Kaushik Dave

Tragedy Others

4  

Kaushik Dave

Tragedy Others

છેલ્લા વરસાદે અશ્રુ વહે

છેલ્લા વરસાદે અશ્રુ વહે

1 min
302


'મમ્મી, મમ્મી, જોને કેવો વરસાદ પડે છે ?'

'હા,બેટા.'

'તો મમ્મી, મને વરસાદમાં પલળવા જવા દેને.'

'ના..ના... વરસાદમાં પલળવાથી બિમાર થવાય.'

'ના...ના... મમ્મી, મારે તો પલળવું જ છે. હું તો જવાનો.'


શશી ચમકી ગઈ. એને એના દિકરા ટીનુંના ભણકારા જ વાગતા હતા. બસ..એ ટીનુનો છેલ્લો જીદ કરતો અવાજ. હજુ પણ શશીને યાદ આવતો. શશીના આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. આ જોઈનેને ટીનુના પપ્પા બોલ્યા, "કેમ રડે છે ? બસ એ હસતો હસતો ગયો.એના માસુમ ચહેરાને યાદ કરાય. રડાય નહીં. ટીનુના આત્માને દુઃખ થશે."

શશી બોલી, "મારી ભૂલ હતી.એને વરસાદમાં જવા ના દીધો હોત તો સારું થાત.એ એનો છેલ્લો વરસાદ આપણને રડાવી ગયો. મને યાદ છે એ હસતો હસતો વરસાદમાં પલળવા ગયો. જ્યારે પાછો આવ્યો ત્યારે તો એને સારું હતું. પણ અચાનક ટીનુને શરદી ઉધરસ અને તાવ શરુ થયો. દવાખાનામાં બતાવ્યું. પણ તાવ ઉતરવાનું નામ લેતો નહોતો. આપણે ટીનુને હોસ્પિટલમાં દાખલ કર્યો. ડોક્ટરે ક્હ્યું કે એને ન્યુમોનિયા થયો છે. બસ ત્રણ દિવસમાં તો દમ તોડી દીધો."

બોલતા બોલતા શશી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy