત્તળના હાથાવાળી લાકડી, જૂનો જાળવી રાખેલો પૈઠની ખેસ, મરાઠી પાઘડી, અને તેના કોલ્હાપુરી ચંપલ આ બંદર વિસ્તારથી પરિચિત હતા, છેલ્લા વીશ વરસથી રોજ સાંજે જોહનની ઓરડીએ જઈ તે બે ઘડી બેસે. અપ્પાજીને આવેલા જોઈ જોહન પોતાની ઓરડી પાસે બનાવેલી નાનીશી વાડીમાં બેસાડી લીલું નારિયેળ તો ક્યારેક પાણી પીવરાવે, પછી બન્ને એકલા જીવ સુખદુ:ખની વાતો કરે અને સાંજે ડૂબતા સૂરજને જુવે.

પણ આજે સવારે અપ્પાજીનાં મંદ પગલાં જોહનની વાડી તરફ વળતાં હતાં. ધીમે ધીમે ત્યાં પહોંચ્યો પણ જોહનને ન જોયો. આજે પહેલીવાર સવારે આવેલો હતો અને, પોતાના હંમેશના ઓટલા પર બેઠો. ઊંડો વિચાર કરતો જોહને ઉછેરેલી સુંદર વાડી જોઈ રહ્યો હતો – જોહને પોતાની ઓરડીની પાછળ વાડા જેવું કરી એમાં ગલગોટા, કરેણ, કેળ લીંબુ, નારિયેળી ને પપૈયા વાવ્યાં હતાં.

એક ગલકાનો ને એક વાલોળનો એમ બે માંડવા પણ બનાવ્યા હતા. ઓરડીના બારણા પાસે થોડાક મરચીના રોપ, અજમો, કોથમીર અને ગુલાબના ક્યારા હતા. અને આગળના ભાગમાં બે-ચાર નાનાં નાનાં લીંબુડીના ઝાડવાં પર ફૂલવેલીની જુદી જુદી જાત ચડાવી માંડવા જેવું કરી લીધું હતું. એની ચારે તરફ થોડાક વાંસ ખોસી ખપાટો બાંધી લઈ વાડ બનાવી હતી.

આખી વાડીમાં નીચે લીપણ કરેલી ચોખ્ખી જમીન હતી. જોહને અહીં એક બકરી રાખેલી હતી. અપ્પાજી તો જોહનનો વૈભવ જોઈ રહ્યો.એટલામાં ઓરડીમાંથી એક બિલાડી બહાર નીકળી અને રાવને ઓટલે બેઠેલો જોઈને એકદમ પાછી અંદર ગઈ જાણે જોહનને કહેવા ! બહાર તો કોઈક બેઠું છે !'

'કોણ છે ? આંખો ચોળતો જોહન બહાર આવ્યો. બહાર આવતાં જ તેમણે અપ્પાજીરાવને જોયા.

'ઓહો ! અપ્પાજી ખેરિયત છે ને?, આજે સવારે અહીં સવારી નીકળી ' અને તે હંમેશની ઢબથી રાવ પાસે જઈ બેઠો. બિલાડી એના વૃદ્ધ શરીરને ઘસાઈ ઘસાઈને વહાલ કરતી ફરવા લાગી.

અપ્પાનું જિગર ચિરાઈ રહ્યું હતું. જોહનને આ જગ્યા પર કેટલો પ્યાર છે એનો ખરો ખ્યાલ આજે જ તેને આવ્યો. આસપાસ ઉછેરેલી વનરાજીથી કોઈનેપણ બે ઘડી ઠરી જવાનું મન થાય એવી સુંદર નાનીશી વાડી બનાવી હતી.

જોહને વાંસડો લઈ બે તાજા લીલા નારીયેળ પાડ્યા અને છોલી એક રાવ અને એક પોતે લઈ પીવા માંડ્યુ. રાવની દ્રષ્ટિ જોહન તરફ ચોંટી ગઈ, કેવો સરળ અને નેક દિલ છે,આજે તેને આવાનું દિલ દુભાવાનું છે, ઑ ઈશ્વર માફ કરજે. જોહન કંપની સરકારનો કદાચ ટૂંકમાં હુકમ આવશે, તારે આ જગ્યા ખાલી કરવી પડશે, અને દીવાદાંડીની નોકરી પણ. એકી શ્વાશે બોલાયેલ શબ્દોથી બે અસર, જોહને પૂછ્યું.... બીજુ કાંઈ અપ્પાજી ?

'ના હમણાં અત્યારે બીજું કઈ નહીં, જોહન ! હવે જાઉં છું હોં !'

