Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Rahul Makwana

Drama Tragedy


4  

Rahul Makwana

Drama Tragedy


છૂટાછેડા

છૂટાછેડા

13 mins 251 13 mins 251

સમય : સવારનાં 11 કલાક.

સ્થળ : એડવોકેટ મહેશ રામાનુજની ઓફિસ.

સમયચક્ર સતત ફર્યા જ કરે છે, આજે જે લોકો ખુશ છે, તે આવતીકાલે દુઃખી હોય શકે...અને આજે જે લોકો દુઃખી છે એ લોકો કદાચ આવતી કાલે સુખી પણ હોય શકે…પછી તેમનાં જીવનની આફત ભલે નાની કે મોટી કેમ નાં હોય….

આવા જ ઘણાં લોકો પોતાની તકલીફોનાં નિવારણ માટે શહેરનાં હોનહાર, બાહોશ અને જાણીતાં એડવોકેટ મહેશ રામાનુઝની ઓફિસની બહાર કતારમાં બેઠેલાં હતાં.

"સુશીલા તું એકવાર ફરીવાર વિચાર કરી લે જે...કારણ કે તારા આ નિર્ણયને લીધે તારે ભવિષ્યમાં ઘણીબધી તકલીફોનો સામનો કરવાની નોબત આવે તેવું પણ બની શકે….અને જો તમે ધારો તો આ પ્રોબ્લેમ તમારી જાતે પણ સોલ્વ કરી શકો છો….અને ફરી તું હર્ષદ સાથે અગાવની માફક જિંદગી જીવી શકે છો…!" - મહેશ પોતાનાં ટેબલની સામે રહેલ ખુરશી પર બેસેલ સુશીલાની સામે જોતાં જોતાં ભારે અવાજે બોલ્યાં.

"વોટ….? ઈટ ઈસ ઈમ્પોસીબલ ફોર મી...હવે હું હર્ષદ સાથે એક મિનિટ પણ રહી શકું તેમ નથી...અને તું મને ફરી પાછી એ જ હેવાન પાસે મોકલવા માંગે છો….!" - સુશીલા દ્રઢ અવાજે મક્કમ મને બોલી.

"જો ! સુશીલા….હું તારો કોલેજ ફ્રેન્ડ અને કલાસમેટ હોવાને નાતે મારી ફરજ બને છે કે તારા આ ડૂબતા અને તૂટતા પરિવારને તારવું….!" - મહેશ સુશીલાને સમજાવતાં બોલ્યો.

"નો ! મહેશ…! પ્લીઝ…!" - સુશીલા મહેશની વાત અવગણાતાં બોલી.

"ઓકે ! ઈસ ઈટ યોર ફાઈનલ ડીસીઝન…?" - મહેશ ખાતરી કરતાં સુશીલાને પૂછે છે.

"યસ...ઈટ્સ માય ફાઈનલ ડીસીઝન…!" - સુશીલા પોતાનું માથું હલાવતાં બોલે છે.

"ધેન...ઓકે...હું બધી લીગલ ફોર્મલિટી પુરી કરીને તારા ઘરે ડિવોર્સ પેપર મોકલાવી આપીશ તેમાં સહી કરી આપજે….!" - મહેશ ટેબલ પર પડેલ ફાઈલ પર હાથ મૂકતા બોલે છે.

"ઓકે….થેન્ક યુ...બાય….!" - સુશીલા ખુરશી પરથી ઊભાં થતાં - થતાં બોલે છે.

"ઓકે...બાય…!" - મહેશ ટેબલ પર રહેલ ફાઈલ ખોલતાં - ખોલતાં બોલે છે.


ડિવોર્સની આગલી રાતે

સમય : રાત્રીનાં દસ કલાક

સ્થળ : મહેશનું ઘર…

 કેવલને આવતાં અઠવાડિયાથી સ્કૂલમાં દિવાળી વેકેશનની રજાઓ હતી, આથી સુશીલા પોતાનાં માતાપિતાનાં ઘરે જવાં માટે સામાન પેક કરી રહી હતી, તે પોતાની, તેનાં પતિ હર્ષદ અને પુત્ર કેવલની એક - એક વસ્તુ યાદ કરી કરીને સામાન પેક કરી રહી હતી….તેણે બે ત્રણ બેગ ભરી પણ લીધેલ હતી...થોડાક સામાન માટે તેને બીજા બેગની જરૂર પડી...આથી સુશીલાએ કબાટ પર રહેલ ટ્રાવેલિંગ બેગ ઉતારવા માટે ઘણાં પ્રયત્નો કર્યા….પરંતુ કબાટ ખુબજ ઊંચો હોવાથી સુશીલા બેગ ઉતારવામાં નિષ્ફળ રહી.

એવામાં તેનાં ઘરનો ડોરબેલ વાગ્યાં...આથી સુશીલા ખુશ થતાં - થતાં મેઈન ડોર તરફ દોડી ગઈ….સુશીલાની હતાશ થયેલ આંખોમાં ખુશીને લીધે એકાએક ચમક આવી ગઈ...ઝડપથી દરવાજો ખોલ્યો..હર્ષદ દરવાજાની બહાર ઉભેલ હતો.

"ઓહ ! આવી ગયાં તમે…? આજે કેમ આટલું મોડું થઈ ગયું….?" - સુશીલાએ પ્રેમપુર્વક હર્ષદને પૂછ્યું.

"સોરી ડિયર… બટ આજે ઓફિસમાં થોડુ વધારે કામ હતું આથી મારે ઘરે આવવામાં મોડું થઈ ગયું….!" - હર્ષદ પોતાનું બેગ સોફાની બાજુમાં રહેલ ટીપાઈ પર મુકતા બોલ્યો.

"ઓકે ! તમે બેસો...હું તમારા માટે પાણી લઈને આવું છું…!" - આટલું બોલી સુશીલા રસોડા તરફ ચાલવા લાગી.

 સુશીલા થોડીવારમાં પ્લેટમાં પાણી ભરેલ ગ્લાસ લઈને આવી પહોંચે છે...અને હર્ષદ સામે પ્રેમથી ઘરે છે...અને હર્ષદ પાણી પીવે છે….અને સુશીલાની કાતિલ અને મદહોશ આંખો સામે જોઈને બોલે છે…

"કેવલ…?" - હર્ષદ સુશીલાની સામે જોઈને પૂછે છે.

"એ તો ક્યારનો જમીને સુઈ ગયો છે…!" - સુશીલા હર્ષદનાં પ્રશ્નનો ઉત્તર આપતાં બોલે છે.

"સુશીલા…! તું મારો કેટ - કેટલો ખ્યાલ રાખે છો…! જો તું મને નાં મળી હોત તો મારું શું થયું હોત…? મન તો કરે છે કે આ માનમાં તને મારી બાહોપાશમાં લપેટીને એક ચુંબન કરું….!" 

"શું ! તમે પણ…!" - સુશીલા શરમાતા શરમાતા બોલી.

"આજે તો હું તારા જોબનનાં જામથી ઘાયલ થઈ જ જઈશ એવું મને લાગી રહ્યું છે….!" - સુશીલાનાં માદક શરીર તરફ ત્રાસી નજર નાખતાં હર્ષદ બોલ્યો.

"ઓકે...ચાલો...હવે ફ્રેશ થઈ જાવ...હું જમવાનું ડાઈનિંગ ટેબલ પર સર્વ કરું છું…!" - સુશીલા શરમાતા શરમાતા બોલે છે.

હાલમાં એકદમ પ્રેમ, હૂંફ, રાજીખુશી, આનંદથી રહેતાં હર્ષદ અને સુશીલાનાં પરિવાર પર થોડાક જ સમયમાં એવી પરિસ્થિતિ આવશે...કે જે પરિસ્થિતિ પ્રેમ, હૂંફ, રાજીખુશી અને આનંદની સંપૂર્ણ પરિભાષા જ બદલી નાખશે….જેનાં વિશે હર્ષદ કે સુશીલાએ પણ ક્યારેય વિચારેલ નહીં હોય.

થોડીવારમાં હર્ષદ ફ્રેશ થઈને ડાઈનિંગ ટેબલની ખુરશી પર ગોઠવાઈ જાય છે, આ દરમિયાન સુશીલાએ જમવાનું પીરસી દીધેલ હતું….ત્યારબાદ બનેવ જમવા માટે બેસે છે..

"શું ! છે સુશીલા આજે તે મને તારી નજરોથી મારવાનું નક્કી કર્યું છે…!" - હર્ષદ સુશીલાની સામે જોતાં જોતાં બોલે છે.

"એવું નહીં...પણ…!" 

"પણ...પણ...શું…?" - હર્ષદ ચિંતા સાથે બોલે છે.

