Gediya Girish

Romance Tragedy

3  

Gediya Girish

Romance Tragedy

છૂટી ગયો સાથ

છૂટી ગયો સાથ

5 mins
218


શરૂઆત જ એવી હતી એ પહેલી મુલાકાત અમારી એ જાણતા મને બસ હુંજ જાણી શક્યો નહી એમને. વર્ષો પછી ફરી એક મુલાકાત ઓનલાઇન થઇ અને એ 5મિનટની પહેલી મુલાકાત હવે જીગરજાન દોસ્તીમાં ફેરવાઈ ગઈ અને આગળ જઈ "એક દુજે કે લિયે"

રાજ અને અનામિકા પહેલીવાર એક મિત્રના લગ્નમાં મુલાકાત થઇ પણ એવી મુલાકાત જેમાં કોઈ વાતચીત નહી, ના કોઈ હાઈ કે હેલ્લો, રાજ મનમોજી વ્યક્તી અને પાછો એ દિવસ ટ્રેસમાં હોઇ, મિત્રનાં લગ્નમાં ઉડતી મુલાકાત લઇ રવાના. પણ એટલા થોડા સમયનો સારોં ઉપયોગ કરી બધાંને મળી લીધું.

મિત્રો સાથે અનામિકા પણ આવી હતી જે અમારા કોલેજની નહી બીજી કોલેજમાં હતી. અમારી એક બીજી મિત્રની મિત્ર, એટલ કે એમ સમજો વાયા ટુ વાયા, આવો શબ્દ પણ આપી શકાય જો સમજ આવે નહી તો, દરેક મિત્ર બુફે ડિનરમાં હાથમાં થાળી લઇ ગ્રુપમાં ઉભા હતા અને એમાં આ અનામિકા પણ.

એક મિનિટની માંડ નજર હોય તો મિત્રો કહે રાજ તું તો ડીસ લઈલે અને રાજ એનાં અંદાજમાં કહે મારી ડીસ આટલી બધી તો છે, એમ કહી વાતો કરતો કરતો અનામિકાની ડીસમાંથી એક કોળિયો લઇ લીધો અને લઇ પછી કહે છે 'સોરી', સામે બસ મીઠી હસી બસ આટલી મુલાકાત બાર-તેર વર્ષ પહેલાની જે આમ ફરી મળ્યા ઓનલાઇન ચેટિંગ ગ્રુપમાં.

તમને થતું હશે આવું હો ય? નામ નથી ખબર, ચહેરો જોયો નથી તો કેમ ખબર પડી આ તો પણ ચોખવટ કરી દવ. રાજ પરિસ્થિતિનાં આધીન રોયલ લાઈફ છોડી, સામાન્ય વ્યક્તી જેમ જીવન જીવી રહ્યો હતો જ્યાં સુખઃનાં સાધન નથી, છે તો બસ પરિવારનું ગુજારણ, કેમ સારું ચાલે એજ, બાકી બધું હવે રાજનાં જીવનમાં વ્યર્થ હતું હવે. પણ ક્યારેક ખરાબ દિવસો પણ આવે અને સારા પણ જીવનના મધ્યમાં સારો સમય આવ્યો'તો. એક સમાર્ટ ફોન જે એક મહિનાથી ઓનલાઇન શોધી શોધી સાવ ઓછા ભાવ એટલે કે એનાં બજેટમાં ત્રણ -ચાર હજારમાં આવે તો લેવો અને મળી ગયો. ને હવે રાજભાઈ બધાં જેમ વોટ્સઅપ મોબાઈલ વાપરતા થઇ ગયા. સ્માર્ટ ફોન આવતા વહાર્ટસપપ થકી જુના મિત્રો સાથે ઓનલાઇન મુલાકાત શરૂ. એમાં પણ ગ્રુપ ચેટ હતું એમાં અનામિકા અને રાજની ફરી મુલાકાત થઇ. પણ રાજ જાણતો નહી આ અનામિકા કોણ છે ?

હાય...હેલ્લો... અને વેલકમથી શરૂ અને ત્યાં એકવાર અનામિકાને પર્સનલ મેસેજ કરી ગૂડ મોર્નિંગ કરે છે અને સામે પણ આવોજ રિપ્લાય આવે છે સાથે એક કોયડો મુકવામાં આવ્યો જેમાં લખીયુ હતું. આપડે પહેલા એકવાર મળી ચુક્યા છીએ શું તમને યાદ છે ?

ત્યાં રાજ વિચારમાં પડી ગયો આ કોણ અને ક્યારે મળી હતી " રાજનાં પૂછવા પર કહેવામાં આવીયુ વિચારો, વિચારો યાદ આવશે, પણ આખો દિવસ વિચાર કરવા છતાંય યાદ આવીયુ નહી અને રાજ એક મેસેજ કરી ક્હે છે 'સોરી મને યાદ નથી આવતું આપડે ક્યાં મળ્યા હતા અને ક્યારે યાર ?'

