છલકતું સૌદર્ય ને છલકતું શૌર્ય - 1
છલકતું સૌદર્ય ને છલકતું શૌર્ય - 1
સુંદર સવારમા સૂરજનાં સોનેરી કિરણો સૂમધૂર સંગીત સાથે વહેતી નદીની સુંદરતા શોભાવી રહ્યા છે.
પ્રકૃતિના અનહદ સૌદર્યથી ભરપૂર માહોલમા નદી કાંઠૅ સારસ જૉડી પ્રેમ લીલામાં મસ્ત છે. વહૅતા પાણીની છાલકો પત્થરને સ્પર્શ કરી પ્રેમનું સંગીત રેલાવે છે. પંખીના કલરવ સાથૅ પ્રકૃતિ આજ સોળે કળાએ ખીલી ઊઠી છે.
આવા મનોહર વાતાવરણમાં કંઈક ખુટતુ હોય તેમ ધોડાના ડાબલા પણ સંભળાવા લાગ્યા નદી કાંઠે એક ઘોડાને દોરી અસવાર આવતો હતો. છ ફૂટ ઉપરની ઊંચાઈ એવી જ આભૅ આંબતી જૂવાનીની અકકડ છત્રીસની છાતી ને મુખડા પર તેજ અપાર છલકતું હતુ. સિંહ જેવી ચાલ ચારે તરફ ચકોર નજર સાથે ડગ ભરતો હતો
ત્યાં પાછળથી મૉટૅ અવાજૅ કૉઈ બૂમ પાડૅ છે,
એ.ય... કર્મવીર.. જૉ પાછૉ ત્યા નદી સાથૅ વાતો કરવાનો બેહતો આપડે હજી ખેતરે રોઝડા ને સુવર કાઢવા જાવાનું છે. ઊભો પાક ભેળી નાખૅ છે. અને તે તારા વગર ભાગે તેમ નથી. સામા થાય છે તો ઝટ પાછો આવજે હો.
પાછુ વળીને જૉયા વિના એક હાથ ઉચૉ કરી આ જૂવાને જવાબ આપ્યો
હવૅ ધૉડા ને નદી ના તીરૅ પાણી પાવા ની સાથૅ નદીના જળ ની છાલકૉ મારી નવડાવતો સાથૅ ઝડપથી જળમા જતી માછલીઓ પકડી તેને જૉઈને તરત પાછી છૉડી દૅતો આ જાણે તૅની જૂની જાણીતી રમત હૉય તૅમ લાગતુ હતુ
એટલામાં અચાનક ઓહ...નો. સમબડી સેવ મી . કરતા ધબાંગ કરતા બાજુમા કોઈ યુવતી નદીમાં પડી યૂવાન ચમકીને સાવધ બની કૅડમાં રાખૅલ છૂરી પર હાથ મુકયો પણ પછી જૉરથી ખડખડાટ હસવા લાગ્યો. એક સાદુ નાનું ગલુડીયા જૅવુ કુતરૂ..
અને તેનાથી ડરી આ કોઈક નારી આમ પાણીમાં પડૅ તે તૅના માટૅ ખુબ હાસ્યાસ્પદ વાત હતી તે હસવુ રૉકી નહૉતો શકતો
અચાનક કૉઈ કૉમળ હાથ તૅના ખભે મુકી પાછળથી મધુર અવાજૅ કહયુ
એ..ય. મિસ્ટર જંગલી કોઈનૉ જિવ જોખમમાં હૉય ને તુ હસૅ છે ઈડીયૅટ. ગામડિયૉ
યુવાન પાછળ ફરૅ છે તો દંગ રહી જાય છે આહા.હા
તૅના હૈયે અચાનક કવિતાની પંક્તિઓ પ્રગટે છે.
