કોરોના મે કયું રોના?
કોરોના મે કયું રોના?
જિંદગીમાં પહેલીવાર અનુભવમાં આવેલ આ વર્ક ફ્રોમ હોમમાં દિવસો વિતતા જાય છે. ઘડિયાળનો સમય ચાલતો રહે છે. બદલાતો રહે છે. દિવસ અને રાત થતી જાય છે. પણ બદલાયેલો સમય આપણને રોજે રોજ નવુંં શિખવાડતો જાય છે.
અત્યાર સુધી, યુવાનો કોલેજોમાંથી બંક મારી ક્યારે ઘરે જવુંં અથવા તો જ્યારે આપણે તેમના ક્લાસમાં હોય ત્યારે રિક્વેસ્ટ કરતા હોય છે કે, સર આજે જવા દો ને…નોકરીયાત લોકો પણ મહિને દહાડે કોઇક ને કોઇ બહાનું કાઢી (૧૦% સાચુ પણ બોલે છે) વહેલા ઘરે જવાના મુડમાં હોય છે. આ કોરોના એ બધા ને ઘરમાં જ રહેવા મજબૂર કર્યા છે ત્યારે આપણામાથી કેટલાયને કામો યાદ આવવા લાગે છે. ઘરમાં રહેવુંં ગમતું જ નથી. અત્યાર સુધી પુરુષો ઘરમાં બરાબર સમય નથી આપતા એવી ફરિયાદ કરતી મહિલાઓ પણ હવે એમના પતિદેવોથી કંટાળી ગઇ હશે. બધા ને ચેન્જ વહાલો લાગે છે પણ થોડો સમય. પછી એ પણ રુટિન થઈ બોરિંગ જ લાગવા માંડે છે. એટલે જો માણસ એવું વિચારતો થાય કે, વર્તમાનમાં જ રહેવું છે. જે આવે તેનું હાર (ગરલેન્ડ ઓફ ફ્લાવર્સ) લઇ સ્વાગત કરવું છે તો ભવિષ્ય સારુ જ છે.