છેલ્લો કોલ
છેલ્લો કોલ
આકાશ આજે ખૂબ ઉદાસ હતો બહાર રીમઝીમ વર્ષા વરસી રહી હતી પણ એની ભીતર દાવાનળ સળગી રહ્યો હતો કોઈની બેવફાઈના ડંખ નું ઝેર એના રોમે રોમ પ્રસરી રહ્યું હોય એવો એને અહેસાસ થતો હતો. બહારનું ખુશનુમા વાતાવરણ પણ એના હૈયાને સ્પર્શી શકતું નહોતું
થોડી વાર થાય છે ત્યાં એનો મોબાઈલ રણકે છે. સ્ક્રીન પર અવનિનું નામ દેખાય છે આકાશને ખૂબ ગુસ્સો આવેછે. એ ફોન ઉપાડતો નથી. કારણ કે આકાશ અને અવનીય એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એકબીજાને સાત ભવ સાથ રહેવાના વચનો આપ્યા હતા. પણ અચાનક અવનિ આકાશને કહે છે "મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. આપણા સંબંધો પૂરા થયા."
આકાશ ભૂતકાળમાં ખોવાઈ જાય છે. હરેક સોનેરી પળો એને યાદ આવે છે અને એની આંખો ભરાઈ આવે છે. પોતાની જાતને પૂછે છે, મારા પ્રેમમાં કઈ ખામી હતી કે શું તો કેમ અવનિ એ આમ મને છોડી દીધો ? મોબાઇલ ફરી રણકે છે, અવનીનો જ હોય છે આકાશ ફોન ઉપાડે છે.
અવનિ કહે છે, "આકાશ મને માફ કરજે મે તારી સાથે બેવફાઈ નથી કરી. આજ થી છ માસ પહેલા ડોકટરે મને બ્લડ કેન્સરનું નિદાન કર્યું છે. મારું આયુષ્ય એકદમ ટૂંકું છે એમ કહ્યું પણ હું તારી જિંદગી બગાડવા નહોતી માગતી એટલે મે તારી સાથે બેવફાઈનું નાટક કર્યું. બસ ઘડી બે ઘડીની મહેમાન છું અવનીનો અવાજ તૂટતો જતો હતો. છેલ્લે એટલું જ બોલી મને માફ કરજે." અને એના હાથમાંથી મોબાઇલ પડી જાય છે
આકાશ દોડતો દોડતો અવનિના ઘરે જાય છે પણ અવનિ એ દેહ ત્યાગ કર્યો અને ઈશ્વરના શરણે ચાલી ગઈ. આકાશ ખૂબ રડે છે અને એને અફસોસ થાય છે કે મે અવનિને મળી ને હકીકત જાણવાની કોશિશ કેમ ના કરી ? આકાશ માટે અવનિ નો એ છેલ્લો કોલ હતો