"આવતાં અઠવાડિયે આપણે મારા મમ્મી પપ્પાનાં ઘરે જવાનું હોવાથી હું આપણાં બધાંનો સામાન બેગમાં પેક કરી રહી હતી...પછી અમુક સામના ભરવા માટે મારે બેગની જરૂર પડી...જે આપણાં બેડરૂમમાં રહેલ કબાટ પર રાખેલ છે….મેં તે નીચે ઉતારવા માટે ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ ખુબ ઊંચે હોવાથી હું તે બેગ નીચે ના ઉતારી શકી….તો….!" - સુશીલા હળવેકથી પોતાની રજુઆત કરતાં - કરતાં બોલી.

"ઓહ..! મેડમ તો તમારી મારકણી અદાઓ અને કાતિલ નજરો પાછળ આવું ગાઢ રહસ્ય છુપાયેલ છે એમ ને….!" - હર્ષદ જમીને પોતાની ખુરશી પરથી ઊભાં થતાં બોલ્યો.

"એવું...નહીં…! ઉતારી આપોને બેગ…પ્લીઝ...!" - સુશીલા કાલીઘેલી બોલીમાં હર્ષદની સામે જોઈને બોલી.

"ઓકે...ચાલ...ત્યારે…!" - હર્ષદ સુશીલાની સામે પોતનાં હથિયાર હેઠા મુકતા બોલ્યો.

 ત્યારબાદ સુશીલા અને હર્ષદ પોતાનાં બેડરૂમમાં જાય છે...અને હર્ષદ કબાટની નજીક જઈ બેગ ઉતારવા માટે પોતાનો હાથ લંબાવે છે….પરંતુ હર્ષદે ક્યારેય સપનામાં પણ નહીં વિચારેલ હશે કે તેનો બેગ ઉતારી આપવાનો આ નિર્ણય કદાચ તેની લાઈફનો સૌથી ખરાબ નિર્ણય હશે. આ સમયે સુશીલા હર્ષદથી થોડે દૂર ઉભેલ હતી….હર્ષદ સુશીલાની સામે જોતાં જોતાં કબાટ પરથી બેગ નીચે ઉતારે છે...બરાબર આ સમયે એ બેગની નીચે રહેલ એક કાગળ હવાઈ જહાજની માફક ઉડીને સીધો જ સુશીલાનાં પગ પાસે જઈને પડ્યો...આથી સુશીલા આતુરતાપૂર્વક તે લેટર ઝડપથી ઉઠાવીને વાંચવા માંડે છે...આ લેટર વાંચ્યા બાદ સુશીલાની આંખો ડર, નવાઈ અને ગભરાહટને લીધે પહોળી થઈ ગઈ, આ સમયે હર્ષદ અવાક બનીને સુશીલા સામે એકીટશે જોઈ રહ્યો હતો….આ લેટર વાંચ્યા બાદ તરત જ સુશીલાનાં ચહેરા પર રહેલાં હાવ-ભાવ એકાએક બદલી ગયાં, ગુસ્સાને લીધે આંખો એકદમ પહોળી થઈ ગઈ, શ્વાસોશ્વાસ ધમણની માફક ચાલી રહ્યાં હતાં, ગુસ્સો જાણે સુશીલાનાં શરીરની રગેરગમાં પૂરેપૂરી રીતે ધોળાય ગયો હોય તેવું લાગી રહ્યું હતું !

"હર્ષદ મેં ક્યારેય આવું નહોતું વિચાર્યું કે તારા દિલમાં મારા સિવાય કોઈ અન્ય સ્ત્રી પણ સ્થાન ધરાવતી હશે...તું પરિણિત હોવાછતાં પણ આવું પગલું ભરીશ એવું મેં સપના પણ વિચારેલ ન હતું, માટે તારી સાથે હું હવે એકપળ પણ નહીં રહી શકીશ….!" - સુશીલા ગુસ્સા સાથે લેટર હર્ષદનાં ચહેરા તરફ ફંગોળતા બોલી.

"સુ….શી….લા... મારી….!" - હર્ષદ પોતાને નિર્દોષ સાબિત કરવાં હળવા અવાજે બોલ્યો.

"ના ! હર્ષદ હવે તારે જે કહેવું હોય તે કોર્ટમાં કહેજે…..!" - સુશીલા પોતાનાં બેડરૂમની બહાર નીકળતા નીકળતા બોલે છે.

