STORYMIRROR

Zalak Dave

Classics

3  

Zalak Dave

Classics

ચહેરા પર કેટલા માસ્ક લગાવીશુ?

ચહેરા પર કેટલા માસ્ક લગાવીશુ?

1 min
189

આજકાલ કોરોના મહામારી ને લીધે માસ્ક નુ ચલણ ખુબ વધ્યુ છે. વરસ પહેલા જે માસ્ક નો ઉપયોગ ખાલી હેલ્થકેર મા કામ કરતા લોકો,ખાસ કરીને ડોક્ટરો માટે જ અનિવાર્ય મનાતો અે જ માસ્ક અત્યારે સેલિબ્રીટી માથી કોમન બની ગયો છે અને દરેક કોમન મેન માટે ધીરે ધીરે રોજિંદા જીવન નો હિસ્સો બની રહેશે.

પરંતુ, આ તો ફિજીકલ માસ્ક ની વાત થઇ. પણ આ મહામારી પહેલા પણ દરેકે માસ્ક તો પહેરેલા જ હતા પણ દેખાતા નહતા. એ માસ્ક હતા, ચહેરા પર ના માસ્ક. બનાવટી માસ્ક. રોજેરોજ ના સબંધો અને વ્યક્તિ વ્યક્તિ એ બદલાતા માસ્ક. રોજિંદા જીવન ની તો એવી પારાશીશી છે કે, જે માણસ જેટલી બનાવટ કરી શકે તેટલો તે વધારે સ્માર્ટ. અને એટલે જ કદાચ કુદરત ને પણ એવું લાગ્યુ હશે કે, માનવી માસ્ક નો શોખીન છે અને કદાચ એટલે જ અેણે આ મહામારી મોકલીને બધાને સાચુકલા માસ્ક પહેરતા કરી દીધા!!!!

તફાવત એટલો જ છે કે, અભ્યાસ ના અભાવે અા માસ્ક પહેરવાનો ભુલી જવાય છે. અને પેલુ નકલી આવરણ એની મેળે જ આવી જતુ.

હવે ગુંગળામણ થાય છે અને ભાર લાગે છે એ જ માસ્ક નો જે સ્માર્ટ હોવાની પારાશીશી મનાતા હતા. કુદરત સામે માણસ નિ:સહાય છે. માણસ ની સ્માર્ટનેસ કુદરત સામે બુઠી તલવાર જેવી છે.

સમય રહેતા સમજે તેને જ ચતુર કહેવાય છે. કોણ ચતુર છે તે તો સમય જ બતાવશે.


Rate this content
Log in

Similar gujarati story from Classics