ઊભા રહો અપ્પાજી એણે ધીમેથી કહ્યું : આ નોકરી મે, અબઘડી છોડી, તે હું કાયદાની રીતરસમે ,રાવ સાહેબ  તમને જાણ કરું છું, કંપની સરકાર મને છૂટો કરે એનાથી સારું હું ખુદ જ  કંપનીથી 'છૂટકારો' લવું તે મારા માટે વધારે સારું રહેશે, ખરુને ? આજે સાંજની દીવાડાંડીના હલેસા મારવાની તજવીજ આખા દિ માં ગોઠવી રાખજો. 'હજુ મારા હાથ સલામત છે એટલે બેટંકની રોટી કમાવી એમાં આ મારી અવસ્થા આડે નહીં આવે એની મને અને તમને પણ ખાત્રિ છે.'

'હવે મારે કેટલાં વર્ષ કાઢવાં છે ?' 'બહુબહુ તો પાંચ.'હવે રાતે ભજન કરીશ !' છોકરો પ્લેગમાં ગયો; છોકરાની વહુ ભાગી ગઈ. હવે એકનું એક પેટ છે તે ભગવાન દેહ હાંકશે ત્યાં સુધી કામ કરીશ અને ખઈશ.'જોહને ઠંડા કલેજે જવાબ વાળ્યો. સહેલાઈથી અટપટો મામલો ઊકલી ગયા છતાં રાવનું અંત:કરણ જોહનના આવા વણધારેલા જવાબથી વધારે દુખી બનતું હતું.

તે જવા ઊઠયો. ત્યારે એને ચોક્કસ લાગ્યું કે, હજુ જોહન કુણો પડશે .. અને નોકરી માટે આજીજી કરશેજ, કારણકે જોહનને એની વાડી પ્રત્યે તેની માં કરતાંયે વધારે પ્રેમ હતો.

બપોરે બંદર નિયામક ઑફિસમાં રાતવાળા અધિકારી હાજર થયા હતા; અને તેઓની સામે પોતાનું શિર ઝુકાવીને અપ્પારાવ ઊભો હતો.

'કેમ રાવ ! તમે પેલા જોહનની જગ્યાએ કોને ફેરવો છો ? મેં માહિતી લીધી, અને જાણ્યું છે કે એ ડોસો આખો દિબધો વખત ઝાડવાં નીંદવામાં જ ગાળે છે અને રાતે દીવાદાંડીએ ફરજ ઉપર હોય ત્યારે ઝોકા ખાય છે !' અધિકારી પોતાની અવલોકન શક્તિથી અજાયબી પમાડવાની શરૂઆત કરી હવે તેઓ શિયાળ જેવી લૂચ્ચી આંખથી તે રાવ તરફ જોઈ રહ્યા.

રાવે મનમાં હસતાં અધિકારીને કહ્યું, સાહેબ શું વાત કરું ? આપણે એને છૂટો કરીયે એ પહેલા જોહને આપણાથી 'છૂટકારો' લઈ લીધો છે, એ આજે રાતથી દીવાદાંડી ફરજે નહીં જાય. રાવે નીચી નજરે જોયું તો; અધિકારી અસ્વસ્થ હતો. 'રાવ !' બિલાડી ઉંદરને રમાડે તેમ અધિકારી રમત શરૂ કરી,એ ડોસો શું સમજે, કંપની સરકારના હાથ મજબૂત છે, એ જશે તો એનાથી બહેતર બીજા તેર ચડિયાતા આપણી પાસે છે, આજે બંદરના ભંડારના દરવાજે ફરજ બજાવનાર શાંતારામને ત્યાંથી હટાવી દીવાદાંડીએ ગોઠવી દો, અને ડોસાને હિસાબે આવતી બાજરી આપી ઓરડી ખાલી કરવા કહી દો.

અપ્પારાવે વિચાર કર્યો ને અરધો જુસ્સામાં અને અરધો ગુસ્સામાં બોલ્યો : આજ અને અત્યારે, એવું કેવી રીતે કરાય આપણાથી ? 'મારે એમ તમારો હુકમે કેવી રીતે કામ કરવું ?, મારાથી આ કામ નહીં થાય !'

અધિકારીએ હોઠ કરડયા : અને બરાડી ઉઠ્યો અપ્પા તું ભાનમાં છે કે નહીં ?'

પચીસ વરસની ગુલામી-નિર્બળતા આજે જોહન પ્રત્યે લાગણી હોવાથી એકાએક પોતાનું બળ જમાવવા લાગી હોવાથી આમ બફાઈ ગયું. લાગણી અને આવેશના પ્રવાહમાં ભૂલ થઈ ગઈ છે તે રાવ તરત સમજી ગયો હોવાથી. એને 'અણી' ચૂકવવા તરત બોલ્યો : 'સાહેબ ! એ તો હું કોઈ બીજા જ વિચારમાં હતો. તમારું સૂચન બરાબર છે જોહનની જગ્યાએ શાંતાંરામને ગોઠવવો ઠીક પડશે !'

'સરસ હા. અને જોહનને ચોવીસ કલાકની નોટિસ આપી દો !'

'બહુ સારું સાહેબ !' રાવે સલામ ભરી, અને અધિકારી બહાર ચાલ્યો ગયો.