ત્યારબાદ સુશીલા પોતાનો સામાન અને પુત્ર કેવલને લઈને પોતાનાં માતાપિતાના ઘરે જવાં માટે રવાના થાય છે, જ્યારે આ બાજુ હર્ષદ વિચારી રહ્યો હતો..કે હું સુશીલાને પેલાં લેટર પાછળ શું વાસ્તવિકતા જોડાયેલ છે, એ કેવી રીતે સમજાવું…? હાલ સુશીલા ખૂબ જ ગુસ્સામાં હોવાથી તે મારી વાત ધ્યાનથી સાંભળશે પણ નહીં….અને હાલ મારી જાતને નિર્દોષ સાબિત કરવા માટે પ્રયત્નો કરવાં નિરર્થક છે…..ત્યારબાદ હર્ષદ એ લેટર જોતાં જોતાં રડતો રહ્યો.

 થોડીવાર પહેલાં જે પરિવારમાં આનંદ, સુખ, હર્ષોલ્લાસ છવાયેલ હતો, તે જ પરિવારમાં હાલ એક નાનકડા લેટરને (લવ લેટર) લીધે દુઃખ, વિરહ, હતાશાનાં વાદળો છવાય ગયાં.


સ્થળ - મહેશ રામાનુજની ઓફિસ નજીક આવેલ સિટિબસ સ્ટોપ

સમય - બપોરનાં બાર કલાક.

સૂર્યનારાયણ જાણે પુરેપુરા ગુસ્સામાં હોય તેમ આકાશમાંથી અગ્નિના ગોળાઓ ઓકી રહ્યાં હોય તેવું લાગતું હતું, મુઠ્ઠી મકાઈ જમીન પર નાંખો તો ધાણી બની જાય એટલી હદે તડકો પડી રહ્યો હતો, આ બાજુ સુશીલાની હાલત ગરમીને લીધે બેહાલ થઈ ગઈ હતી, ઉપરથી તેમની મનોદશા, માનસિક તણાવ વગેરેને લીધે સુશીલા બેચીની મહેસૂસ કરી રહી હતી….તેનું મન હાલમાં વિચારોની વમળો વચ્ચે ફસાયેલ હતું.

એવામાં તેનાં માતાપિતાના ઘર તરફ જતી સીટી બસ આવી, જેવી રીતે બે ત્રણ દિવસથી ભૂખ્યા કોઈ વ્યક્તિ એકાએક ભરપેટ જમવાનું મળતાં જેટલો આનંદ થાય તેટલો આનંદ હાલ સુશીલા અનુભવી રહી હતી, તેની માયુસ અને લાચાર આંખોમાં એકાએક ખુશી અને આનંદની લહેર ફેલાઈ ગઈ.

 આથી સુશીલા ઝડપથી સિટિબસમાં ચડી ગઈ...સિટિબસમાં ચડતાની સાથે જ સુશીલાની આંખોમાં ફરીથી લાચારી છવાય ગઈ...કારણ કે તે સીટીબસ મુસાફરોથી છલોછલ ભરાયેલ હતી...આખા દિવસની દોડાદોડી, માનસિક તણાવ, થાક, હેરાનગતિ અને સખત ગરમીને લીધે સુશીલા હાલ એકદમ વ્યાકુળ બની ગયેલ હતી…આથી સુશીલા દરવાજા પાસે ઊભી રહી….એવામાં સુશીલાનાં કાને અવાજ સાંભળ્યો.

"અહીં ! મારી બાજુમાં બેસી જાવ...અહીં એક સીટ ખાલી છે…!" - ચોથી હરોળમાંથી સુશીલાને એક સુમધુર અવાજ સંભળાયો.

આથી સુશીલા ખુશ થતાં થતાં ચોથી હરોળ તરફ ભણી જાય છે, તો ત્યાં તેનાં જેટલી જ ઉંમરની એક સ્ત્રી બસેલ હતી, જે પોતાનું નામ પ્રિયા જણાવે છે, તેમણે સુશીલાને પોતાની બાજુમાં ખાલી રહેલ સીટ તરફ ઈશારો કરીને બેસવા માટે કહ્યું.

ત્યારબાદ તે બનેવ વાતોએ વળગે છે, જેમાં સુશીલા હાલમાં જે પરિસ્થિતિનો સામનો કરી રહી હતી તેનાં વિશે પેલી સ્ત્રીને સવિસ્તારથી જણાવે છે….સુશીલાની દર્દભરેલ વાર્તા સાંભળીને પેલી યુવતીએ કહ્યું કે…

"સુશીલા…! આપણે આપણાં જીવનનો કોઈપણ નિર્ણય ઉતાવળે લેવો જોઈએ નહીં...ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણે ઉતાવળે નિર્ણય લઈ બેસતાં હોઈએ છીએ અને પછી આપણી પાસે પસ્તાવા સિવાય કોઈ જ રસ્તો બચતો નથી હોતો...અને આપણે આપણી પરિસ્થિતિ વિશે કોઈને કંઈપણ જણાવી શકતાં નથી...ક્યારેક આપણી આંખોએ જે જોયું હોય તેનાં પર આપણે સત્ય કે હકીકત જાણ્યા વગર જ આંધળો વિશ્વાસ કરી બસેતાં હોઈએ છીએ… જયારે હકીકત તો કંઈક અલગ જ હોય છે….માટે તે જે ડિવોર્સ માટેનો નિર્ણય લીધેલ છે…તેનાં વિશે એકવાર શાંત ચિતે વિચાર કરજે..!" 

એવામાં સુશીલા પોતાનો સ્ટોપ આવી ગયો હોવાથી પ્રિયાનો આભાર માનીને બસમાંથી નીચે ઉતરે છે, બરાબર એ જ સમયે આવા ધોમધખતા તાપમાં તેના પુત્ર કેવલની ઉંમરનો જ છોકરો સુશીલા પાસે આવીને કહે છે…

"મેડમ ! મેં છેલ્લા બે દિવસથી કંઈ જ જમ્યુ નથી...તમે મને થોડા રૂપિયા આપો તો હું જમી લઈશ...ભૂખને લીધે મને પેટમાં દુખાવો થઈ રહ્યો છે….!" - પેલો છોકરો લાચારી ભરેલાં અવાજે સુશીલાની સામે જોઈને બોલ્યો.

"બેટા ! તારું નામ શું છે…? તું શાં માટે ભીખ માંગી રહ્યો છે…? તારા માતા પિતા ક્યાં છે…!" - સુશીલા લાગણીવશ થતાં બોલી.

"મેડમ ! મારું નામ ભોલું છે...મને ખુબ જ ભૂખ લાગી છે એટલે હું ભીખ માંગી રહ્યો છું...ક્યારેક કોઈક વ્યક્તિ મને જમવાનું આપે છે..તો ક્યારેક હું ભૂખ્યા પેટે સુઈ જાવ છું...મારા માતા પિતા કોણ છે...એ મને ખ્યાલ નથી પરંતુ હું જ્યારથી સમજણો થયો છું, ત્યારથી હું એકલો જ છું...મારી આગળ પાછળ કોઈ છે જ નહીં….!" - ભોલું લાચારી ભર્યા અવાજે સુશીલાને પોતાની પરિસ્થિતિ જણાવતાં બોલે છે.

આ સાંભળી સુશીલાનાં હૃદયમાંથી મમતાનું ઝરણું ફૂટી નીકળ્યું...કારણ કે હાલ સુશીલાને ભોલુમાં પોતાનો પુત્ર કેવલ દેખાય રહ્યો હતો, આથી સુશીલાએ ભોલુને ગળે વળગાવી લીધો...અને નજીકમાં જ રહેલાં એક રેસ્ટોરન્ટ પર લઈ ગઈ...અને ભર પેટ જમાડયો…એ જ રેસ્ટોરન્ટમાં ભોલું જેવો જ એક છોકરો કામ કરી રહ્યો હતો….જે સુશીલા પાસે આવીને બોલ્યો.

"મેડમ ! બીજું કંઈ લાવવું છે…?" 

"ના ! બેટા… પણ તું….!" - સુશીલા દયાભાવ સાથે બોલે છે.

"જી ! મારું નામ રાજુ છે...અને હું છેલ્લા એક વર્ષથી આ રેસ્ટોરન્ટમાં કામ કરું છું...મને અહીં બે ટાઈમનું જમવાનું અને સવારે નાસ્તો મળી રહે છે….અને થોડાઘણા વાપરવા માટે રૂપિયા મળી રહે છે...બાકી એક વર્ષ પહેલાં હું આ જ રેસ્ટોરન્ટની બહાર બેસીને ભીખ માંગી રહ્યો હતો...અને આ રેસ્ટોરન્ટમાં કામ કરતાં માણસો જે કાંઈ જમવાનું વધે તે મને આપી જતાં હતાં, એક દિવસ આ રેસ્ટોરન્ટનાં માલિકને મારા પર દયા આવી આથી મને અહીં કામે રાખી લીધો…!" - રાજુ સુશીલાને પોતાની આપવીતી જણાવતાં બોલે છે.

