છેલ્લી મુલાકાત... એક મુલાકાત આઈ.સી.યુ માં...
છેલ્લી મુલાકાત... એક મુલાકાત આઈ.સી.યુ માં...
અંજુ બહુ સામાન્ય. પરિવારમાંથી આવતી હતી, તેના લગ્ન સદનસીબે અમીરઘરમાં થયાં, શરૂઆતમાં બધું જ સરસ ચાલ્યું. પછી સમય જતાં સંઘર્ષ પણ વધતો ગયો, અંજુનો પતિ બહુ પ્રેમાળ હતો, પણ કહેવાય છે, કે આ સમય સમયનો ખેલ છે, લગ્નને દસ વર્ષ વિતી ગયાં, પણ અંજુને કોઈ સારા દિવસો સાંભળવા ન મળતાં, સાસરીયાનું તેના પ્રત્યે એકાએક વર્તન બદલાઈ ગયું. તેનો પતિ આલોક બહુ સરળ માણસ હતો, તે પોતાની પત્નીને વફાદાર હતો. . બહુ દવા કરાવી અને પથ્થર એટલા દેવ કર્યા પણ કંઈ ફરક ન પડ્યો. ડોક્ટરે ચેતવણી આપેલી કે
"તમારી પત્નીને બાળક થાય તેમ નથી અને જો તેમ છતાંય એમને રાખવાની કોશિષ કરી તો એમને તમારે સદાયને માટે ગુમાવવા પડશે. "આલોકે તો સંતાનની લગભગ આશા જ છોડી દીધી પણ, આલોકના મમ્મી શારદાબેન રૂઢીચુસ્તચુસ્ત અને બોલવામાં કર્કશ હતા, જે અંજુના કોમળ હ્રદયને વિંધી નાંખતા. તે રોજ રડતી હતી. તેનો પતિ આલોક તેને પ્રેમથી સમજાવતા કહેતો મમ્મીનો સ્વભાવ છે "એટલે મનમાં નહીં લેવાનું, તુ ખુશ રહે. . . . "
પતિની વાત તેને જીવવાની હિંમત આપતી હતી. પણ સાસુને નણંદના મેણા જ તેને વિંધી નાંખતા. સસરા રમણિકભાઈમાં તેને પિતા દેખાઈ રહેલા. તે હંમેશા અંજુને પોતાની દીકરી સમજી પ્રેમ કરતાં. શારદાબેનને ખબર હતી કે અંજુ માં બનશે તો જીવને જોખમ છે છતાંય તેઓ પોતાનો સ્વાર્થ એટલી હદે સ્વાર્થી બની ગયાં કે ન પુછો વાત"કંઈ પણ થાય બાળક તો જોઈએ જ એને અંજુ જીવે કે મરે એનાથી એમને કંઈ જ લેવા દેવા નહીં"એને મરવું હોય તો મરે પણ સંતાન આપીને અંજુના જીવનથી એમને કંઈ જ લેવા દેવા નોહતુ, નીતી મમ્મીનો ખોટો પક્ષ લેતાં બોલી"ભાભી તમે વારસ આપો એમાં નવાઈ તો નથી કરતાં 10 વર્ષ થઈ ગયા સૌ લોકો વાતો કરે છે, મારી અમુક સહેલીઓ તમારી ઉંમરની છે, એમના તો બાળકો મોટા પણ થઈ ગયા અને તમે. . . તો બોજ બની રહી પડ્યા છો, થોડીય જો શરમ હોય તો તમે કૂવો પુરો. . . જેથી મારી એક સહેલી છે જે ભાઈ જોડે લગ્ન કરવા તત્પર છે, અને સુંદર પણ છે, મારા ભાઈ અને એની જોડી પણ બહુ જામે છે. . . શારદાબેન ચાલતી વાતમાં કુદી પડ્યા. . . શું વાત કરે છો. . . . નિતી તુ પણ એક નંબરની ચાલાક છે. . . મને હવે જણાવે છે, આટલી સરસ છોકરી ખોઈને આવી, કેવા તે પાપ કર્યા મેં કે આવી વાંઝ અમારા પલ્લે પડી. . . અરે. . . રે. . . અમને બાળકની કિલકારી સાંભળવા મળશે કે કેમ. . . . હવે તો એ પ્રશ્ન થાય છે. . . "એ. . . . થોડી. . . તો શરમ કરો માં દીકરી બેઉ. . . તમારી આ તુચ્છ મહત્વકાંક્ષા કોઈનો જીવ લે છે, એતો જોવો. . . આ પાપથી તમે નહીં બચી શકો. . . .
