સફળતા ની ચાવી: સમયનુ આયોજન
સફળતા ની ચાવી: સમયનુ આયોજન
સમય એક એવો ખજાનો છે જે દરેક માટે મર્યાદિત અને નક્કી હોય છે. દુનિયાની કોઇ પણ શક્તિ તમને નક્કી કરેલા સમય કરતા વધુ સમય આપી શકતી નથી અને એટલે જ તમારે તમને મળેલો સમય યોગ્ય રીતે અને બુદ્ધિપુર્વક ફાળવવો જોઈએ.
સમય ની યોગ્ય રીતે ફાળવણી કરવા માટે, સમય ક્યાં વેડફાઇ જાય છે તે જોઇ તેને પ્રોડક્ટીવ કામ મા વાપરવો જોઇએ.
કારણ કે, આ જ સમય ની ફાળવણી આપણુ ભવિષ્ય કેટલુ ઉજ્જ્વળ બનસે તેની પારાશીશી છે. આટલુ જ નહી, પણ સમય જતા નવા નવા આવતા ચેલેન્જીસ માટે પણ તેટલુ જ સજ્જ રહેવુ પડશે.
પોતાની જાત ને પણ અમુક ચેલેન્જ આપવી પડશે, પ્રશ્નો પુછવા પડશે કે, આગળ શુ?? બીજુ શુ?? વધારે શુ?? કેવી રીતે ?? અને અહી થી બીજે ક્યાં??
આવી રીતે પોતાના સમય ને વિચારીને કામ કરવાથી ત્વરિત અને સારા પરિણામ મળી શકે છે.