ત્યારબાદ સુશીલા ભોલું અને રાજુને 500 રૂપિયા આપીને અને રેસ્ટોરન્ટનું બિલ પે કરીને પોતાનાં ઘર તરફ જતાં રસ્તે ચાલવાં માંડે છે, એક બાજુ સુશીલાનાં પગ ચાલી રહ્યાં હતાં, તો બીજી બાજુ તેનાં મનમાં ભોલું અને રાજુ વિશે વિચાર આવી રહ્યાં હતાં….શું મેં હર્ષદ સાથે ડિવોર્સ લેવાનો જે નિર્ણય લીધો એ યોગ્ય છે ખરો….? શું હર્ષદ મારાથી કઈ છૂપાવી રહ્યો હશે…? હું જ્યારે હર્ષદથી અલગ થઈને આવી એ દરમ્યાન હર્ષદ મને કઈક જણાવવાં માંગતો હતો...એ કઈ બાબત હશે…? શું હું કેવલનો તેનાં પિતા વગર વ્યવસ્થિત ઉછેર કરી શકીશ….? શું કેવલની હાલત ક્યાંક રાજુ કે ભોલું જેવી તો નહીં થશે ને….? - આવા અનેક વિચારો સુશીલાનાં મનમાં આવી રહ્યાં હતાં, બરાબર એ જ સમયે સુશીલાને પ્રિયાએ જે જણાવેલ વાત..."સુશીલા…! આપણે આપણાં જીવનનો કોઈપણ નિર્ણય ઉતાવળે લેવો જોઈએ નહીં...ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણે ઉતાવળે નિર્ણય લઈ બેસતાં હોઈએ છીએ અને પછી આપણી પાસે પસ્તાવા સિવાય કોઈ જ રસ્તો બચતો નથી હોતો...અને આપણે આપણી પરિસ્થિતિ વિશે કોઈને કંઈપણ જણાવી શકતાં નથી...ક્યારેક આપણી આંખોએ જે જોયું હોય તેનાં પર આપણે સત્ય કે હકીકત જાણ્યા વગર જ આંધળો વિશ્વાસ કરી બેસતાં હોઈએ છીએ… જયારે હકીકત તો કંઈક અલગ જ હોય છે….માટે તે જે ડિવોર્સ માટેનો નિર્ણય લીધેલ છે…તેનાં વિશે એકવાર શાંત ચિત્તે વિચાર કરજે..!" - યાદ આવી આથી સુશીલા મનોમન કંઈક નક્કી કરીને પોતાનાં માતા - પિતાનાં ઘર તરફ આગળ વધતાં પગલાને પાછા વાળીને ફરી પાછી સીટી બસસ્ટેન્ડ પર આવી અને બસમાં બેસી ગઈ.

થોડીવારમાં સુશીલા તેનાં પતિ હર્ષદનાં ઘરે પહોંચી ગઈ...ત્યાં જઈને તેણે જોયું કે હર્ષદ સોફા પર બેસીને સિગારેટ પી રહ્યો હતો, તેની લાલચોળ આંખો જોતાં એવું લાગી રહ્યું હતું કે તે થોડાં સમય પહેલાં ખૂબ જ રડેલ હશે….સુશીલાને જોઈને હર્ષદે સિગારેટ બુઝાવી નાખી….અને સ્વસ્થ થતાં બોલ્યો.

"આવી ગઈ તું...સુશીલા…? અહીં તારું કંઈ ભૂલાય ગયું….?" - હર્ષદે હળવા અવાજે સુશીલાને પૂછ્યું.

"હા….!" - આટલું બોલી સુશીલા સોફા તરફ આગળ વધી.