અપ્પારાવે શાંતરામને રાત્રે દીવાદાંડીની નોકરીએ દોઢા પગારે હાજર થવા ફરમાન છોડી, જોહનને મળવા ઘોડે બેસી તેની ઓરડીએ ગયો, ત્યારે જોહન વાડીએથી જઈ ચૂક્યો હતો. ત્યાં એક પોતાના નામનું કવર જોયું, ખોલ્યું, તેમાં મરોડ દાર અક્ષરે પોતાન નામે સંદેશ લખેલો હતો...

અપ્પાજી...

આ કાગળ તમને મળશે ત્યારે હું માપુસામા આવેલા ચર્ચ પહોચી ગયો હોઈશ, મારૂ બાકીનું જીવન હવે 'ઈશુ'ના હવાલે કરી અહીં સવાર સાંજ ચર્ચનો બેલ વગાડી લોકોને જ્ગવતો રહીશ, કે જિંદગીમાં કરી રહેલા વ્યવસાય સાથે બીજો હુન્નર જરૂર શિખજો, એક હુન્નરના ગુલામ બનશો તો તે ક્યારેક ઘાતક બનશે.

અપ્પારાવ જે કંપની સરકારના ફરજનું પાલન કરવામાં મે મારી જિંદગી રેલાવી દીધી, જે સરકારી જમીનને પચાસ વર્ષ પેટના બાળકની જેમ પાળી, તે જડ સરકારી લાગણી વિહીન તંત્રે મને દૂર કરતાં જરાય સમય કે થડકારો જીલ્યા વગર મધમાંથી માંખી કાઢે તેમ કાઢવા પ્રયત્ન કરેલ છે.

"ડુ નોટ એલાઉ એનીબડી ટુ ગેટ સબજગેટ યોરસેલ્ફ " એ મારો જીવન મંત્ર છે, "અપ્પાજી આજે મારા ઉપર વીતી છે તે કદાચ તમારા ઉપર પણ વીતી શકે છે માટે, તમે પણ વહેલા સર અહીંથી જાતે છૂટકારો મેળવી લેજો તેમાં તમારી શાન છે". બાકી રહી હિસાબની વાત, તો છેલા પાંચ વરસની બાજરીનો મે ઉપાડ કરેલ નથી, જે તમારા સરકારી ચોપડે જમા છે. મારે તેની કોઈ હવે કોઈ જરૂર નથી, મારા હાથ મારા ભગવાન છે, મને ખપ પૂરતું મળી રહેશે. પણ આ મારી જમા બાજરી જરૂરમંદને આપી દેજો.

આપના ઉજ્વળ ભવિષ્યની કામના

 જોહન ડીકોસ્ટા

તે દિવસે રાત્રે ત્રણ વાગ્યાના સુમારે માર્મગોવા બંદરની સાયરનો એકસાથે રણકી ઊઠી. તાબડતોબ બધા બંદર અધિકારી અને સહાયકો હાજર થતાં જોયું જો ત્રણ સ્ટીમરો ભેખડે ભીડાઈ ચૂકી હતી. બંધ દીવાદાંડીની ઉપર નજર પડતાં, અધિકારીએ ઈશારો કરી અપ્પારાવને બગીમાં બેસાડી દીવાદાંડી ઉપર ગયા ત્યારે આખીય દીવાદાંડીમાં દ્રાક્ષના દારૂની બદબૂ આવતી હતી, અને ઉપલા માળે દારૂના નશામાં ધૂત શાંતારામંની આંખો નશામાંથી છૂટકારો મેળવવા મથતી હતી. અહીં જોહનના કામ કરનાર આત્માને બદલે કામથી 'છૂટકારો' શોધનાર શાંતારામનું શીથિલ શરીર ફરજ ઉપર હતું.

માની ન શકાય કે ન કોઈને કહી શકાય, પણ અધિકારીએ દીવાદાંડીએ  બેસી પોતાની ભૂલ બદલ અફાટ રુદન કર્યું, અને જોહન માટે ખોટું વિચાર્યું એ બદલ અધિકારીને જોહનના હૃદયની હાય વીજળીના આંચકા જેમ કનડતી હતી, ત્યારે "અપ્પાજી આજે મારા ઉપર વીતી છે તે કદાચ તમારા ઉપર પણ વીતી શકે છે માટે, તમે પણ વહેલા સર કંપની ધક્કો દે.. તે પહેલા અહીંથી, તમે જાતે છૂટકારો મેળવી લેજો તેમાં તમારી શાન છે" નો સંદેશ આકાશ ભેદી ફરીફરી અપ્પારાવને કાને અથડાતો હતો.- "ડુ નોટ એલાઉ એનીબડી ટુ ગેટ સબજગેટ યોરસેલ્ફ "


Rate this content
Log in

More gujarati story from Kalpesh Patel

Similar gujarati story from Drama