સફળતા માટે સાચી દિશા પણ જરુરી
સફળતા માટે સાચી દિશા પણ જરુરી
આજે જ્યારે આ લેખ લખાઇ રહ્યો છે ત્યારે ભારત મા મશહૂર ગેમ PUB-G બેન થઇ ગઇ છે. અને અમુક મોબાઇલ મા ચાલુ હોય તો પણ નજીક ના સમય મા ચોક્કસ બંધ થઇ જશે. બીજી ગેમ બોલિવુડ ના એક અભિનેતા (મિ. ખિલાડી ) એ લોન્ચ પણ કરી દીધી છે. મારે PUB-G સાથે કોઇ અંગત અદાવત નથી, જોકે મિત્રતા પણ નથી. પણ, જેમ અનલિમિટેડ ડેટા પ્લાન આપણને બેકાર હોવાનો અહેસાસ નથી થવા દેતો એમ જ આ પ્રકારની ગેમ રમવાની ધેલછા એટલી હદ સુધી વધી ગઇ હતી કે, આપણી આસપાસ શુ થઇ રહ્યુ છે તેનુ ભાન ભુલી ને ભારત ની યુવા પેઢી આ ગેમ ના બધા જ મિશન ને પાર કરવા લાગેલી જોવા મળતી હતી..છેક ગઇકાલ સુધી. ભણવાના કે નોકરી કરી ને કરીયર બનાવવા ના મિશન ને ઠેકાણે મુકીને…અને હવે ફ્રી ફાયર નો ઓપ્સન તો છે જ ઓનલાઇન ભણવાની સાથે.. નાના ટેણિયાઓ ની ઉંમર અત્યારે રમવા કુદવા ની છે ત્યારે તેમના હાથ મા ટેક્નોલોજી પકડાવવા મા ભારે જોખમ છે ભાઇ…બોટમ લાઇન એ છે કે, જો આજનુ યુવાધન, જે બીજા દેશો ની સરખામણીએ આપણી પાસે અઢળક છે તેને યોગ્ય દિશા નહિ મળે તો તેમની આ ઝડપ તેમને વિરુદ્ધ દિશામાં લઇ જશે.
આ ગેમ અને બીજુ શોશિયલ મિડિયા મા રચ્યાપચ્યા રહેવાને બદલે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ જ સાચી દિશા છે.