સોફા તરફ આગળ વધતાની સાથે જ સુશીલાની નજર ટીપાઈ પર પડેલાં તેનાં ફોટા પર પડી...જે એ બાબતની ચાડી ખાઈ રહ્યો હતો કે હાલમાં પણ હર્ષદ પોતાને કેટલો પ્રેમ કરી રહ્યો છે….આથી સુશીલા ટીપાઈ પર પડેલ પોતાનો ફોટો ઉઠાવવા ગઈ….જેવો સુશીલાએ ટીપાઈ પર પડેલ પોતાનો ફોટો ઉઠાવ્યો એ સાથે જ સુશીલાની આંખો આશ્ચર્ય અને નવાઈને લીધે પહોળી થઈ ગઈ…શ્વાસોશ્વાસ અને હૃદયનાં ધબકારા વધી ગયાં,કપાળ પર પરસેવો બાઝી ગયો….કારણ કે સુશીલાનાં ફોટાની નીચે એક બીજી સ્ત્રીનો ફોટો પડેલ હતો…

"જી ! એ પ્રિયા ! કે જેની સાથે મારા લગ્ન નક્કી કરવામાં આવેલ હતાં, જેનો લવ લેટર વાંચીને તે મારાથી ડિવોર્સ લેવાનો નિર્ણય કરેલ હતો….પરંતુ અફસોસની વાત એ છે કે હું અને પ્રિયા ક્યારેય એક ના થઈ શક્યાં….!" - હર્ષદ પોતાની વાત આગળ વધારતાં સુશીલાની સામે જોઈને બોલે છે.

"પણ… કેમ…!" - સુશીલા હર્ષદને નવાઈ સાથે પૂછે છે.

"કારણ કે આપણાં લગ્નના એક વર્ષ પહેલાં જ પ્રિયાનું હાલ એડવોકેટ રામાનુજ સાહેબની ઓફિસ જે જગ્યાએ આવેલ છે, તેની પાસે આવેલ સીટી બસસ્ટેન્ડ નજીક જ રોડ અકસ્માત થયેલ હતો જેમાં તે મૃત્યુ પામી હતી…!" - હર્ષદ રહસ્યો પરથી પડદો હટાવતા બોલે છે.

"ઓહ ! માય ગોડ….હાઉસ ધેટ પોસીબલ….,?" - સુશીલા એક ઊંડો નિસાસો નાખતાં બોલે છે.

"હા ! ખરેખર હું તને સાચે સાચી જ હકીકત જણાવી રહ્યો છું….તને મારા પર હવે કદાચ વિશ્વાસ નહીં હોય….બાકી હું મને સૌથી વ્હાલું વ્યક્તિ એટલે કે તારા સોંગદ ખાયને બોલ્યો હોય..

"પણ...હર્ષદ હું હાલ જ કલાક કે બે કલાક પહેલાં જ પ્રિયાને મળીને આવી છું….!" - સુશીલા હર્ષદને જણાવતાં બોલે છે.

"એ કોઈ કાળે શક્ય જ નથી સુશીલા….જે વ્યક્તિ મૃત્યુ પામેલ છે એ વ્યક્તિને તું કેવી રીતે મળી શકે….?" - હર્ષદ વ્યાકુળ થતાં બોલે છે.

ત્યારબાદ સુશીલા હર્ષદને પોતાની સાથે જે ઘટનાં ઘટેલ હતી તેનાં વિશે વિગતવાર જણાવે છે….હવે સુશીલાને ધીમે - ધીમે સમજાય રહ્યું હતું...કે પોતાનું પ્રિયાને મળવું એ ઈશ્વરનો જ કોઈ સંકેત હશે...કદાચ ઈશ્વર પણ એવું નહીં ઈચ્છતો હોય કે હું હર્ષદથી અલગ થાવ…..હવે ધીમે ધીમે સુશીલાને પોતાની ભૂલ સમજાઈ રહી હતી….આથી સુશીલાએ મનોમન હર્ષદ સાથે રહેવાનો નિર્ણય કરી લીધો...અને પોતાનાં માતા પિતાને કોલ કરીને કેવલને લઈને પોતાનાં ઘરે આવવા માટે જણાવી દીધુ….અને આ ઉપરાંત તેણે એડવોકેટ મહેશને કોલ કરીને કહ્યું કે 

"મારા અને હર્ષદનાં ડિવોર્સ પેપર ફાડીને કચરાપેટીમાં નાખી દે…!"

"ઓહ..ધેટ્સ ગુડ…ડિવોર્સ ઈસ નોટ ધ ફાઈનલ સોલ્યુશન ઓફ ઓલ ડોમેસ્ટિક કવારલ….!" - મહેશ ખુશ થતાં - થતાં બોલ્યો.