શારદાબેને ઘાંટો નાખતાં કહ્યું"તમે મુગા મરો તો સારું છે, તમને તો કંઈ દુનિયાદારીનુ ભાન જ નથી ન જાણે આપણો દીકરો આ વાંઝમાં શું ભાળી ગયો છે, મને તો એ નથી સમજાઈ રહ્યું, આપણા દીકરાની ચાહતે તો આપણને વંશ વગરના કરી દીધા, અરે. . રે. . મને કોઈ દાદી. . . દાદી. . . કહેવાવાળુ ક્યારે આવશે. . . "નિતી પણ મમ્મીની બોલી પડી કે મને ફિયા ફિયા કહેનાર આવશે કે કેમ. . . આ વાંઝ મરતીએ નથી પાર આવે. . . આ વાઝ મરે તો મારી સહેલીઆ ઘરમાં ભાભી બનીને આવે તો કંઈ દિ જોઈ શકીએ. . . . નહીં તો ભૂલી જાવ
નિતી અને શારદાબેને અંજુને આ દુનિયામાંથી હટાવવાનું અભિયાન પણ શરૂ કર્યું. નિતીના મોંઢે આવી કટુવાણી અને આવા ખેલ જોઈ રમણિકભાઈનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચી ગયો.
નિતિના મૂખે આવી ઝેરવાણી સાંભળી રમણિકભાઈએ સણસણતો તમાચો મારી દીધો, શારદાબેન કંઈ સફાઈ આપે એ પહેલાં એમને પણ ઠોકી દીધો"ચુપ બિલકુલ ચુપ. . . એક શબ્દ નહીં તમે માં દીકરીએ બહુ વહુ પર જુલમ કરી દીધો હવે નહીં. . . . "
શારદાબેન એમ કંઈ ચુપ રહે એવા થોડી હતાં, તેઓએ પોતાની વાત તો ચાલું જ રાખી, અમે જ તમને ખરાબ લાગશુ. . . ને ખબર નથી પડતી કે આ વાંઝ તો છે પણ સાથે સાથે ખરાબ પગલાંની પણ જેના પ્રતાપે ઘરમાં કદીય શાંતિ ન રહે થોડી શરમ હોય અંજુડી તો મરી જા. . . અમારા ઘરમાં તુ શું કામ આગ લગાડવા આવી છો. . . . અંજુ રડતી રડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. "
આમને આમ મહિનો વિતતા ગયા, આવો કંકાસ જોઈ સૌ સભ્યો ત્રસ્ત થઈ ગયા.
અંજુ રમણિકભાઈને હાથ જોડી કહી રહી હતી પપ્પા મારા કારણે તમે કશું જ કરશો. . . "પપ્પા. . . હું વિચારીશ બાળકને જન્મ આપવા માટે. . . . ભલે મને કંઈ પણ થાય. . . . "આટલું કહીને અંજુ સસરા અને પતિને હિંમત આપી રહી હતી.
અંજુ આ સાંભળીને હવે ત્રાસી ગયેલી. તેને પણ હવે મુક્તિ જોઈતી હતી.
શારદાબેન અને નીતી રોજ અંજુને વાંઝીયામેણું મારવાનું ન ચૂકતા, એટલુ જો ઓછું પડતું હતું તો આલોકની બહેન નીતી પણ સામેલ થઈ ગઈ. નામ નિતી હતું પણ શારદાબેનનો પૂરો પ્રભાવ પડેલો હતો. આલોક અને અંજુને એકસાથે જુએ તો તેને પોતાના પતિ છોડીને ચાલ્યા ગયા હોય તેવું યાદ કરી ગુસ્સો બધો અંજુ પર ઉતારતી. . . તેને અંજુના સુખી લગ્નજીવનની ઈર્ષા આવતી. ભાઈ ભાભી વચ્ચે મતભેદો વધે એવા પ્રયત્ન તેના રહેતા. .
અંજુએ નણંદ અને સાસુના મેણાંથી ત્રસ્ત થઈ પોતાના પતિને બાળક માટે વિનવણી કરતાં કહ્યું"આલોક હું શું કહું છું તમને મારે બાળકની માં બનવું છે, રોજ રોજ મેણા સાંભળીને જીવતા સળગવુ એના કરતાં મરી જવું સારું તમે સમજો છો ને. . . " આખરે આલોકે પણ પત્નીની વાત માનવી જ પડી. . . અંજુને દિવસો રહ્યા ને ઘરમાં અંજુનું માન જે શરૂઆતમાં હતું એના કરતાં પણ વધી ગયું. અંજુનો ડિલિવરી દિવસ નજીક આવી રહેલો, ઘરમાં આનંદ મંગલના ગીતો ગવાઈ રહેલા, પણ આલોક મનમાં રડી રહેલો. રમણિકભાઈ તેને હિંમત આપી રહેલા. . .
જોતજોતા ડિલેવરીનો દિવસ પણ નજીક આવ્યો અંજુએ સૌને છેલ્લીવાર પોતાના જયશ્રીકૃષ્ણ કહેલા પણ હદ તો એ વાતની થઈ કે શારદાબેન અને નિતીએ ખાલી એકવાત કહી કે દીકરો તંદુરસ્ત હોવો જોઈએ. . .
અંજુને સિઝર્યન ડિલેવરી થઈ અંજુએ તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો, અંજુને એકાએક દુખાવો વધી ગયો એ દુ:ખાવાએ અંજુનો જીવ લીધો, આઈ. સી. યુ માં અંજુ અને આલોકની આ છેલ્લી મુલાકાત હતી.