ત્યાં એક ઓપ્શન બતાવે છે અનામિકા કે આપડે એક લગ્નમાં મળ્યા હતા, હવે કઈ યાદ આવીયુ પણ જવાબ રાજનોઆવ્યો ના નથી કંઈપણ યાદ ગૂડ નૈત કહી આજનો દિવસ પૂરો. બીજાં દિવસ શરૂઆત થઇ પાછી શુભ સવારથી અને રિકવેસ્ટ મોકલી મને યાદ નથી તને યાદ છે તો કહે મને પીલ્ઝ યાર,

અનામિકા કહે છે 'આટલી સારી વાત ભૂલી જાય છે તું, તને એટલું તો યાદ હશે કે તે કયારેક કોઈની થાળીમાંથી એક કોળિયો જમ્યો હતો,' રાજ આમાં પણ જવાબ આવે 'નથી યાદ મને આવું....' હવે અનામિકા યાદ અપાવે છે આપડે આ મિત્રના લગ્નમાં મળ્યા હતા જેમાં તે મારી થાળીમાંથી એક કોળિયો પૂછ્યા વગર ખાધો અને પછી પૂછે છે કોઈ પ્રોબ્લેમ નથી ને અને હવે રાજ કહે છે સોરી યાર મને આ બિલકુલ યાદ ન હતું અને એ સમય હું ખુબજ ટેન્શનમાં હતો માટે કંઈજ યાદ નથી

અનામિકા એક ખુશમિજાજી અને હસમુખી છોકરી સાથે એક એવી સરસ પર્સનાલિટી જે બીજા એનાં જીવન માટે માર્ગદર્શન પુરુ પાડે એવું. બસ આમ શરૂ થઇ વાતો અને એમાંજ એક સારા મિત્રો બની ગયા બન્ને. જ્યાં રાજ કિસ્મતથી હારેલો હતો અને ઘણા દર્દ એનાં મનમાં છુપાવી રાખેલ જે રાજને પળ પળ મારી રહ્યા હતા, તો આ બાજુ અનામિકા એક દવા બની એનાં જીવનમાં આવી અને રાજને થયુ છે મને કોઈ સમજનાર અને મારી તકલીફની દવા મળી અને આમનેઆમ બન્ને નજીક આવી ગયા, દોસ્તી આ પ્રેમમાં પરિણમી,

જ્યાં એકબીજા વગર અધૂરા લગતા ને સવાર રાત બધી એમનીજ વાતો એક દુઃખી હોય બીજો એએને હિમ્મત આપતો અને બન્ને એલબીજાની દુઃખ પળો ખુલ્લા મને સેર કરી મન હળવું કરી લેતા હતા આખી આખી રાત મેસેજમાં વાતો કરવી ને તોય સવારે ગૂડ મોર્નિંગ કહી સવાર ચાલુ થતી. અનામિકા એક એનજીઓ વર્કર હતી માટે ઘણીવાર સિટી બહાર જવાનુ થતું તો ક્યારેક કામમાં હોય તો ફોન બંધ રાખે તો અને રાજનો જીવન ઊંચો થઇ જાય. અનામિકા સાથે વાત થાય નહી માટે અને ઘણા વિચારો કરી નાખતો મનમાં શુ થયુ હશે? કેમ બંધ ફોન ? અને જેવી વાત થાય એવુજ થોડું ઝગડી લેતો. કેહતો એક મેસેજ તો છોડ પછી પ્રોબ્લેમ નહી. એમ કહો કે રાજનાં જીવનમાં જીવવા માટે અનામિકા જ બધું હતી અને એનાં વગર જીવન કલ્પના બાર લાગતું હતું, અનામિકા માટે વધુ પ્રોટેક્ટિવ પ્રેમ રાજનો હતો, માટે "કોઈ રાજ પાસેથી અનામિકાને છીનવી ના લે બસ એજ ડર હંમેશા એને સતાવતો હતો.

રાજને એટલી જલન થતી જો અનામિકા વધુ મહત્વ બીજા કોઈને આપે, "બસ અનામિકા મારી અને મારીજ છે બસ બીજા કોઈની નહી "

રાજ પૂછતો 'મને ક્યારેય છોડી તો નહિ જાય ને ?' અને આટલુ કેહતા આંખ ભરાય આવતી, તો દીકુ કેહતી ના હું ક્યારેય નહી છોડું, તું મારો હોબી અને હું તારી દીકુ વગર લગ્ને બંને એકબીજા ને મનથી પતિ-પત્ની માની એકબીજા નો હાથ પકડી ચાલતા હતા. પણ ક્યારેક નાની-નાની વાત સારા સબંધને એક પળમાં વેરવિખેર કરી નાખે છે,

અનામિકાને હવે એવું લાગવા લાગીયુ રાજ મારાં પર વધુ બંધન રાખે છે અને એની જાગીર સમજે અને કારણ આપીયુ તું મને સમજી શકતો નથી અને તારા મારાં વિચારમાં ઘણો ફર્ક છે માટે આપડુ નહી બંને. બસ આટલી વાત અને બે શરીર પણ એક આત્મા આજ અલગ પડી ગઈ. બે શરીર સાથે એક બીજી આત્મા એને હવે કેહવત ખોટી પડી બે શરીર એક જાન આ,

પણ રાજ માટે તો આ જીવન નો એટલો મોટો ફટકો હતો. જે પહેલા કરતા વધુ ઘાતક સાબિત થયો. અનામિકા જાણતી હતી રાજ કેવી કેવી મુશ્કેલીઓમાંથી પ્રસાર થયો છે અને એની હાલત ના ઘરનાં ના ઘાટનાં એવી હતી. એમાં હું રાજને વિશ્વાસમાં લઇ એનો વિશ્વાસ તોડીશ તો એનુ શું થશે ? પણ અનામિકા નિર્ણય લઇ ચુકી હતી એને રાજ સાથે નથી રેહવું અને આમ અધવચ્ચે હાથ છોડી ચાલી ગઈ.

રાજ ફરી જ્યાં હતો ત્યાં એકલો રહી ગયો પણ પહેલા કરતા વધુ તકલીફમાં આવીને આ એનાં રોજ શબ્દો હોય..

"ફરી છૂટી ગયો સાથ ? મારો શું વાંક ? કેમ ઈશ્વર મારી સાથે આમ ?''


Rate this content
Log in

Similar gujarati story from Romance