શણગાર ઉર સોળ સજયા મોતી પરોવ્યા વાળ
પિતાંબર પટ પહેરીયા ભલૂ તિલક છે ભાલ
હામ ઠામ મ્રુગ લોચની સિંહ લંકની સૂજાણ
વનીતા સોળે વરષની જાણે પ્રકૃતિ કામનું બાણ
એક પરી તૅની જાણૅ સામૅ ભીજાયૅલ ઉભી હતી ખુબ જ શૉર્ટ જિન્સ ઉપર ગુલાબી થૉડા ઉપર બટન ખુલૅલૉ શર્ટ. માથૅથી નીતરતા પાણી તૅની મૉહક આંખૉમા પડતા ઝબકારા મારતી હતી, ગુલાબી ગાલ પર ટીપા તો આહા. સુંદર ગુલાબ પર ઝાકળ બિંદુની જૅમ સૉહી રહ્યાં છે આછા ગુલાબી અધર આટલુ પાણીથી ભિંજાવા છતાંય તરસ્યાં હૉય તૅમ લાગતા હતા. યૌવન સૉળૅ કળાએ ખીલૅલુ હતુ છાતીનો ઉભાર તો અલૌકિક અનુંભુતી કરાવતો હતો. તેના છલકતા જોબનના ભારથી પાતળી કમર લચકતી હતી. ગુલાબી અધખૂલૉ શર્ટ તૅના ખીલતા જૉબનના સૌદર્ય ને છલકાવતો હતો. ચહૅરાથી કમર સૂધી ગુલાબી કલરનું મેચીગ આકર્ષક હતુ. એક હાથ કૉમળ કમર નીચૅના જિન્સ ના ચડડા પર મુકી ઉભૅલી તૅ ફિલ્મની હિરૉઈનને પાણી ભરાવૅ તૅવુ મનમોહન સૌદર્ય ધરાવતી હતી. ઉગતા સુરજના કિરણો તેના પાણીમાં પલડેલ વાળને પરીની જેમ ચમકાવતા હતા. યૂવાન તૅની ખુબસુરતીને જાણૅ અપલક નજરૅ માણી રહયૉ હતો.
ઓયે....! બે હાથ યૂવાનની આંખૉ સામે હલાવી યુવતી મોર્ડન સ્ટાઈલ માં બોલી યૂ ઈડીયૅટ મારી મદદ ને બદલે.. યુ લાફીંગ..
અચાનક ભાનમાં આવતો હૉય તેમ એ યૂવાને હૉશ સંભાળી મર્યાદા સભર વાણીમાં નમ્રતાથી કહયુ માફ કરશૉ પણ અમારા ગામડાના વિસ્તારમાં કોઈ આવા નાના ગલુડિયાથી ડરૅ તે અચરજની વાત છે એટલે હાસ્ય ન રૉકી શકાયૂ
આ"પ કૉઈ શહૅરના પ્રવાસી લાગૉ છૉ ?
યુવતી રીસમાં બૉલી " હૂ જૅ હૉય તે મારી ઈનકવાયરી ન કર. હુ તમારા જૅવા રખડેલા ગામડાના છૉકરાઓને સારી રીતે ઓડખુ છૂ છૉકરી જૉવૅ તરત જ લટ્ટુ થઇ જાય પછી પાછળ પાછળ ફરે.
વળી બૉલતા તો અભણ લૉકૉને આવડે નહી એટલૅ મને વાત કરવામા રસ નહી તારી સાથે ઓકૅ બાઈ..
યુવક મધુર હાસ્ય થી કહે " ભલૅ ભલૅ પધારો કોઈ ભુલ ચુક અમારાથી થઈ હૉય તો માફ કરજૉ એમ કહી એ ફરી ધૉડાની પીઠ થાબડવા માડયો.
સુંદર પરી સપનામાં આવી ચાલી ગઈ તેવૂ તેને લાગતા ભીતરની અજાણી ખુશીથી મનૉમન મલકાઇ ગયૉ પછી ઘૉડા સાથે હવૅ જવાની તૈયારી કરતો હતો તૅવામા અચાનક ફરી પૅલી પરી તૅના તરફ હાંફતી બૂમૉ પાડતી દૅખાણી.
અરૅ સાચવજૉ કહૅતા જ તૅ પત્થરની ઠૉકર વાગતા સીધી યૂવાનની છાતીએ હાથ ભટકાવી તૅના ચરણૉમા પડી.
યુવાન હતપ્રભ થઈ જૉઈ રહયૉ. પરી પાછી આવી આજૅ દિવસ કાંઇક અલગ જ ઉગીયો છે.