ત્યારબાદ થોડીવારમાં સુશીલાનાં માતાપિતા કેવલને લઈને હર્ષદનાં ઘરે રાજી થતાં - થતાં આવી પહોંચ્યા, પછી તે બધાં એ સાંજે હળીમળીને અગાવની માફક જ ડિનર લીધું….અને ડિનર લીધાં બાદ સુશીલાનાં માતા - પિતા સુશીલા અને હર્ષદને "રાજીખુશી અને પ્રેમથી હળી મળીને રહો" - એવાં આશીર્વાદ આપીને પોતાનાં ઘરે પરત ફરવાં માટે સુશીલાનાં ઘરેથી નીકળ્યાં.

આજે રાત ક્યાં પડી ગઈ એ કોઈને ખ્યાલ જ ના રહ્યો, ફરીથી તે બનેવ પહેલાંની માફક પ્રેમ, હૂંફ, લાગણી, આનંદ અને રાજીખુશીથી રહેવાં માંડ્યા….એ જ દિવસે રાતે સુશીલા અને હર્ષદ પોતાનાં બેડ રૂમમાં સુતેલ હતાં, એવામાં બારીમાંથી જોર - જોરથી પવન આવવા લાગ્યો...આથી સુશીલાને ખ્યાલ આવ્યો કે આજે તે પોતાનાં બેડરૂમની બારી બંધ કરવાનું જ ભૂલી ગઈ છે….આથી સુશીલા હર્ષદની ઊંઘ નાં ઊડે તેવી રીતે બેડરૂમની બારી બંધ કરવાં માટે હળવેકથી બેડ પરથી ઊભી થઈ, બારી પાસે જઈને સુશીલાએ જોયુ તો તેનાં આશ્ચર્ય અને નવાઈનો કોઈ પાર જ ના રહ્યો કારણ કે બારીને બહારની તરફ નીચે તરફ બીજું કોઈ નહીં પરંતુ ખુદ પ્રિયા જ ઊભેલ હતી….જેની આંખોમાં ખુશીઓનાં આંસુઓ હતાં, અને તે પોતાનાં બે હાથ જોડીને ખુશ થતાં થતાં સુશીલાનો આભાર માની રહી હતી….આથી સુશીલા…."પ્રિ….યા…!" - એવી બૂમ પાડવા જાય છે….પરંતુ એ પહેલાં જ પ્રિયા ધુમાડામાં એકાએક જાણે પોતાનાં આત્માને શાંતિ મળવાથી મુક્તિ મળી ગયેલ હોય તેમ ધુમાડામાં ગાયબ થઈ ગઈ….આ જોઈ સુશીલાને એક બાબત ખૂબ જ સારી રીતે સમજાય ગઈ...કે પ્રિયા હર્ષદને કેટલો પ્રેમ કરતી હશે..પરંતુ કુદરતે પણ તેઓની સાથે અન્યાય કરેલ હતો...અને હું હર્ષદને આ માટે દોષ આપતી રહી….!" - સુશીલા આ બાબત તેનાં મનમાં કોઈ એક ખૂણામાં કાયમિક માટે દબાવીને બે હાથ જોડી પોતાનો પરિવાર વેરાન કે ઉજ્જડ થતો અટકાવવા બદલ પ્રિયા અને ભગવાનનો મનોમન ખુબ ખુબ આભાર માનીને ઘસઘસાટ ઊંઘી જાય છે….!"

 મિત્રો આપણી લાઈફમાં પણ ક્યારેક એવી પરિસ્થિતિ આવતી હોય છે કે જેમાં આપણે સુશીલાની માફક લાંબો વિચાર કર્યા વગર જ નિર્ણય કરી બેસતાં હોઈએ છીએ...તે નિર્ણય લેવાથી કેવાં પરિણામો આવશે તેનાં વિશે આપણે વિચારતાં નથી હોતા….અને ક્યારેક આપણી સગી આંખોએ જોયેલ સાચું ન પણ હોય તેવું બનતું હોય છે, અને ઈશ્વર આપણને તે પરિસ્થિતિમાંથી બહાર આવવાં માટે આપને સંકેત આપતા જ હોય છે, બસ જરૂર હોય છે તો ઈશ્વરનાં એ સંકેતને સમજવાની અને અમલમાં મૂકવાની.


Rate this content
Log in

More gujarati story from Rahul Makwana

Similar gujarati story from Drama