ગરવી ગુજરાતની ગરવીલી વાત
ગરવી ગુજરાતની ગરવીલી વાત
૧ લી મે ના દિવસે આપણા ગુજરાતનો જન્મદિવસ ગયો. પણ આ કોરોના ને લીધે આપણે બધા ગુજરાતી લોકો ઓનલાઇન જન્મદિવસની અલગ પ્રકારની ઉજવણીઓ કરી રહ્યા છે.
ગુજરાતી પ્રજા પહેલેથી જ ખુબ જ મજબૂત પ્રજા છે તેમા તો કોઇ શંકાને જગ્યા ના હોઈ શકે.
આપણા ગાંધીજી કે જેમણે ગોરાઓ ને કાઢી મૂક્યા. આતો ટ્રેનમાંથી ધક્કો મારવાના કર્મનુ ફળ જ સ્તો.
મોદી સાહેબ ને અમેરિકાના વિજા ના આપી ને બહુ સારુ કર્યુ કે જેથી આપણ ને મોદી સાહેબ જેવા પ્રધાનસેવક મડ્યા.
ગુજરાતી ઇગો ને હર્ટ કરો અને મજબુત ગુજરાતી વર્જન મેળવો. ખરેખર ગુજરાતીઓ ખમિરવંતી પ્રજા છે જે દુનિયાના કોઈ પણ ખુણા મા જઇ રાજ કરી શકે. કોરોના ના કપરા સમય દરમિયાન પણ વેકેશન ની જેમ ઘરે રહી ને ખમણ- ઢોકળાં (ઘણુ બધુ) ઝાપટી શકે.
ગુજરાતના જન્મદિવસ નિમિત્તે ગુજરાતીઓ અને ઘડવૈયાઆે ને કોટી કોટી વંદન.