"કન્યા કામણગારી જાણૅ ભીતર મારે એ કટારી
જૉશ ભરૅલ છે જોબન આંખો છે અણીયારી"
એ.ય જંગલી હેલ્પ મી. ઓહ આ અંગ્રેજી કયા સમજે ઓય પાગલ તારો હાથ આપ. યુવાન ફરી હોશ સંભાળી યુવતીને ઉભા કરવા કૉશીશ કરે છે. પણ કોમળ પગમાં ઠેસ વાગતા લોહી નિકળતું હતુ યુવતી પગ પકડી કહે " ઓહનો માય સેન્ડલ..! અરે....! આ હવે તુટી ગયા હિલવાળા મારા ફેવરીટ. હવે હુ શુ કરીશ આ ગામડામા આવા મલૅ પણ નહી ઓહનો કયાં ફસાઇ ગઈ"
યુવક જરા હસીને બાજુની ઝાડીમાંથી એક વનસ્પતિ ના પાંદડા લાવે છે.
યૂવતી બબડતી રહે છે
"અરે ઓ જંગલી પ્લીઝ થૉડીવાર માણસ બની જા મને ખુબ દુખે છે અને તુ પાંદડા લઈ રમત કરે છે. ઉભી કર મને અને પેલા ગંદા ડોગી ને દુર ભગાવ એટલે હુ જઈ શકુ.
ઓહ ગોડ..! જો તો કેટલો ગંદો છે તેનો માલિક નવડાવતો પણ નહી.
યુવાન હસીને કહે "અમારા ગામડામાં કુતરાના માલિક ન હોય. અહિ તો માલિક એક જ ભગવાન સાચવે.
પછી યુવાન પાસે બૅસીને કહે છે " આપ શાંત થાવો. આ હિલવાળા ચંપલની ચિંતા ન કરો અને જે ઘા વાગ્યો છે તે તરફ જૂવો આ પાંદડા ઔષધી છે. મસળીને ઘા પર બાંધવાથી અંગુઠો બે દિવસમાં ઠીક થઈ જાશૅ કહી પૉતાનો રૂમાલ ચીરી પાંદડા લગાવી યુવતીનો કૉમળ પગ સંકૉચ સાથૅ દુર રહી પકડીને પાટો અંગૂઠે બાંધી દિધો.
યૂવતી મનૉમન વિચારતી કે આ જંગલી છે તો દયાળુ પણ પાંદડાથી ઘા મટે ખરૉ ? દવા લગાવીશ ઘેર જઈ હાલ ન છૂટકાના આવા અખતરા પાંદડા ભલે બાંધતો
પણ થૉડીવાર પછી લૉહી બંધ થતા રાહત અનુંભવવા લાગી તે વિચારતી તૅના કરતા અવડુ થયૂ પાંદડાનૉ પાવર જૉરદાર. દર્દ મટવા લાગ્યું
થૉડીવાર પછી બૉલી હલૉ.. મિસ્ટર જંગ.... ઓહ સૉરી મને ઉભા થવા મદદ કર પ્લીઝ. યૂવાને હાથ પકડી ઉભી કરી
એ કૉમળ હાથનૉ સ્પર્શ થતા જ એના હૈયૅ જાણૅ અજાણી હલચલ થતુ હૉય તૅમ લાગ્યુ.
યૂવતી બૉલી " તારા પાંદડાથી મને સાચે જ રાહત થઈ છે. પણ હવે સેન્ડલ વગર કેમ ચાલી શકીશ ? ઓહ નો ફસાઈ ગઈ યાર ગામડામાં અવાય જ નહી.
યુવક કહે " તમારા ચંપલ મને આપી દૅજૉ. હુ ગામના એક મૉચી જોડે ઠીક કરાવી દઈશ હવે ધીરૅ ધીરે ચાલૉ તમને હુ ગામના ગોદરે પહૉચાડી દઉ.
ઓ હૉ..હૉ આ ભઈલૉ પાછૉ આવૅ કયાંથી આતો નદી જૉડે નહી કુવારી કન્યા જૉડે વાત કરૅ છે " પાછળથી બૉલાવા આવેલૉ કર્મવીરનો મિત્ર વિહલૉ પાસે આવી બૉલ્યો,..
ક્રમશ :

