છેલ્લી સલામ
છેલ્લી સલામ
દલિતોના અધિકારો વિરૂદ્ધ ગાંધીજી ભૂખ હડતાલ પર બેઠા. ત્યારે મેઘાણીએ દલિતો ના અધિકારોના રક્ષણ માટે કવિતા લખી ગાંધીજીને મોકલી.
ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં જતા હતા ત્યારે શ્રી ઝ્વેરચંદ મેઘાણીએ ગાંધીજીને “ઝેરનો કટોરો” નામની કવિતા આપેલી. ગોળમેજી પરિષદમાં ગાંધીજી દલિતોના અધિકારોની વિરૂદ્ધમાં રહ્યા. તેમણે ડૉ.આંબેડકરનો પણ વિરોધ કર્યો. આમ છતાં અંગ્રેજોએ દલિતોની અલગ મતાધિકારની માગણીને મંજૂરી આપી. ગાંધીજી ભારતમાં આવી પૂનાની યરવડા જેલમાં દલિતોને અંગ્રેજોએ આપેલા અધિકાર વિરૂદ્ધ ભૂખ હડતાલ પર બેઠા. હજારો વર્ષોથી પીડાતા અસ્પૃશ્ય દલિતોના અધિકારો વિરૂદ્ધ ભૂખ હડતાલ પર બેઠેલા ગાંધીજીનાં કૃત્યથી મેઘાણીનું હ્રદય દ્રવી ઉઠ્યું. અને તેમણે “ છેલ્લી સલામ” નામની કવિતા ગાંધીજીને મોકલી. ગાંધીજીએ વળતો પોસ્ટકાર્ડ લખી જણાવ્યું કે, તમારી પહેલી કવિતા મને ગમી, પણ આ બીજી કવિતા “છેલ્લી સલામ” મને ન ગમી. આ કવિતા છેલ્લી જ રહી.
